ઈન્ડિયન આઈડલ 12થી જાણીતી બનેલી સાયલી કાંબલેએ હવે બોયફ્રેન્ડ ધવલ સાથે લગ્ન કરી લીધા છે. સાયલી અને ધવલે આજે રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. દરેક વ્યક્તિઓ તેમને લગ્નના આર્શીવાદ આપી રહ્યા છે.
ખાસ છે સાયલીનો બ્રાઈડલ લૂક
સાયલીએ મહારાષ્ટ્રીન રીત રિવાજોથી લગ્ન કર્યા છે. આ કારણે મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં દુલ્હન બની છે. ફ્યૂશિયા પિંક બોર્ડરની પીળી સાડીમાં સાયલી દુલ્હનના રૂપમાં સુંદર લાગી રહી છે. તેણે સાડી સાથે જાંબુડી કલરની શૉલ કૅરી કરીને બ્રાઈડલ આઉટફિટને કમ્પલીટ કર્યો છે. સાડીની સાથે સાયલીના ડબલ લેયર્ડ નેકપીસ, ડિઝાઈનર કમરબંધ અને ગ્રીન કલરની બંગડીઓ તેના બ્રાઈડલ લૂકને ખાસ નિખાર આપે છે. આ રૂપમાં સાયલી ખૂબ જ ખૂશ જોવા મળી રહી છે. સિંગરના ચહેરા પર લગ્નનો ગ્લો જોવા મળી રહ્યો છે. ધવલ પણ વરરાજાના રૂપમાં સુંદર દેખાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વીડિયો કરાયો છે શૅર
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સાયલી અને ધવલની વરમાળાનો રિવાજ જોવા મળી રહ્યો છે. બંને પ્રેમથી એકમેકની આંખોમાં જોતા જોતાં એકમેકને વરમાળા પહેરાવી રહ્યા છે, વીડિયોમાં બંનેની મિલિયન ડોલર સ્માઈલ જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે સાયલી અને ધવલને માટે આ પળ કેટલી યાદગાર અને ખાસ છે, કેટલાક વાયરલ ફોટોમાં બંને મંડપમાં લગ્નના રિવાજો પણ પૂરા કરતા જોવા મળી રહ્યા છે. ધવલ ઘોડી પર બેસીને દુલ્હન સાયલીને લેવા આવ્યા છે અને બંનેના લગ્નના દરેક ફોટો અને વીડિયો યાદગાર બની રહે તેવા છે.