જો તમે હવે તમારું આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા જરૂરી દસ્તાવેજ હંમેશા સાથે રાખવા ન માંગતા હોવ તો હવે કોઈ જ ટેન્શન નથી. તમે આધારકાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સને વર્ચુઅલી તમારી સાથે રાખી શકે છે. આમ કરવાથી હવે તમને તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ ખોવાનો ડર પણ નહીં રહે. હવે તમારે દરેક જગ્યા પર તમારા ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂર રહેશે નહીં. તો આવો જોઈએ કે કેવી રીતે તમે તમારા ડોક્યુમેન્ટ્સને E વર્ઝનમાં ડાઉનલોડ કરી શકશો.
આધાર કાર્ડને આધાર નંબરથી કરો ડાઉનલોડ
જો તમે ઈ-આધાર કાર્ડને ઓનલાઈન ડાઉનલોડ અને પ્રિંટ કરવા ઈચ્છો છો તો તમારે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે.
- સૌપ્રથમ આધારની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર જાઓ
- જેમાં My Aadhaar વિકલ્પ દ્વારા Download Adhar પર ક્લિક રો અથવા તો https://eaadhaar.uidai.gov.in/ લિંક પર જાઓ.
- I Have સેક્શન મુજબ આધાર નંબર પસંદ કરો
- હવે 12 આંકડાનો આધાર નંબર દાખલ કરો. જો તમે નકાબપોશ આધાર ડાઉનલોડ કરવા માંગો છો તો આઈ વોન્ટ અ માસ્ક્સ્ડ આધાર વિકલ્પ ઉપર ક્લિક કરો.
- કેપ્ચા વેરિફિકેશન કોડ દાખલ કરો અને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ મેળવવા માટે ઓટીપી સેન્ડ ઓપ્શન પર ક્લિક કરો
- તમારા મોબાઈલ પર આવેલો ઓટીપી નંબર દાખલ કરો
- સર્વે પૂર્ણ કરો અને તમારા આધારની ઇલેક્ટ્રોનિક કોપી ડાઉનલોડ કરવા માટે Verify & Download પર ક્લિક કરો.
પાન કાર્ડ કરો ડાઉનલોડ
E-PAN ડાઉનલોડ કરવા માટે તમારે સૌપ્રથમ આયકર વિભાગની ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરીને તમે તમારું પાન કાર્ડનું ઈ પાન અથવા તો ડિજિટલ વર્ઝન ડાઉનલોડ કરી શકો છો. જેના માટે માત્ર 10 મિનિટ લાગશે. આ સ્ટેપ્સને ફોલો કરો.
- આવકવેરા ઇ-ફાઇલિંગની સત્તાવાર વેબસાઇટ https://www.incometax.gov.in પર જાઓ
- અમારી સેવાઓ” વિભાગ હેઠળ ઇન્સ્ટન્ટ ઈ-પાન વિકલ્પ પર ક્લિક કરો.
- જો તમે અગાઉ ઈ-પાન ડાઉનલોડ કર્યું હોય તો ‘ચેક સ્ટેટસ/ ડાઉનલોડ ઈ-પાન’ ઓપ્શન પર ક્લિક કરો, પરંતુ જો તમે પહેલા ક્યારેય ઈ-પાન ડાઉનલોડ કર્યું નથી તો તમારે ‘નવું ઈ-પાન’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- તમારે તમારી જરૂરિયાત મુજબ આપેલ વિકલ્પોમાંથી પસંદગી કરવી પડશે અને પછી ચાલુ રાખો પર ક્લિક કરો.
- હવે પેજ ખુલશે જેમાં તમને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવાનું કહેવામાં આવશે. તેથી ઇનપુટ ક્ષેત્રમાં તમારો આધાર નંબર દાખલ કરો.
- જલદી તમે તમારો આધાર નંબર દાખલ કરો, પેજ પર એક ડિક્લેરેઓશન ડિપ્સ્પે કરશે તેના પર ક્લિક કરો.
- આ પછી તમારા રજિસ્ટર્ડ અથવા આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
- ત્યારબાદ તમારા મોબાઇલ પર પ્રાપ્ત થયેલો OTP દાખલ કરો.
- હવે તમને તમારી બધી માહિતી દેખાશે. આ બધી માહિતી કાળજીપૂર્વક તપાસ્યા પછી અને તમારું ઇમેઇલ દાખલ કરો.
- તમને ટૂંક સમયમાં તમારા ઇ-પાન તમારા ઇમેઇલ ઇનબોક્સમાં પ્રાપ્ત થશે. તમે તમારું ઈ-પાન પ્રિન્ટ પણ કરાવી શકો છો.
ઉલ્લેખનિય છે કે જો તમારી પાસે તમારો પાન નંબર છે.તો તમારું મૂળ પાનકાર્ડ ક્યાં જનરેટ થયું હતું તેના આધારે તમે UTIITSL અથવા TIN-NSDL ની વેબસાઇટ પરથી પણ તમારું ઇ-પાન ડાઉનલોડ કરી શકો છો.
ડ્રાઈવિંગ લાઈસન્સ ડાઉનલોડ કરો
હવે તમારે દરેક જગ્યા પર ડ્રાઈવિંગ લાઈસન્સ લઈ જવાની જરૂર નહીં પડે. હવે તમે તમારું લાઈસન્સ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરીને રાખી શકો છો. જુઓ કંઈ રીતે.
- ડ્રાઈવિંગ લાઈસન્સ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ ઉપર જાઓ
- https://sarathi.parivahan.gov.in/sarathiservice/
- હવે તમે તમારું રાજ્ય પસંદ કરો
- તમારી રાજ્ય સારથી પરિવહન વેબસાઇટના વ્યૂ પેજ પર ક્લિક કરો.
- ત્યારબાદ ડ્રાઈવિંગ લાઈસન્સ મેનુને પસંદ કરો
- ડ્રાઈવિંગ લાઈસન્સ મેનૂમાં પ્રિંટ ડ્રાઈવિંગ લાઈસન્સને પસંદ કરો
- ડ્રાઈવિંગ લાઈસન્સ પ્રિંટ કરવા માટે કર્યા પછી એક ન્યૂ વિન્ડો જોવા મળશે
- ડાઉનલોડ ડ્રાઈવિંગ લાઈસન્સ પીડીએફ ફાઈલ માટે તમારે ડ્રાઈવિંગ લાઈસન્સ એપ્લીકેશન નંબર અને જન્મતારિખ દાખલ કરો.
- તેના પછી તમારું લાઈસન્સ પીડીએફ ફોર્મમાં ડાઉનલોડ થઈ જશે.