ટોક્યો ઓલિમ્પિકમાં ઈઝરાયલે ગોલ્ડ મેડલ જીત્યો તો સો.મીડિયામાં અનુ મલિક ટ્રેન્ડ થવા લાગ્યો છે. આની પાછળ એ કારણ છે કે ઈઝરાયલે ગોલ્ડ મેડલ જીતતા નેશનલ એન્થમ 'હાતિકવાહ' વાગી હતી. જિમ્નાસ્ટ અર્ટમ ડોલ્ગોપિટ ગોલ્ડ મેડલ પહેરીને પોડિયમ પર ઊભો હતો. આ દરમિયાન ઈઝરાયલની નેશનલ એન્થમ વાગી હતી. આ ધૂન સાંભળતા જ ભારતીયોને નવાઈ લાગી હતી. ભારતીયોને આ ધૂન જાણીતી લાગી હતી. થોડીવાર બાદ સો.મીડિયા યુઝર્સને અનુ મલિકે 'દિલજલે' ગીત યાદ આવી ગયું હતું.
#AnuMalik actually copied the Israeli National Anthem for Mera Mulk Mera Desh Song from #Diljale (1996) ??? pic.twitter.com/u3rGHlBNDF
— maadalaadlahere (@maadalaadlahere) August 2, 2021
હાતિકવાહ'ની ધૂન પણ ઓરિજિનલ નહીં
નવાઈની વાત એ છે કે 'હાતિકવાહ'ની ધૂન પણ ઓરિજિનલ નથી. આ ધૂન 16મી સદીના ઈટાલિયન ગીત 'લા મન્ટોવના'થી પ્રેરિત છે. આ ગીત પોલેન્ડ, સ્પેન તથા યુક્રેનમાં અલગ અલગ રીતે વાપરવામાં આવ્યું છે.
સો.મીડિયામાં અનુ મલિક ટ્રોલ
અનુ મલિકે 25 વર્ષ પહેલાં ગીત બનાવ્યું હતું
1996માં આવેલી ફિલ્મ 'દિલજલે'નું ગીત 'મેરા મુલ્ક મેરા દેશ મેરા યે વતન..'ની ધૂન કોપી ટુ કોપી ઈઝરાયલના નેશનલ એન્થમ સોંગ સાથે મળતી આવે છે. આ ફિલ્મનું સંગીત અનુ મલિકે આપ્યું હતું.