સાંધાના દુખાવા કેમ થાય છે ? સાંધા બદલવાની કેમ જરૂર પડે જાણો સંપૂણ માહિતી…
ની રિપ્લેસમેન્ટ , સાંધા નો ગોળો બદલાવ્યો , ઘુટણ બદલાવ્યા જેવા શબ્દો અને સર્જરી આજે સાવ સામાન્ય બની છે. શા માટે આવી જરૂર પડે છે ? કારણકે હડકુ ઘસાઈ જાય છે. સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. જેના કારણે આવું કરાવવું પડે છે. જે સામાન્ય રીતે અસ્થિવા કહેવામાં આવે છે. આજે આપણે અસ્થિવા ના લક્ષણો , સારવાર અને તેનાથી બચવાના ઉપાય પર વાત કરવાના છીએ.
આ બીમારી મા બાળકો ૧૫-૨૦ વર્ષ ની વયે મૃત્યુ પામે છે. જણો સંપૂર્ણ માહિતી…
અસ્થિવા રોગની ખાસિયત :
હાડકામાં કેલ્શિયમ નું પ્રમાણ ઘટે ત્યારે હાડકાં પોચા બને છે. અને આ પોચા હાડકા એક બીજા સાથે ઘસાય અને ખવાણ અનુભવે છે. જેને અસ્થિવા કહેવામાં આવે છે. સામાન્ય રીતે અસ્થિવા ૪૫થી ૫૦ વર્ષના લોકોમાં જોવા મળે છે. સ્ત્રી ઓ માં પોસ્ટ મેનોપોઝલ ઉંમર માં આ પ્રકારે લક્ષણ જોવા મળે છે. અથવા તો આપણા ખોરાક માં કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય તો અસ્થિવા થાય છે.
રોગના લક્ષણો :
અસ્થિવા સામાન્ય રીતે ઘૂંટણ , ખભા જેવા મોટા સાંધાઓની અંદર જોવા મળે છે. જેમાં સાંધાનો દુખાવો થવો સાંધા પર સોજા આવવા સાંધાની મૂવમેન્ટ મા દુખાવો અનુભવો જેવા સામાન્ય લક્ષણો છે.
અસ્થિવા ની જાણકારી એક્સ રે, બોન ડેન્સિટી નો રિપોર્ટ, કે લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ જાણીને ઓળખવામાં આવે છે.
તમે પણ કરો છો આ ભૂલ? તાંબાના વાસણમાં ક્યારેય ન રાખવી જોઇએ આ વસ્તુઓ
સાવચેતી :
અસ્થિવા થી બચવા માટે આપણે કેલ્શિયમ યુક્ત ખોરાક લેવો જોઈએ જેવા કે કેળા ,દૂધ, ઈંડા ,પાલક – મેથી ની ભાજી વગેરેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે હાડકાને મજબૂત બનાવે છે. અને તેનું ખવાણથતું અટકાવે છે. ત્યારબાદ શરીરમાં કેલ્શિયમ ના પાચન માટે વિટામિન d3 ના પણ એટલો જ ભાગ છે જે વિટામિન d3 આપણને સૂર્યના કુમળા તડકામાંથી મળે છે. તેથી વહેલી સવારે તડકામાં ચાલવા નીકળું. દુખાવો થતી વ્યક્તિએ પળથી મારી જમીન પર ના બેસવું. પળથી મારી બેસવાથી સંચો વધારે ઘસાય છે. દુખાવાની જગ્યા પર ગરમ પાણી નો શેક કરી શકાય છે. આમ કરવાથી સ્નાયુ પર સોજા ઓછા થાય છે અને દુખાવા મા રાહત મળે છે. તેમજ દુખાવા વાળી વ્યક્તિ ને (kneecap) એટલે કે ઘુટણ નો મોજો પહેરવ ની સલાહ આપવા માં આવે છે.આમ કરવાથી ઘુટણ ના સ્નાયુ મજબુત રહે છે અને તેને સપોર્ટ મળે છે.ઘુટણ નો સાંધો એ એક મજબુત સાંધો છે શારીર નો બધો વજન અ સાંધા પર આવે છે જો વજન વધારે હોય તો વજન ઓછું કરવું .
સારવાર :
સામાન્ય રીતે અસ્થિવા મા પેઈન કિલર એન્ટિ ઇન્ફ્લેમેટરી (સોજો ઓછો કરવાની દવા) steroid તેમજ કેલ્શિયમની ગોળીઓ અને pain relief gel (માલિશ કરવા માટે ની દવા) આપવામાં આવે છે. આ સારવારથી અસ્થિવા માં ટૂંકા સમય માટે રાહત મેળવી શકાય છે પરંતુ કાયમીક રાહત માટે ની રિપ્લેસમેન્ટ એટલે કે સાધો બદલવાન સર્જરી કરવામાં આવે છે જેમાં સ્ટીલ નો સાંધાનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. અને ખરાબ સાંધાની કાઢી લેવામાં આવે છે.
આ ફળ, રાજાઓ દ્વારાયુવાની ને જાળવી રાખવા માટે ઉપયોગ કરવામાં આવે છે
હોમોઓપેથિક સારવાર :
medorrhinum 200દુખાવો વધારે હોય અવ સમય દિવસ માં બે વાર લેવામાં આવે છે.
brayonia 200 , rustox 200 , apis 30 , causticum 200 અ બધી દવા તમારા docter ની સલાહ થી વાપરવી .