આપનું સપ્તાહ : તા. 08-01-22 થી 14-01-22 સુધી કેવુ રહેશે જાણો અમારી સાથે
અ. લ. ઇ : મેષ
આપના મનની કાલ્પનિક-તાર્કિક ચિંતાઓના ઓળા ઊતરશે. આર્થિક સંજોગો કઠિન હોય છતાં કોઈ અણધારી વ્યવસ્થા દ્વારા પ્રશ્ન હલ થાય. કાર્ય સફળતા મળે. નોકરી-ધંધાની બાબતો અંગે આપના પ્રયત્નો ફળદાયી થતા જોવા મળે. સરકારી- ખાનગી કચેરીના વિઘ્નો દૂર થાય. આપના કૌટુંબિક ક્ષેત્રે સંજોગો ધીમે ધીમે સુધારી શકશો તે માટે જીવનસાથીની કદર કરવાનું જરૂરી. આરોગ્ય નરમ હોય તો સુધરે, પ્રવાસ સફળ જણાય.
બ.વ.ઉ : વૃષભ
આપની અંતઃકરણની વ્યથા વેદનાઓને ભૂલવા માટે આધ્યાત્મિક માર્ગ શ્રોષ્ઠ. આર્થિક કામકાજો અંગેની કોઈ અડચણ દૂર થાય, લોન યા અન્ય કાર્યોમાં પ્રગતિ. ખર્ચનો પ્રસંગ. જમીન-વાહન સંપત્તિ યા અન્ય નોકરી ધંધાના કાર્યો, યોજનાઓને આગળ વધારી શકશો. ગૃહજીવનની ચકમકો, વિવાદને ટાળજો. દલીલબાજીમાં ન ઊતરવું. આરોગ્ય જળવાય, પ્રવાસમાં વિલંબ.
ક.છ.ઘ : મિથુન
આપની ચિંતા, ઉદ્વેગ અને તણાવના કારણે મન બેચેન જણાશે. નાણાકીય સમસ્યાનો ભાર જણાય. વધુ પ્રયત્ને અને અન્યની મદદ સલાહથી હળવાશ થઈ શકે. નોકરી-વ્યવસાયના કાર્યો હોય કે જમીન મકાન સંપત્તિ યા વાહનની બાબતો સંજોગો ધીમે ધીમે સુધરશે. પ્રયત્નો ચાલુ રાખવા જરૂરી. દાંપત્યજીવન-કૌટુંબિક કામ પ્રસંગ, મિલન-મુલાકાતો અને સ્વજનો અંગે સમય સાનુકૂળતા દર્શાવે છે. આરોગ્ય સાચવજો, પ્રવાસ ફળે.
ડ.હ : કર્ક
આશાવાદી અને ઉત્સાહિત થઈ શકશો. ખુશી પ્રસન્નતા અનુભવશો, આવક કરતાં જાવક ખર્ચ અને ચુકવણીઓ વધતી લાગે અને નાણાભીડ અનુભવાય. મહત્ત્વના હાથ પરના કામકાજો માટે કોઈની મદદ અને ઉપાયો સફળ થાય અને નોકરી-ધંધા માટે સમય લાભની તક સૂચવે છે. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો, સગાં, સ્વજન, સ્નેહીજનથી સહકાર મળે, આરોગ્ય ચિંતા દૂર થાય. પ્રવાસમાં વિઘ્ન દૂર થાય.
મ.ટ : સિંહ
નિરાશા અને અજંપામાંથી આપ બહાર આવી શકશો, નાણાભીડનો કોઈ ઉપાય, ઉકેલ મળી આવે. સહાય મળે, જૂની ઉઘરાણી મળી શકે, ખર્ચા ટાળજો. આપના પ્રયત્નો વધારીને અને ધીરજ બાદ કાર્ય સફળતા અથવા ધાર્યું પરિણામ મળી શકશે. નોકરિયાત અને ધંધાર્થીઓને વધુ પરિશ્રામ કરવા પડે. ગૃહજીવનમાં મનદુઃખ નિવારજો. પ્રેમ-લાગણી પર ધ્યાન આપવું. પ્રવાસમાં અંતરાય.
પ.ઠ.ણ : કન્યા
આપના મનની અશાંતિના અને િંચંતાના વાદળો વિખેરાતા જણાશે. આર્થિક બાબતોની ગૂંચો ઉકેલાય, સકારાત્મક સંજોગો અને અવ્યવસ્થા સમતોલનને હવે સુધારી શકો. મહત્ત્વની કામગીરીમાં આગળ વધાય. નોકરિયાતોને સાનુકૂળ તક. ધંધામાં નવીન તક અને લાભની આશા, કૌટુંબિક ક્ષેત્રે વાદ-વિવાદ કલેશનો પ્રસંગ. અન્યની મદદથી શાંતિ મળે, આરોગ્ય સુધરશે. પ્રવાસમાં સાનુકૂળતા.
