દિલ્હી કેપિટલ્સની ટીમ હજુ પણ ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં પહેલી જીતની રાહ જોઈ રહી છે. 5 મેચ રમ્યા બાદ પણ તેની જીતનું ખાતું નથી ખુલ્યું. આ ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. કુલ 5 મેચ રમ્યા બાદ પણ ટીમ પોતાની પહેલી જીત માટે તલપાપડ થઈ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સ સાથેની હાર બાદ ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ અને ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સ અને આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે દિલ્હીની ટીમને હરાવી છે. બેંગ્લોરની વાત કરીએ તો પહેલી મેચમાં ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે 8 વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી. આ પછી કોલકાતા નાઈટ રાઈડર્સે અને પછી ગુજરાત ટાઈટન્સને રોમાંચક મેચમાં પરાજય આપ્યો. જ્યારે આજે બેંગ્લોરે દિલ્હી સામે 23 રનથી જીત હાંસલ કરી. આજે ઈન્ડિયન પ્રીમિયર લીગની 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો યોજાયો હતો. દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને બેંગ્લોર સામે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોવમેન પોવેલની જગ્યાએ મિચેલ માર્શે દિલ્હીની ટીમમાં સ્થાન મેળવ્યું છે. બીજી તરફ બેંગ્લોરની ટીમે ડેવિડ વિલીના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં વનિન્દુ હસરંગાને સામેલ કર્યો છે. 20 ઓવર પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 6 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા છે. દિલ્હીની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે માત્ર 53 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર 19 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હી 9 વિકેટના નુકસાન પર 151 રનના સ્કોર સુધી જ પહોંચી શકી હતી.
દિલ્હી કેપિટલ્સની ઈનિંગ
ઓવર 20: દિલ્હી કેપિટલ્સને સતત પાંચમી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બેંગ્લોરમાં રમાયેલી મેચમાં આરસીબીએ તેને 23 રનથી હરાવ્યું. 175 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ 9 વિકેટે 151 રન જ બનાવી શકી હતી.
ઓવર 19: દિલ્હીએ આ ઓવરમાં 9 રન બનાવ્યા. 9 વિકેટના નુકસાન પર ટીમનો કુલ સ્કોર 139 રન થયો.
ઓવર 18: દિલ્હી કેપિટલ્સે આ ઓવરમાં 7 રન લીધા. હાલ એનરિચ નોરખિયા 6 બોલમાં 9 રન અને કુલદીપ યાદવ 2 બોલમાં 1 રન બનાવીને ક્રીઝ પર છે.
ઓવર 17: દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 18 બોલમાં 52 રનની જરૂર છે. 17મી ઓવર નાખવા માટે હર્ષલ પટેલ આવ્યો હતો. તેની ઓવરમાં અમન હકીમ ખાને એક ચોગ્ગો, બે ડબલ અને 3 સિંગલ રન લીધા.
ઓવર 16: દિ���્હી કેપિટલ્સની 8મી વિકેટ પડી. લલિત યાદવ 7 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હીએ 16 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 25 બોલમાં 65 રનની જરૂર છે.
ઓવર 15: એક પછી એક વિકેટ પડતા મેચ પરથી દિલ્હીની પકડ નબળી થઈ. 15 ઓવર બાદ ટીમનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 108 રન. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 30 બોલમાં 67 રનની જરૂર છે.
ઓવર 15: એક પછી એક વિકેટ પડતા મેચ પરથી દિલ્હીની પકડ નબળી થઈ. 15 ઓવર બાદ ટીમનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 108 રન.
ઓવર 14: મનીષ પાંડે શાનદાર અડધી સદી બાદ આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો. તેને હસરંગાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. મનીષ 38 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હીને જીતવા માટે 36 બોલમાં 77 રનની જરૂર છે. ટીમે 14 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા હતા.
ઓવર 13: દિલ્હી કેપિટલ્સની છઠ્ઠી વિકેટ પડી. અક્ષર પટેલ 14 બોલમાં 21 રન બનાવીને વિજય કુમારના હાથે આઉટ થયો હતો. દિલ્હીએ 13મી ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા.
