અંગ્રેજી ભાષાનું વધારે પડતા ચલણના કારણે આવનારી પેઢી ગુજરાતી ભાષા અને સાહિત્યને ધીરે ધીરે ભૂલવા લાગી છે જે બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે કામ કરતી સંસ્થા પૉએટરી દ્વારા સિટીના જિમ ખાન ક્લબ ખાતે ત્રિદિવસીય ટ્રેન્ડ અને ટ્રેડિશનના સમન્વય સાથે કલા અને સંસ્કૃતિ દર્શાવતા એક્ઝિબિશનનો પ્રારંભ કર્યો હતો. આ એક્ઝિબિશમાં ઈન્ટિરિયલ અને હોમ ડેકોરેશન માટે મૂકવામાં આવેલી દરેક વસ્તુમાં ગુજરાતી સાહિત્યની ફોરમ પ્રસરતી જોવા મળે છે. એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલી દરેક વસ્તુ પર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સુવાક્યો અને કવિઓના નામ લખવામાં આવ્યાં છે આ સાથે તેમની રચનાના કેટલાંક અંશો પણ મૂકવામાં આવ્યા છે.
ગુજરાતીઓ આપણી માતૃભાષાથી ઘણાં અંશે વિમુખ
આ અંગે વાત કરતા પૉએટરીના ફઉન્ડર અને ક્રિયેટિવ ડાયરેક્ટર પાર્થિવી અધ્યારુ શાહે કહ્યું કે, ગુજરાતીઓ આપણી માતૃભાષાથી ઘણાં અંશે વિમુખ થઈ રહ્યા છે એમાં પણ ખાસ કરીને અત્યારની ઊગતી પેઢી ! અમે એક એવી જગ્યાની શોધમાં છીએ કે જ્યાં એક હકારાત્મક ઊર્જાસભર વાતાવરણમાં માતૃભાષા અંગેની કેળવણી કે બિલકુલ અનોખા અંદાજમાં કરી શકાય. જ્યાં ભાષાને લગતા શબ્દો, વ્યાકરણ, કહેવતો, રૂઢિપ્રયોગ વગેરે તથા કવિ અને લેખકો તથા પ્રખ્યાત ગુજરાતી કૃતિઓને અનોખા અંદાજમાં સજાવવામાં આવશે.જેના માટે અમે એક્ઝિબિશન થકી ગુજરાતી ભાષાને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયોગ કર્યો છે.
દરેક વસ્તુ પર ગુજરાતની અસ્મિતા દેખાઈ આવે છે
એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલી ટીસેટ, ઓસિકાના કવર, ડાઈનિંગ ટેબલ કવર જેવી વિવિધ વસ્તુ પર ગુજરાતીમાં સ્લોરન લખવામાં આવ્યાં છે. આ સાથે ગુજરાતના જાણીતા સાહિત્યકારો અને તેમની રચનાઓ વિશે પણ દરેક વસ્તુ પરથી જાણી શકાય છે. ઘરમાં રોજ-બરોજની વસ્તુઓમાંથી આવનારી પેઢી ગુજરાતી શીખે તેવા ઉદેશ્ય સાથે આ અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકોની અંદર જાણવાની જીજ્ઞાસાવૃત્તિ કેળવાય તે પ્રકારનું ગુજરાતી સાહિત્ય દરેક વસ્તુ પર લખવામાં આવ્યું છે.