T20 વિશ્વકપના રાઉન્ડ-1ના 11માં મુકાબલામાં આયર્લેન્ડને જીતવા 147 રનનો ટાર્ગેટ 147 રનના ટાર્ગેટનો પીછો કરતા આયરલેન્ડે 17.3 ઓવરમાં રનચેઝ કરી T20 વર્લ્ડકપ 2022માં અત્યારસુધીનો સૌથી મોટો અપસેટ સર્જતા વેસ્ટ ઇન્ડીઝને બહાર ફેંકી દીધું હતું, આયરલેન્ડે વેસ્ટ ઇન્ડીઝને 9 વિકેટે હરાવી સુપર-12 રાઉન્ડમાં ક્વોલિફાય કરી લીધું હતું.
આયર્લેન્ડને જીતવા 147 રનનો ટાર્ગેટ આપ્યો
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડકપના મહાસંગ્રામના રાઉન્ડ-1ના અંતિમ દિવસે પહેલા મુકાબલામાં વેસ્ટઇન્ડીઝે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 146 રન બનાવ્યા હતા અને આયર્લેન્ડને જીતવા 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેસ્ટઇન્ડીઝ તરફથી બ્રાન્ડોન કિંગે સૌથી વધુ 62 રન ફટકાર્યા હતા જ્યારે આયર્લેન્ડનના ગેરેથ ડેલાનીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય
T20 વર્લ્ડકપ 2022માં રાઉન્ડ-1ના 11માં મુકાબલામાં આજે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની ટક્કર થશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતી પહેલા બેટિંગ કરવનો નિર્ણય લીધો હતો અને આયર્લેન્ડની ટીમને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
ગ્રુપ-Bમાં મહત્વપૂર્ણ મુકાબલા
આજે T20 વર્લ્ડકપ 2022માં રાઉન્ડ-1ની અંતિમ બે મેચો રમાશે, જેમાં પહેલી મેચમાં આયર્લેન્ડની ટક્કર વેસ્ટ ઈન્ડિઝ સામે થશે જ્યારે બીજા મુકાબલામાં સ્કોટલેન્ડનો સામનો ઝીમ્બાબ્વે સામે થશે. ચારેય ટીમોના ગ્રુપ-Bમાં સમાન પોઈન્ટ છે. એવામાં આજે જીતનાર બે ટીમો સુપર-12 રાઉન્ડમાં ક્વોલિફાય થશે.
બંને દેશોની પ્લેઇંગ 11
વેસ્ટ ઈન્ડિઝ:
કાયલ મેયર્સ, જોહ્ન્સન ચાર્લ્સ, એવિન લેવિસ, બ્રાન્ડોન કિંગ, નિકોલસ પૂરન (કેપ્ટન અને વિકેટકીપર), રોવમેન પોવેલ, જેસન હોલ્ડર, અકેલ હોસીન, ઓડિયન સ્મિથ, અલ્ઝારી જોસેફ, ઓબેડ મેકકોય.
આયર્લેન્ડ:
પોલ સ્ટર્લિંગ, એન્ડ્રુ બાલ્બિર્ની (કેપ્ટન), લોર્કન ટકર (વિકેટકીપર), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક એડેર, સિમી સિંઘ, બેરી મેકકાર્થી, જોશુઆ લિટલ.