ઓવર 12: દિલ્હી કેપિટલ્સે 12 ઓવર પછી 5 વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 48 બોલમાં 99 રનની જરૂર છે. મનીષ પાંડે 29 બોલમાં 33 રન બનાવીને રમી રહ્યો છે. અક્ષર પટેલ 17 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 11: અક્ષર પટેલે સંભાળી ટીમની કમાન. આ ઓવરમાં ફટકાર્યા 2 ચોગ્ગા. સ્કોર 5 વિકેટના નુકસાને 70 રન.
ઓવર 10: દિલ્હી કેપિટલ્સે 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 60 બોલમાં 118 રનની જરૂર છે. મનીષ પાંડે 30 રન બનાવીને રમી રહ્યો છે. અક્ષર પટેલે 2 રન બનાવ્યા છે.
ઓવર 9: દિલ્હી કેપિટલ્સની પાંચમી વિકેટ પડી. અભિષેક પોરેલ 8 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલ પટેલે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. દિલ્હીએ 9 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 53 રન બનાવ્યા હતા.
ઓવર 8: આ ઓવરમાં માત્ર એક બાઉન્ડ્રી મળી. સ્કોર 4 વિકેટના નુકસાને 51 રન બન્યા. મનીષ પાંડે અને અભિષેક પોરેલ ક્રીઝ પર.
ઓવર 7: દિલ્હી કેપિટલ્સે 7 ઓવર બાદ 43 રન બનાવ્યા હતા. મનીષ પાંડેએ 16 બોલમાં 20 રન બનાવ્યા છે. અભિષેક પોરેલ 3 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 6: દિલ્હી કેપિટલ્સની ચોથી વિકેટ પડી. કેપ્ટન ડેવિડ વોર્નર 13 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. વિજય કુમારે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. વિરાટ કોહલીએ વોર્નરનો કેચ લીધો હતો.
ઓવર 5: દિલ્હી કેપિટલ્સે 5 ઓવર પછી 25 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નર 10 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા છે. મનીષ પાંડે 9 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.
ઓવર 4: દિલ્હી કેપિટલ્સે 4 ઓવર બાદ 3 વિકેટ ગુમાવીને 12 રન બનાવ્યા હતા. મનીષ પાંડે 1 ફોરની મદદથી 8 રન બનાવીને રમી રહ્યો છે. ડેવિડ વોર્નરે 3 રન બનાવ્યા છે.
ઓવર 3: દિલ્હી કેપિટલ્સે 3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 4 રન બનાવ્યા હતા. મનીષ પાંડે 2 રન અને ડેવિડ વોર્નર 1 રન બનાવીને રમી રહ્યો છે. ટીમને જીતવા માટે 171 રનની જરૂર છે.
ઓવર 2: બીજી ઓવરમાં 2 રનમાં 2 વિકેટ પડી. દિલ્હી કેપિટલ્સની બીજી વિકેટ મિચેલ માર્શના રૂપમાં પડી. તે પણ શૂન્ય પર આઉટ થયો હતો. માર્શને પરનેલે શિકાર બનાવ્યો હતો. વિરાટ કોહલીએ માર્શનો કેચ પકડ્યો હતો. દિલ્હીએ માત્ર 1 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી છે.
ઓવર 1: પહેલી ઓવરમાં 1 રનમાં 1 વિકેટ પડી. ડેવિડ વોર્નર અને પૃથ્વી શો દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન પૃથ્વી શૉ ખાતું ખોલ્યા વિના શૂન્ય પર આઉટ થયો હતો. તે અનુજ રાવતના હાથે રનઆઉટ થયો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઈનિંગ
ઓવર 20: આરસીબીએ દિલ્હીને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે વિરાટ કોહલીએ 34 બોલમાં 50 રન બનાવ્યા હતા. મેક્સવેલે 14 બોલમાં 24 રન બનાવ્યા હતા. શાહબાઝ 12 બોલમાં 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. અનુજ રાવત 15 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ રીતે RCBએ 20 ઓવરમાં 174 રન બનાવ્યા હતા.
