મુંબઈમાં વધતા જતાં કોરોનાના કેસને પગલે કોમેડિયન ભારતીસિંહ દ્વારા મુંબઈ છોડીને સૂત્રોના જણાવ્યા મુજબ હાલ ગુજરાતમાં છે. ભારતીસિંહનો પતિ હર્ષ લિંબાચિયા ગુજરાતી છે અને તે તેના સાસરી પક્ષ સાથે અવાર–નવાર ગુજરાતમાં આવીને ફેમિલી ટાઈમ એન્જોય કરતી હોય છે. હાલમાં જ ભારતીસિંહે પોતાના જીવનની કેટલીક વાતો શૅર કરી હતી. તે ચિંકી–મિંકી તરીકે જાણીતી જોડિયા બહેનો સુરભિ–સમૃદ્ધિના યૂ–ટયૂબ શોમાં આવી હતી.ચિંકી–મિંકીએ ભારતીને સવાલ કર્યો હતો કે આ પહેલાં ક્યારેય તેનો બે લોકોએ એક સાથે ઇન્ટરવ્યૂ કર્યો હતો ખરાં? જેના જવાબમાં ભારતીએ કહ્યું હતું કે તેના સાસુ–સસરાએ સાથે મળીને ઇન્ટરવ્યૂ લીધો હતો. ભારતીને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે તે પંજાબી છે અને હર્ષ લિંબાચિયા ગુજરાતી છે તો તે આ ડ્રાય સ્ટેટના લોકો સાથે કેવી રીતે ડીલ કરે છે? કોમેડિયને કહ્યું હતું કે હવે તો ડ્રાય સ્ટેટ પણ ડ્રિંકિંગ સ્ટેટ બની ગયું છે. તેના સસરા તેને ફેન કરીને કહેતા હોય છે કે બોટલ ખોલું? તો તે શૂટિંગના સેટ પરથી કહેતી હોય છે કે તે બસ 15-20 મિનિટમાં આવે છે અને પછી સાથે જ પીશું. જોકે, આટલું કહ્યાં છતાં પણ તે જ્યારે ઘરે આવે છે ત્યારે બોટલ ખોલેલી જ હોય છે. તે સસરા સાથે ચિયર્સ કરતી હોય છે.