હિમેટ્યુરિયા એટલે પેશાબમાં લોહી આવવું. આ એક સામાન્ય લક્ષણ છે અને નાનાં બાળકોથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓમાં પણ તે થઈ શકે છે. ખૂબ જ સામાન્ય લાગતી આ ફરિયાદ ખૂબ જ ગંભીર રોગનું પ્રથમ લક્ષણ પણ હોઈ શકે છે. આધેડ વયની વ્યક્તિમાં દર્દ વગરનું હિમેટ્યુરિયા હોય તો તે કેન્સરની નિશાની ગણી શકાય અને તેથી જ આ તકલીફને પ્રાથમિકતા આપીને તાત્કાલિક યુરોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.
કારણો: હિમેટ્યુરિયા માટે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, વાઇરલ ઇન્ફેક્શન અને ભારે કસરત વગેરે કારણો જવાબદાર હોઈ શકે છે. આ સિવાય પેશાબનું કોઈ પણ ઇન્ફેક્શન, પથરી, પેશાબનો અટકાવ, પ્રોસ્ટેટ કે કિડનીની તકલીફથી લઈને કેન્સર જેવા રોગનું નિદાન આ એક લક્ષણની તપાસમાં થઈ શકે છે.
ઇન્ટરનેટના યુગમાં પણ સંદેશા વ્યવહારની દ્રષ્ટીએ સંકટ સમયની સાંકળ ગણાતો હેમ રેડિયો
પ્રકાર: હિમેટ્યુરિયાને પ્રથમ તબક્કે બે ભાગમાં વહેંચી શકાય છે. તેમાંથી એક છે નરી આંખે દેખાય તેવું (ગ્રોસ) અને બીજું છે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય તેવું માઇક્રોસ્કોપિક. હિમેટ્યુરિયાને બીજી રીતે પણ વર્ણવી શકાય, જેમ કે ઇનિશિયલ, ટર્મિનલ અને ટોટલ.
આ ફળ, રાજાઓ દ્વારાયુવાની ને જાળવી રાખવા માટે ઉપયોગ કરવામાં આવે છે
નિદાન: પેશાબ અને લોહીની તપાસ, સોનોગ્રાફી, એક્સ-રે, સીટી સ્કેન જેવી વિવિધ તપાસને અંતે હિમેટ્યુરિયાનું યોગ્ય નિદાન કરી શકાય છે. ક્યારેક દૂરબીનથી પેશાબના રસ્તાની તપાસ (એન્ડોસ્કોપી) પણ જરૂરી હોય છે. આ બધી તપાસને અંતે યોગ્ય નિદાન થવાથી મોટાભાગના કિસ્સામાં રોગ સંપૂર્ણપણે મટી શકે છે. જો આ લક્ષણને યોગ્ય રીતે ધ્યાનમાં ન લઈએ તો જે તે રોગ વધી શકે છે અને ભવિષ્યમાં તે ખૂબ જ તકલીફ ઊભી કરી શકે છે.
સારવાર: હિમેટ્યુરિયાનું યોગ્ય નિદાન થઈ ગયા પછી ડોક્ટરની સલાહ પ્રમાણે જે તે રોગ સંબંધિત સારવાર કરાવવી જરૂરી છે. જેમ કે દવાને કારણે થયું હોય તો તે દવા બંધ કરવી, પથરીના લીધે હોય તો પથરી કઢાવવી પડે, ઇન્ફેક્શન હોય તો ઇન્ફેક્શનની દવા કરવામાં આવે છે. યોગ્ય નિદાન અને સારવારથી મોટાભાગના કેસમાં હિમેટ્યુરિયા સંપૂર્ણપણે મટાડી શકાય છે. તેથી ગભરાયા વગર ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
હિમેટ્યુરિયાને : પ્રથમ તબક્કે બે ભાગમાં વહેંચી શકાય છે.
1 નરી આંખે દેખાય તેવું
2 માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય તેવું.
- પેશાબ અને લોહીની તપાસ, સોનોગ્રાફી, એક્સરે, સીટી સ્કેન જેવી વિવિધ તપાસને અંતે હીમેટ્યુરિયાનું યોગ્ય નિદાન કરી શકાય છે. ક્યારેક દૂરબીનથી પેશાબના રસ્તાની તપાસ (એન્ડોસ્કોપી) પણ જરૂરી હોય છે
ડુંગરીના કટકાને આ રીતે શરીરના આ ભાગ પર રગડો અને પછી જુવો જે કમાલ થાય….
- કેટલીક સ્થિતિમાં હિમેટ્યુરિયા દવા વગર તેની જાતે જ કંટ્રોલમાં આવી જાય છે. ભારે કસરત, ડિહાઇડ્રેશન, એસ્પિરિન અને લોહી પાતળું કરવાની દવાઓ, કેટલાક ખોરાક જેમ કે, બીટ, રાસબરી, બોર વગેરેને લીધે થયેલુ હિમેટ્યુરિયા ગંભીર નથી અને તેની જાતે જ આ સ્થિતિ કંટ્રોલમાં આવી જતી હોય છે. આ કિસ્સામાં ડોક્ટરને મળવાની જરૂર રહેતી નથી.