દરેક લોકો જાણે છે કે તાંબાના વાસણમાં રાખવામાં આવેલું પાણી પીવાથી કેટલા લાભ થાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તો કેટલીક એવી વસ્તુઓ છે જેને તમે તાંબાના વાસણમાં રાખો છો અને તેનું તમે સેવન કરો છો જે સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક સાબિત થઇ શકે છે.
ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તરબૂચ, જાણો તેનાથી થતા લાભ વિશે
દહીં
દહીંને તાંબાના વાસણમાં રાખવું અને તેનું સેવન કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે છે. તેનાથી તમને ફૂડ પોઇજનિંગ થઇ શકે છે અને તેનો સ્વાદ કઇક અલગ જ આવે છે તે સિવાય તમને જીવ ગભરાવવા જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.
લીંબુ
લીંબુનો રસ, લીંબુ પાણી કે લીંબુને કોઇપણ રીતે તાંબાના વાસણમાં રાખો છો તો તેમા રહેલા એસિડ તાંબાની સાથે ક્રિયા કરે છે જે તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
વિનેગર
વિનેગર એખ પ્રકારનું એસિડિક પદાર્થ છે અને તેને તાંબાના વાસણમાં કે તેની સાથે રાખો છો તો તેના મેલથી થનારી રાસાયણિક ક્રિયા તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક અસર કરી શકે છે અને તમે બીમારી પડી શકો છો.
આ ફળ, રાજાઓ દ્વારાયુવાની ને જાળવી રાખવા માટે ઉપયોગ કરવામાં આવે છે
અથાણું
અથાણામાં પણ વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ક્યારેય તાંબાના વાસણમાં ન કરવો જોઇએ. તે સિવાય અથાણમાં રહેલી ખટાશ તાંબાની સાથે મળીને તમારા સ્વાસ્થ્ય માટે ઝેરનું કામ કરે છે.
છાશ
છાશનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ તેનો ઉપયોગ ક્યારેય તાંબાના વાસણમાં ન કરવો જોઇએ.