નમસ્કાર મિત્રો આજે આપણે ફેસબુક પેજ ગુજ્જુ કાઠિયાવાડી ના માધ્યમથી એક અતિ ગંભીર એવી લોહી ની બીમારી જેને થેલેસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. તેના પર વાત કરવાના છીએ. આ થેલેસેમિયા કેવી રીતે થાય છે? તેના પ્રકાર તેના લક્ષણો તથા તેની સારવાર અને બચવાના ઉપાયો જેવા મુદ્દાઓ પર વિસ્તૃત વાત કરવાના છીએ.
સૌપ્રથમ આ થેલેસેમીયા શુ છે?
થેલેસેમિયા એ વારસાગત માતા-પિતા પાસેથી મળતો જનીન દ્રવ્ય નો લોહી ને લગતો રોગ છે. થેલેસેમિયા બાળકોમાં રહેલું લોહી જેમાં આવેલ હિમોગ્લોબીન એટલે કે લોહીના ટકા ઓછા થઈ જાય છે. તેથી બાળકના શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહી રહેતો નથી અને તેને અનેમીયા જેવા લક્ષણો જોવા મળે છે.
આ ૩ સરળ ઘરેલું ઉપાયથી ખીલને કારણે પડેલા ખાડાઓને મૂળમાંથી હમેશા માટે કરો દુર
લોહીમાં રહેલું હીમોગ્લોબિન અને શરીરમાં જુદા જુદા અંગોમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. હવે થેલેસેમિયા ની અંદર આ હિમોગ્લોબીન બનવાની પ્રક્રિયા ગડબડ થાય છે. હિમોગ્લોબીન એ બે પ્રકારના પ્રોટીન થી બનેલું હોય છે જેમાં પ્રથમ આલ્ફા હીમોગ્લોબિન અને બીજું તે બીટા હિમોગ્લોબીન ના નામથી ઓળખાય છે. હિમોગ્લોબીન બનાવવા માટે જરૂરી એવા જનીનમાં ખામી સર્જાય અને એક ખામી જે-તે બાળકને તેના માતા-પિતા દ્વારા મળતી હોય છે. તેથી તે બાળકનું શરીર પૂરતા પ્રમાણમાં વ્યવસ્થિત હિમોગ્લોબીન બનાવી શકતું નથી પરિણામે જે બાળકના શરીરમાં લોહીની ઉણપ થાય છે. અને તેના લક્ષણો જોવા મળે છે. 8 mayવિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે ની ઉજવણી કરવામાં આવે છે. અને લોકોને આ રોગ વિશે જાગૃતતા આપવામાં આવે છે. જેથી થેલેસેમિયા રોગ આગળ વધતો અટકાવી શકાય.
થેલેસેમિયા ના મુખ્યત્વે બે પ્રકાર છે : 1.માઇનર થેલેસેમિયા 2.મેજર થેલેસેમિયા
માઇનર થેલેસેમિયા ની અંદર વ્યક્તિના શરીરમાં રહેલા જનીન દ્રવ્ય માં ખામી હોય છે. તેથી તેના હિમોગ્લોબીન બરાબર બનતા નથી પરંતુ આવા લોકોના શરીરમાં કોઈપણ જાતના લક્ષણો જોવા મળતા નથી. પણ આ લોકોએ તેના વંશજોને થેલેસેમિયા થવા માટે જવાબદાર હોઈ શકે છે. તેથી તેને થેલેસેમિયા કેરિયર તરીકે પણ ઓળખવામાં આવે છે.
થેલેસેમિયા મેજર એવા લોકોમાં રોગના લક્ષણો જોવા મળે છે. સાથે સાથે ઉપર જણાવ્યા અનુસાર તેઓ ની અંદર પણ જનીન દ્રવ્ય ની ખામી હોય છે. અને તેઓ પણ તેમના બાળકોને આ રોગ વારસામાં આપે છે. પરંતુ આ દર્દીમાં લક્ષણો હાજર જોવા મળે છે. તેથી તેમની ઓળખ ઝડપથી કરી શકાય છે.
