કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપીને ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે મુંબઈ પરત ફરી છે. બચ્ચન પરિવાર ગઈકાલે રાત્રે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન ઐશ્વર્યા અને આરાધ્યાએ પણ પાપારાઝીને હસતા પોઝ આપ્યા હતા. ઐશ્વર્યાએ આ વર્ષે કાન્સમાં વિચિત્ર આઉટફિટ્સ પસંદ કર્યા હતા. ફેશનના જાણકાર લોકોને તેનો લુક વધુ પસંદ આવ્યો ના હતા. અભિનેત્રીના ચાહકોને એવી પણ અપેક્ષા હતી કે દર વર્ષની જેમ આ શોમાં પણ ઐશ્વર્યા તેના ડ્રેસથી બધાનું ધ્યાન આકર્ષિત કરશે પરંતુ કાન્સ 2022માં એવું બન્યું નહીં. કાન્સથી ઘરે પરત ફરતી વખતે ઐશ્વર્યા વિશે એવા અહેવાલો છે કે તે ગર્ભવતી છે?
ઐશ્વર્યા રાય બચ્ચન ગર્ભવતી છે!
જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન આ વર્ષે કાન્સમાં રેડ કાર્પેટ પર ચાલતી જોવા મળી હતી, ત્યારે ઘણાને લાગ્યું કે અભિનેત્રી ગર્ભવતી છે. હવે એરપોર્ટ પર તેની હાજરીએ ચાહકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. ચાહકોને લાગે છે કે ઐશ્વર્યા બીજા બાળકનું પ્લાનિંગ કરી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, 'મને લાગે છે કે તે ગર્ભવતી છે.'
ઐશ્વર્યા-અભિષેક આઉટફિટ્સ માટે ટ્રોલ થયા
બચ્ચન પરિવાર એરપોર્ટ પર તેમના આઉટફિટ્સને કારણે ટ્રોલ થયો હતો. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, 'શું ભારતમાં આ દિવસોમાં ખૂબ ઠંડી પડી રહી છે? બચ્ચન પરિવારના કપડાંને લઈને લાગે છે ભારતમાં હિમવર્ષા થઈ રહી છે.
ઐશ્વર્યા આરાધ્યાનો હાથ પકડીને ચાલતી જોવા મળી હતી
આ વખતે પણ ઐશ્વર્યા આરાધ્યાનો હાથ પકડીને ચાલતી જોવા મળી હતી. તેને આમ કરતા જોઈને એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, 'હજુ પણ તમારી દીકરીનો હાથ પકડી રાખવો વિચિત્ર નથી.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'એશ હંમેશા દીકરીનો હાથ કેમ પકડી રાખે છે?'