ર.ત : તુલા
આપની મનની આભાસી અને ખોટી નકારાત્મક શંકાઓથી તણાવ રહે. આર્થિક બાબતો પર ધ્યાન વધારજો અને આવક-જાવકના પલ્લાં પર નજર રાખી સુવ્યવસ્થિત કરશો. નોકરી અંગેના આપના પ્રયત્નો માટે સમય સંજોગો બદલાશે. ધંધા-વેપારમાં હવે નુકસાનના બદલે લાભની આશા વધે. કૌટુંબિક ગૂંચવણો, સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશો. સમાધાન અને એડજેસ્ટમેન્ટ જરૂરી. તબિયતની કાળજી લેવી. પ્રવાસમાં સફળતા.
ન.ય : વૃશ્ચિક
આપના મન પરનો બોજો હવે હળવો કરવા માટે અન્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન આપજો. યોગ ઉત્તમ. નાણાભીડ અને લેણદારોના તકાજા અને ચુકવણી-ખર્ચા વગેરેને કારણે ચિંતા જણાય, કાર્યલાભ અને પ્રગતિ માટે આપે સમય અને સંજોગો કે તકોનો લાભ લેવા તત્પર રહેવું પડે. કૌટુંબિક કાર્યો મિલન-મુલાકાત અને ગૃહજીવનના મતભેદો દૂર કરવા, ગ્રહો મદદરૂપ છે. આરોગ્ય બગડતું લાગે. પ્રવાસ અંગે મુશ્કેલી જણાય.
ભ.ધ.ઢ. : ધન
હકારાત્મકતા અને આશાવાદી વલણ ઉપયોગી બને અને રાહત મળે. નાણાકીય પરિસ્થિતિ ગૂંચવાતી લાગે પણ યોગ્ય સાવધાનીઓ પગલાં બાદ ઠીક થાય. ખર્ચા ઘટાડવા પડે. નોકરી અંગેના કામકાજો અંગે વધુ પ્રયત્નો જરૂરી. ધંધા��ીય વિકાસની તક સમજી વિચારીને લેવી. મકાન-વાહનના કામકાજો માટે સમય મદદરૂપ, સાનુકૂળ બને. ગૃહજીવનમાં ગેરસમજ ન થાય તે જોજો. જીવનસાથીનો સહકાર મળે, આરોગ્ય જળવાય. પ્રવાસમાં સાવધાન રહેવું.
ખ.જ : મકર
આપની બેચેની દૂર થાય. આનંદ ઉત્સાહના સંજોગો ઊભા થાય, આવક-વૃદ્ધિના પ્રયત્નો સફળ બને. ખર્ચ હાનિથી સાવધાન રહેવું. ઉઘરાણી પર ધ્યાન આપશો. મહત્ત્વના કામકાજો માટે સમય સુધરતો જણાય, નોકરી-ધંધાના ક્ષેત્રે આપના પ્રયત્નો ફળદાયી રહે. મકાન-વાહનની ચિંતા દૂર થાય, કૌટુંબિક ક્ષેત્રે આ સુખ શાંતિ સ્થાપી શકશો. સમજદારી પ્રેમથી વર્તવું.
ગ.શ.સ : કુંભ
ટેન્શન અને બેચેની ચિંતાના કારણે મન ક્યાંય લાગે નહીં. ઉત્પાત જણાય, નાણાકીય કામકાજો અને આવક અંગે અથવા અન્ય લોન-કરજ ચૂકવવા માટે કોઈ તક સંજોગો ઊભા થતા જણાય, મકાન-મિલકત અંગેના કાર્યોમાં વિલંબ જણાય, વાહન બાબત માટે સમય સુધરે. નોકરીમાં કાર્યસફળતા, ધંધાકીય લાભની આશા ફળે. કૌટુંબિક-ગૃહમોરચે સંઘર્ષ અને વ્યથા, વિષાદ અનુભવાય, મતભેદ ટાળવા, આરોગ્ય સાચવજો.
દ.ચ.ઝ.થ : મીન
આપના મન પરનો બોજો હવે હળવો થાય. ટેન્શન હળવું બને. નાણાકીય પરિસ્થિતિ બગડે નહીં તે જોજો. ખોટા મૂડી રોકાણ- ખર્ચા, મુશ્કેલી સર્જે. સમય કઠિન લાગે. કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા પડે. ધીરજ રાખવી પડે અને હિંમત વિશ્વાસ રાખવા. આપની નોકરી ધંધાની બાબતો પર ધ્યાન આપવું. ગૃહજીવનમાં દુઃખ, ગેરસમજ, ચકમકના પ્રસંગ ન સર્જાય તે જોજો. આરોગ્ય કથળી શકે. પ્રવાસમાં જણાતી મુશ્કેલી દૂર થાય.