ફોર્બ્ઝે દર વર્ષની જેમ બિલિયનેર્સની એક યાદી જાહેર કરી છે જેમાં દુનિયાભરના સૌથી અમીર લોકોના નામ શામેલ છે. આ યાદીમાં એક નામ એવુ છે જેને જાણીને દરેક જણ શૉક છે.
ફોર્બ્ઝે દર વર્ષની જેમ બિલિયનેર્સની એક યાદી જાહેર કરી છે જેમાં દુનિયાભરના સૌથી અમીર લોકોના નામ શામેલ છે. આ યાદીમાં એક નામ એવુ છે જેને જાણીને દરેક જણ શૉક છે. હા, કાઈલી જેનર દુનિયાની સૌથી નાની ઉંમરની અબજપતિ બની ગઈ છે. તેમની ઉંમર માત્ર 21 વર્ષ છે. કાઈલીએ ફેસબુકના માલિક ઝકરબર્ગને પછાડી દીધા છે. કાઈલી કૉસ્મેટિક કંપનીની માલિક છે. તેમની કંપની 'કાઈલીકૉસ્મેટિક્સ' 360 મિલિયન ડૉલરનું વેચાણમ કરવામાં સફળ રહી છે. તમે જાણીને ચોંકી જશો કે કાઈલીએ માત્ર ત્રણ વર્ષ પહેલા (વર્ષ 2016)માં પોતાની કંપની સ્ટાર્ટ કરી હતી અને આજે તેમની કંપનીની વેલ્યુ 90 કરોડ ડૉલર આંકવામાં આવી છે.
આ પણ વાંચોઃ વિંગ કમાંડર અભિનંદનની મુક્તિ પર પીએમ મોદીએ તોડ્યુ મૌન, કહી આ મોટી વાત
સેલિબ્રિટી કરે છે કાઈલી કૉસ્મેટિક્સ પ્રોડક્ટ્સનો ઉપયોગ
કાઈલીકૉસ્મેટિક્સની પ્રોડક્ટ ઘણી પસંદ કરવામાં આવે છે. કાઈલીની બ્યુટી પ્રોડક્ટનો યુઝ કરનારામાં ઘણા અબજપતિ અને હોલિવુડ સ્ટાર્સ પણ શામેલ છે. પંજાબી સિંગર દિલજીત દોસાંઝ કાઈલી જેનરના બહુ મોટા ફેન છે.
‘કાઈલી કૉસ્મેટિક્સ' ના 1000થી વધુ સ્ટોર્સ
'કાઈલી કૉસ્મેટિક્સ'ના 1000થી વધુ સ્ટોર્સ છે. તેમની કંપનીએ ગયા વર્ષે 360 મિલિયન અમેરિકી ડૉલરની કમાણી કરી હતી. થોડા સમય પહેલા કાઈલીને દુનિયાની સૌથી નાની ઉંમરની અમીર મહિલાઓમાં શામેલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમને ફોર્બ્ઝ મેગેઝીને પોતાના કવર પેજ પર જગ્યા આપી હતી.
શું કહેવુ છે કાઈલીનું
કાઈલી જેનરે ફોર્બ્ઝ સાથે વાતચીતમાં કહ્યુ, 'મે કોઈ અપેક્ષા નહોતી રાથી. મે ભવિષ્ય પણ જોયુ નહોતુ પરંતુ હવે ઓળખ મળવા પર સારુ લાગી રહ્યુ છે. આ બહુ શાનદાર શાબાશી છે.'
3 વર્ષની ઉંમરમાં ઝુકરબર્ગ બન્યા હતા સૌથી અમીર
કાઈલી જેનરે આ મામલે ફેસબુકના સંસ્થાપર માર્ક ઝુકરબર્ગને પાછળ છોડી દીધા છે કારણકે માર્ક 23 વર્ષની ઉંમરમાં સૌથી ઓછી ઉંમરમાં અબજપતિનો ખિતાબ મેળવી શક્યા હતા. માર્કની કમાણીમાં ઘટાડો આવ્યો છે. ગયા વર્ષની અપેક્ષાએ તેમની કમાણમીમાં 8.7 અબજ ડૉલરની કમાણી છે અને તેમની કમાણી 62.3 અબજ ડૉલર છે. આ વાતની માહિતી ફોર્બ્ઝે આપી છે.
એમેઝોનના માલિક હજુ પણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ
ફોર્બ્ઝ લિસ્ટમાં એમેઝોનના સંસ્થાપક જેફ બીજોસ હજુ પણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્ઝ મુજબ તે 131 અબજ ડૉલરના માલિક છે અને 2018ની અપેક્ષાએ આમાં 1.9 અબજ ડૉલરનો ઉછાળો આવ્યો છે.