ઇલેક્ટ્રોનિક કચરાના નિવારણના ક્ષેત્રે કામ કરનારી સંસ્થા વેસ્ટ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ (WEEE)એ જણાવ્યું છે કે આ વર્ષે સમગ્ર દુનિયામાં 5.3 અબજ ફોન ફેંકી દેવામાં આવશે. સંસ્થાનું આ અનુમાન વૈશ્વિક વેપારના આંકડાઓ પર આધારિત છે. દુનિયામાં ઇ-વેસ્ટના સતત વધી રહેલા સંકટને દર્શાવતા આ રિસર્ચમાં કહેવાયું છે કે એવા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે, જે લોકો પોતાના જૂના ફોનને રિસાઇકલ કરવાની જગ્યાએ પોતાની પાસે રાખી મૂકે છે. ઇ-વેસ્ટને કારણે બમણું નુકસાન થાય છે કારણ કે તેને ફેંકવાને કારણે જળવાયુ પરિવર્તનને નુકસાન થાય છે અને તેમાં ઉપયોગમાં લેવામાં આવેલી ધાતુઓને જો રિસાઇકલિંગ દરમિયાન બહાર ન કઢાય તો તેમને ખોદીને પૃથ્વીમાંથી કાઢવી પડે છે જેના ઘણાં નુકસાન છે. એક સ્માર્ટફોનની અંદર 62 ધાતું હોઈ શકે છે.
આઇફોનના સ્પેરપાર્ટ્સમાં સોનું, ચાંદી, પેલેડિયમ જેવી મૂલ્યવાન ધાતુ પણ હોય છે જેમને એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાંથી માઇનિંગ કરીને બહાર કઢાય છે. સંસ્થાના મહાનિર્દેશક પાસ્કલ લીરોયે કહ્યું હતું કે લોકોને અંદાજ નથી કે ઇ-વેસ્ટમાં રહેલ ધાતુઓનું પ્રમાણ કેટલું મોટું છે. તેમના અનુસાર લોકોને ખબર જ નથી કે દેખાવમાં સામાન્ય લાગતી આ વસ્તુઓને જો વિશ્વ સ્તરે એક સાથે રખાય તો તે કેટલો મોટો જથ્થો બની શકે છે.
હાલ વિશ્વમાં 16 અબજ ફોન
એક અંદાજ અનુસાર સમગ્ર દુનિયામાં હાલ 16 અબજ કરતા પણ વધારે મોબાઇલ ફોન છે. સમગ્ર યુરોપમાં જેટલા મોબાઇલ ફોન છે, તેમાંના લગભગ એક તૃતીયાંસ ફોનનો તો ઉપયોગ પણ નથી થતો.WEEEનું રિસર્ચ દર્શાવે છે કે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક વેસ્ટ 2030 સુધી વાર્ષિક 7.4 કરોડ ટનના દરથી વધવા લાગશે. આ કચારમાં માત્ર ફોન સામેલ નથી. બલકે ટેબ્લેટ અને કમ્પ્યૂટરથી માંડીને વોશિંગ મશીન, ટોસ્ટર અને ફરીઝ તેમજ જીપીએસ મશીન સુધીની વસ્તુઓ ઇ-વેસ્ટમાં સામેલ રહેશે. એક અંદાજ અનુસાર 2018માં દુનિયામાં પાંચ કરોડ ટન ઇ-વેસ્ટ જમા થયો હતો.
ઇ-વેસ્ટ મુદ્દે ભારતની સ્થિતિ કેવી છે?
ઇલેક્ટ્રોનિક કચરો પેદા કરવાના મામલે ભારત દુનિયાનો પાંચમો મોટો દેશ છે. ભારતમાં દર વર્ષે લગભગ 10 લાખ ટન ઇ-વેસ્ટ નીકળે છે. ભારતીય શહેરોમાં પેદા થનારા ઇલેક્ટ્રોનિક કચરામાં સૌથી વધારે કમ્પ્યૂટર હોય છે. આવા ઇ-વેસ્ટમાં 40 ટકા સીસુ અને 70 ટકા ભારે ધાતુઓ હોય છે. તાજેતરના એક રિપોર્ટમાં કહેવાયું છે કે સમગ્ર દેશમાંલાખો ટન-વેસ્ટ પૈકી માત્ર દસ ટકા જ એકઠો કરી શકાય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂલનના ડિસેમ્બર 2020ના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 2017-18માં ઇ-વેસ્ટ કલેક્શનનું લક્ષ્ય 35,422 ટન હતું પરંતું કલેક્શન 25,325 ટન જ થયુ હતું. તેવી જ રીતે 201819માં લખ્ય 1,54,242 ટન હતું પણ જમા 78,281 ટન થયો હતો. 2019-20માં ભારતમાં 10,14,961 ટન ઇ-વેસ્ટ પેદા થયો.