ઓવર 19: આરસીબીએ 19 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. શાહબાઝ અહેમદ 9 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. અનુજ રાવતે 19 બોલમાં 13 રન બનાવ્યા છે.
ઓવર 18: આરસીબીનો સ્કોર 150 રનને પાર કરી ગયો છે. ટીમે 18 ઓવર બાદ 6 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. અનુજ રાવતે 11 રન અને શાહબાદે 7 રન બનાવ્યા હતા.
ઓવર 17: આરસીબીએ 17 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. અનુજ રાવત 4 રન અને શાહબાઝ અહેમદ 7 રન બનાવીને રમી રહ્યા છે.
ઓવર 16: આ ઓવરમાં માત્ર સિંગલ્સ જ મળી શક્યા. છેલ્લી બોલમાં શાહબાઝે ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં 7 રન ઉમેરાયા.
ઓવર 15: આરસીબીએ 15 ઓવર બાદ 6 વિકેટ ગુમ���વીને 134 રન બનાવ્યા હતા. ટીમ માટે અનુજ રાવત અને શાહબાઝ અહેમદ ક્રીઝ પર છે. આ બંને ખેલાડીઓએ હજુ ખાતું ખોલાવ્યું નથી. દિલ્હી તરફથી કુલદીપ અને માર્શે 2-2 વિકેટ લીધી છે. અક્ષર અને લલિતે એક-એક વિકેટ લીધી છે.
ઓવર 14: આરસીબીની ચોથી વિકેટ પડી. હર્ષલ પટેલ 6 રન બનાવીને આઉટ થયો હતો. ટીમે 14 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા છે. હર્ષલના આઉટ થયા બાદ શાહબાઝ બેટિંગ કરવા આવ્યો છે. મેક્સવેલે 13 બોલમાં 24 રન બનાવ્યા છે.
ઓવર 13: આરસીબીની ત્રીજી વિકેટ પડી. મહિપાલ લોમરોર 18 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 સિક્સર ફટકારી હતી. મિચેલ માર્શે મહિપાલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ઓવર 12: આરસીબીએ 12 ઓવર પછી 110 રન બનાવ્યા હતા. મેક્સવેલ 7 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. મહિપાલ લોમરોરે 16 બોલમાં 20 રન બનાવ્યા છે. દિલ્હી તરફથી લલિત યાદવ અને મિશેલ માર્શે એક-એક વિકેટ લીધી હતી.
ઓવર 11: RCB તરફથી કોહલીના આઉટ થયા બાદ મેક્સવેલ બેટિંગ કરવા આવ્યો છે. આવતાની સાથે જ તેણે ધમાકેદાર બેટિંગ શરૂ કરી. મેક્સવેલે 11મી ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી તેણે છઠ્ઠા બોલ પર સિક્સર પણ ફટકારી હતી. આ રીતે RCBએ 11મી ઓવરમાં 14 રન બનાવ્યા. ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાન સાથે 103 રન થઈ ગયો છે.
ઓવર 10: વિરાટ કોહલીએ IPL કરિયરની 47મી અડધી સદી પૂરી કરી. તે 33 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 50 રનની ઇનિંગ રમી રહ્યો છે. આરસીબીએ 10 ઓવરમાં 83 રન બનાવ્યા છે. બેંગ્લોરની બીજી વિકેટ પડી. વિરાટ કોહલી અડધી સદીની ઇનિંગ બાદ આઉટ થયો હતો.
ઓવર 9: આરસીબીએ 9 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 70 રન બનાવ્યા હતા. કોહલી 29 બોલમાં 38 રન અને મહિપાલ 8 રન બનાવીને રમી રહ્યો છે. કુલદીપ યાદવે 2 ઓવરમાં 16 રન આપ્યા છે. જ્યારે મુસ્તફિઝુર રહેમાને 1 ઓવરમાં 10 રન આપ્યા છે.
