લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. IPL 2023ની છઠ્ઠી મેચમાં બંને ટીમો ટકરાશે. યલો આર્મી તેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં 4 વર્ષ બાદ રમી રહી છે. જ્યાં CSKએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે તેની પ્રથમ મેચ હારી છે, ત્યાં લખનૌ સુપર જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ સામે 50 રનની જોરદાર જીત સાથે ઉત્સાહિત છે. ગુજરાત સામે સારો સ્કોર કરવા છતાં CSKનો પરાજય થયો. પ્રથમ મેચમાં ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડ માત્ર 8 રનથી સદી ચૂકી ગયો હતો. ઋતુરાજ લખનૌ સામેની મેચમાં પણ પોતાનું આ જ ફોર્મ ચાલુ રાખવા માંગશે. CSKએ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે લખનૌની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર છે.
તુષાર દેશપાંડેએ આજની મેચમાં 10 બોલની ઓવર નાખી
ચેન્નાઈ સુપર કિંગ્સનો બોલર તુષાર દેશપાંડેએ આજની મેચમાં 10 બોલની ઓવર નાખી હતી. તેણે ઓવરમાં કુલ 18 રન આપ્યા હતા. ચોથી ઓવરમાં પ્રથમ બોલે ડોટ બોલ આપ્યો અને બીજા બોલે 1 રન તેમજ 3જા બોલે 2 રન આપ્યા હતા. ત્યાર બાદ તેણે બે નો બોલ તથા બે વાઇડ બોલ નાખ્યા હતા. પછીના બોલે 4 રન આપી ફરી વાઇડ બોલ નાખ્યો હતો. તેમજ છેલ્લા બે બોલમાં 6 રન આપ્યા હતા.
એક ઓવરમાં 11 બોલ નાખી 17 રન આપ્યા
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે બીજી ઓવર શાનદાર હતી. આ ઓવરમાં 17 રન આવ્યા હતા. આવેશ ખાને તેની ઓવરમાં કુલ 17 રન આપ્યા હતા. તે પોતાની લાઇનથી ભટકતો જોવા મળ્યો હતો. ચેન્નાઈના બંને ઓપનર આજે લયમાં જોવા મળી રહ્યા છે. આવેશ ખાને બીજી ઓવરમાં પ્રથમ બોલે પાંચ વખત વાઇડ બોલ નાખ્યા હતા. ત્યારબાદ 3 રન આપી એક ડોટ બોલ આપ્યો અને બે બોલમાં બે ચોગ્ગા આપ્યા હતા. તે પછી ફરી એક ડોટ બોલ આપ્યા અને છેલ્લા બોલે એક રન આપી એક ઓવરમાં 11 બોલ નાખી 17 રન આપ્યા હતા.
LSGએ ટોસ જીતી અને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
IPL 2023માં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટક્કરમાં ટોસ જીતીને LSGએ ટોસ જીતી અને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ધમાકેદાર શરૂઆત બાદ ચેન્નાઈએ લખનૌની ટીમને 218 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટને ચેઝ કરવા માટે લખનૌની ટીમ મેદાને ઉતારી છે. કેએલ રાહુલ અને કાયલ મેયર્સ ઓપનિંગ કરવા આવ્યા છે. મેયર્સ આવતા વેત એગ્રેસીવ બેટિંગ કરી રહ્યા છે. ચોથી ઓવર પૂરી થવા સુધીમાં મેયર્સની હાફ સેન્ચુરી પૂરી થઈ હતી અને લખનૌ મજબૂત સ્થિતિમાં આવ્યું હતું.
પ્લેઇંગ ઇલેવન
ચેન્નાઈ સુપર કિંગ્સ - ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન/ વિલેટ કીપર), શિવમ દુબે, મિશેલ સેન્ટનર, દીપક ચહર, આરએસ હેંગરગેકર.
લખનૌ સુપર જાયન્ટ્સ - કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, માર્ક વૂડ, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, આવેશ ખાન.