નાસ્તામાં આ 8માંથી કોઈ 1 વસ્તુ ખાઓ, પેટની ચરબી ઓછી થશે અને વધારાનું વજન ઘટશે
લક્ષણો થેલેસીમિયા દર્દી ના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થવાને કારણે તેઓ ઝડપથી થોડું પણ કામ કર્યા ને તરત થાકી જાય છે તેઓને શ્વાસ ચડે છે તેઓની ચામડીનો રંગ ફિક્કો હોય છે પેશાબે તેરા ઘાટા રંગનો હોય છે તદુપરાંત આવા વ્યક્તિઓ શારીરિક બાંધો નબળો હોય છે અને આવા વ્યક્તિના સાદા લોહીની તપાસ કરાવતા સતત તેમનું હિમોગ્લોબીન ઓછું ને ઓછું રહેતું હોય છે
થેલેસેમિયા થી બચવાના ઉપાય : આ એક માતા-પિતા દ્વારા વારસામાં મળતો હોવાથી સામાન્ય રીતે તેનો કોઈ ચોક્કસ બચવાના ઉપાય નથી. આ રોગને આગળ વધતો અટકાવી શકાય છે. તેમજ આપણા બાળકો ની અંદર આ રોગ ન થાય તેની માટે સાવચેતીના પગલા લઇ શકાય છે. જેમાં જે તે માતા-પિતાએ ફેમિલી પ્લાનિંગ કરતી વખતે તેમના પોતાના લોહીની તપાસ કરાવવી તેઓ થેલેસેમિયા કેરિયર છે કે કેમ તેની જાણકારી મેળવવી જરૂરી છે. અથવા તો લગ્ન પહેલા દરેક કપલ આ રોગ નો રિપોર્ટ કરાવી તેની જાણકારી મેળવવી જરૂરી છે. જે માતા-પિતા થેલેસેમિયાના કેરિયર હોય તેમના બાળકો 50% શક્યતા છે કે તેઓ થેલેસેમિયા માઇનર રોગનો ભોગ બની શકે છે. જ્યારે ૨૫ ટકા શક્યતા છે કે તેમના બાળકો સંપૂર્ણપણે નોર્મલ કે ૨૫ ટકા તેમના બાળકો થેલેસેમિયા મેજર રોગ સાથે જન્મ લઈ શકે છે.
સારવાર સામાન્ય રીતે થેલેસેમિયા થયેલ વ્યક્તિને કોઈ ચોક્કસ પણે સારવાર નથી તેથી ઉપર જણાવ્યા અનુસાર પગલાં લઈને આ રોગને આગળ વધતો અટકાવી શકાય છે. આ રોગ એટલો ગંભીર છે કે જે તે બાળકને થેલેસેમિયા મેજર થયો હોય તે બાળક સામાન્ય રીતે ૧૫ થી ૨૦ વર્ષની ઉંમરમાં જ મૃત્યુ પામે છે. તદુપરાંત આવા બાળકોને વારંવાર લોહી બહારથી ચઢાવવાની જરૂર પડે છે. વારંવાર લોહી ચડાવી તેના શરીરમાં રહેલ લોહીની ઉણપ સામે જરૂરી લોહી આપી શકાય છે. તેથી વધુમાં વધુ લોકો રક્તદાન કરે અને આવા થેલેસેમિયા પીડિત લોકોને જીવન દાન આપી શકે છે. ઘણા કિસ્સાઓમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ હિમોગ્લોબીન બનવાની પ્રક્રિયામાં સુધારો થાય છે. અને તેમને થેલેસેમિયા માંથી મુક્તિ મેળવી શકાય છે. પણ હજુ પણ કોઈ ચોક્કસ પણે આમાં રીઝલ્ટ મળ્યા નથી તેથી આવા રોગોના સામે રક્ષણ મેળવો સાવચેતી પૂરેપૂરી જરૂરી છે.
આ કારણોના લીધે મહિલાઓ માં બ્રેસ્ટ કેન્સરના કેસ વધ્યા છે
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમે પણ માહિતીને વધારેમાં વધારે શેર કરી થેલેસેમિયા રોગ ની આગળ વધતો અટકાવવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવાના આ એક નાનકડા પ્રયાસને સફળ બનાવવા અમોને મદદ કરો. તદુપરાંત આવા અન્ય રોગો ની માહિતી તેમજ ઘરગથ્થુ ઈલાજ માટે જે કાંઈ માહિતી મેળવવા માંગતા હોય તે નીચે કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરો. અને અમારા ફેસબુક પેજ ફીટ વિઝન અને લાઈક કરો જેની લિંક આ મુજબ છે.