નમસ્કાર મિત્રો ફેસબુક પેજ ગુજ્જુકાઠીયાવાડી ના માધ્યમથી આજે આપણે brain stroke પર વાત કરવાના છીએ તેમજ બ્રેઈન સ્ટ્રોક અને સિગરેટ ને શું સીધું કનેક્શન છે બ્રેઈન સ્ટ્રોક કોને કહેવાય તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો પણ વિસ્તૃત વાત કરવાના છીએ
અમેરિકાના એક તાજેતરના નવા રિસર્ચ પ્રમાણે જો તમે એક વર્ષની અંદર 10 પેકેટ થી વધારે સિગરેટ પીવો છો તો તમને બ્રેઈન સ્ટ્રોક આવવાના સૌથી વધારે ચાન્સ છે તમાકુનો અને દારૂનો બ્રેઈન સ્ટ્રોક સાથે સીધો સંબંધ દર્શાવવામાં આવ્યો છે સર્વે અનુસાર જુવાન લોકોને શરૂઆતમાં કોઈ તકલીફ થતી નથી પરંતુ ૪૦થી ૭૦ વર્ષની વય ધરાવતા વ્યક્તિઓ તેના યુવાવસ્થામાં સિગરેટ તમાકુ કે આલ્કોહોલનું વધારે પડતું સેવન કરતા હોય તો તેઓને બ્રેઈન સ્ટ્રોક આવવાના ખૂબ જ વધારે ચાન્સ છે
બ્રેઈન સ્ટ્રોક શું છે?
સાદી ભાષામાં સમજીએ તો મગજને લોહી પહોંચાડતી નળીઓમાં કોઈપણ કારણસર અવરોધ ઊભો થાય અને મગજને પૂરતા પ્રમાણમાં લોહી ન મળવાના કારણે મગજના જે તે ભાગમાં પૂરતું ઓક્સિજન મળતું ન હોવાથી ગણતરીના ક્ષણમાં જ તે મગજ નો ભાગ નાશ પામે છે જેને બ્રેઈન સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે
૯૯ % લોકો નથી જણાતા જોડિયા બાળકો શા માટે જન્મે છે. ભારત ના આ ગામ માં ૪૦૦ થી વધારે જોડિયા બાળકો છે.
લક્ષણ
હાથ પગ અને મોં ખેંચાવા લાગ્યું તેમજ તેમાં દુખાવો થવો
ચક્કર આવવા અચાનક માથામાં અસહ્ય દુખાવો થવો
સ્પષ્ટ અવાજ ન નીકળવું તેમજ હાથ અને પગમાં સ્નાયુઓ નબળા પડવા
મગજના જે તે ભાગની અંદર લોહી ન પહોંચવાને કારણે એ ભાગના સ્નાયુઓ નાશ થાય છે તેથી મગજ જે ભાગને કંટ્રોલ કરે છે તેનો કંટ્રોલ મગજ ગુમાવે છે પરિણામે એ અંગો નબળા પડે છે સામાન્ય રીતે જમણા મગજ ની અંદર તકલીફ જોવા મળે તેવા સમયે ડાબી બાજુના હાથ-પગ કે અન્ય અંગો પણ તેની અસર જોવા મળે છે જ્યારે ડાબા મગજમાં લોહી ની ઉણપ કે અસર જોવા મળે તેવા સમયે જમણી બાજુના શરીરના અંગોમાં weakness જોવા મળે છે આમ અસર પામેલા મગજના વિપરીત બાજુનો ભાગ માં તકલીફ જોવા મળે છે.
સ્ટ્રોક થી બચવાના ઉપાયો
બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખો : જો તમારા પરિવારમાં અન્ય કોઈ સભ્યને સ્ટ્રોકની બીમારી છે તો તે વ્યક્તિનું અથવા તો તમારા ઘરના અન્ય સભ્યોને પણ પોતાનું બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખવું જોઈએ કારણ કે brain stroke એ વારસાગત થતો પણ એક રોગ છે
વૃદ્ધોએ બચીને રહેવું : રિસર્ચ અનુસાર 50 વર્ષની વ્યક્તિઓને સામાન્ય રીતે આ પ્રકારના બ્રેઈન સ્ટ્રોક આવતા હોય છે તેથી વધારે મોટી ઉમરવાળા વ્યક્તિઓએ તેલ મસાલા વાળો ચરબીયુક્ત ખોરાક લેવો નહીં તેમજ તમાકુ અને આલ્કોહોલનું સેવન ઓછું કરવું
આટલી બીમારીઓ વાળા વ્યક્તિઓ એ ધ્યાન રાખો. : જે વ્યક્તિને કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ છે અથવા તો જેના પરિવારમાં બ્રેઈન સ્ટ્રોક એક વખત આવી ચૂક્યો છે તેવા વ્યક્તિઓએ પોતાનો રોગ કાબૂમાં રહે તથા સમયાંતરે આ બધા રોગની તપાસ કરાવતાં રહેવું બ્લડ-શુગર અને બ્લડપ્રેશર મપાવતા રહેવું અને તેને કંટ્રોલમાં રાખવા માટે પરેજી ઓ અને યોગ્ય દવાઓ કરવી
શું ખોરાક લેવો : ભોજનમાં શાકભાજી સમય અનુસાર ફળફળાદી લેવા તેમજ જંકફૂડનો ઉપયોગ ઓછો કરવો મેડિટેશન કરવું યોગા કરવા દરરોજ 45 મિનિટ ચાલવા જવું હળવી કસરત કરવી જેવી બાબતોથી બ્રેઈન સ્ટ્રોકનું પ્રમાણ ઘટાડી શકાય છે
દારૂ અને તમાકુ થી દુર:દારૂ અને તમાકુ અગાઉ જણાવ્યા અનુસાર brain stroke માટે મુખ્ય જવાબદાર કારણ જણાવી શકાય છે તેથી આ બે વસ્તુઓ થી દૂર રહેવું મગજ શાંત રાખવું સ્વભાવ ખુશ રહેવું તદુપરાંત દારૂ અને તમાકુ નહીં કે ખાલી brain stroke પરંતુ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ તેમજ શરીરના અન્ય ભાગોમાં કેન્સરનું પણ કારણ બની શકે છે
ઉપર જણાવ્યા અનુસાર જો તમને તમાકુ કે સિગરેટનું સેવન કરવાની આદત હોય તો આજથી જ ધીરે ધીરે તેને ઓછું કરી બ્રેઈન સ્ટ્રોક જેવા અતિ ખતરનાક રોગ સામે સ્વરનું તેમજ પોતાના પરિવારનું રક્ષણ કરવું તે���જ જો આ માહિતી તમને વરદ અને કામની લાગી હોય તો જરૂર થી શેર કરજો અને આવા સ્વાસ્થ્ય સંબંધિત અન્ય માહિતી મેળવવા માટે અમારા ફેસબુક પેજ ગુજ્જુકાઠીયાવાડી ને લાઈક કરજો