ઓવર 8: ડુપ્લેસીસના આઉટ થયા બાદ રન બનાવવાની ગતિ ધીમી પડી ગઈ છે. આરસીબીએ 8 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા હતા. કોહલીએ 25 બોલમાં 31 રન બનાવ્યા છે. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા છે. લોમરોર 6 રન બનાવીને રમી રહ્યો છે.
ઓવર 7: 7મી ઓવર સુધી બેંગ્લોરે 1 વિકેટ ગુમાવીને 54 રન બનાવી લીધા છે. હાલ કોહલીની શાનદાર બેટિંગ જોવા મળી રહી છે.
ઓવર 6: બેંગ્લોરે 6 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 47 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી લલિત યાદવે સારી બોલિંગ કરી હતી. તેણે છઠ્ઠી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. કોહલી 21 રન અને લોમરોર 3 રન બનાવીને ક્રીઝ પર છે.
ઓવર 5: આરસીબીએ 5 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 43 રન બનાવ્યા. વિરાટ કોહલી 13 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યો છે. મહિપાલ લોમરોર 1 રન બનાવીને ક્રીઝ પર છે. માર્શે દિલ્હીને પહેલી સફળતા અપાવી છે. તેણે છેલ્લી ઓવરમાં ડુપ્લેસીસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ઓવર 4: બેંગ્લોરે 4 ઓવર પછી કોઈ નુકસાન વિના 33 રન બનાવી લીધા છે. ડુપ્લેસીસ 14 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 18 રને રમી રહ્યો છે. કોહલીએ 10 બોલમાં 14 રન બનાવ્યા છે. દિલ્હીનો કોઈ બોલર હજુ સુધી વિકેટ લઈ શક્યો નથી.
ઓવર 3: આરસીબીએ 3 ઓવરમાં 26 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 9 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો છે. ડુપ્લેસીસે 9 બોલમાં 12 રન બનાવ્યા છે.
ઓવર 2: આરસીબીએ 2 ઓવર પછી 16 રન બનાવ્યા હતા. કોહલી 12 અને ડુપ્લેસીસ 3 રન બનાવીને રમી રહ્યો છે. દિલ્હી માટે અક્ષર પટેલે બીજી ઓવર નાખી. આ ઓવરમાં તેણે 5 રન આપ્યા હતા.
ઓવર 1: આરસીબીએ ઝડપી શરૂઆત કરી અને પહેલી ઓવરમાં 11 રન બનાવ્યા. કોહલી 5 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 9 રન બનાવીને રમી રહ્યો છે. ડુપ્લેસીસ એક રન બનાવીને રમી રહ્યો છે.
આરસીબી માટે કોહલી અને ડુપ્લેસિસ ઓપનિંગ કરી રહ્યા છે
મુકાબલાની શરૂઆત થઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસ ઓપનિંગ કરવા આવ્યા છે. જ્યારે દિલ્હી કેપિટ્સ ને નોરખિયાને પહેલી ઓવર સોંપવામાં આવી છે.
દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચમાં ટીમ એક ફેરફાર સાથે આવી છે. મિશેલ માર્શ વાપસી કરી રહ્યો છે.
બંને ટીમોમાં 1-1નો ફેરફાર
મિચેલ માર્શે રોવમેન પોવેલની જગ્યાએ દિલ્હી કેપિટલ્સ ટીમમાં સ્થાન મેળવ્યું છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ડેવિડ વિલીના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં વનિન્દુ હસરંગાને સામેલ કર્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઈંગ ઈલેવન)
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કપ્તાન), મહિપાલ લોમર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશક (ડેબ્યૂટન્ટ)
દિલ્હી કેપિટલ્સ (પ્લેઈંગ ઈલેવન)
ડેવિડ વોર્નર (કપ્તાન), મિચેલ માર્શ, યશ ધુલ, મનીષ પાંડે, અક્ષર પટેલ, અમન હકીમ ખાન, લલિત યાદવ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કુલદીપ યાદવ, એનરિક નોરખિયા, મુસ્તાફિઝુર રહેમાન