મહિલા પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન આગળ વધારતા સતત ચોથી મેચ જીતી ટોપનું સ્થાન વધુ મજબુત બનાવ્યું હતું. યુપી વોરિયર્સ સામને મુકાબલામાં જીતવા માટે મળેલા 160 રનના ટાર્ગેટને મુંબઈ ઇન્ડિયન્સે માત્ર બે વિકેટ ગુમાવી હાંસલ કરી લીધી હતો. મુંબઈ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 53 રન ફટકાર્યા હતા, સાથે જ નેટ સાયવર-બ્રન્ટે 45 અને યાસ્તિકા ભાટિયાએ 42 રનનું યોગદાન આપ્યું હતું. યુપી વોરિયર્સની સોફી એક્લેસ્ટોન અને રાજેશ્વરી ગાયકવાડને એક-એક વિકેટ મળી હતી.
મુંબઈને જીતવા 160 રનનો ટાર્ગેટ
WPLમાં મુંબઈ સામે યુપીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા હતા અને મુંબઈને જીતવા 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યુપી વોરિયર્સ તરફથી એલિસા હીલી-તાહલિયા નિર્ધારિત મેકગ્રાએ ફિફ્ટી ફટકારી હતી જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી સાયકા ઇશાકે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
યુપીએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી
મહિલા પ્રિમિયર લીગમાં આજે નવમાં દિવસે મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વોરિયર્સની ટક્કર. બંને ટીમો પહેલીવાર WPLમાં સામ-સામે છે. આજે WPLમાં દસમાં મુકાબલા પહેલા બંને ટીમની કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં યુપીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને મુંબઈને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
પોઈન્ટ ટેબલમાં મુંબઈ ટોપ પર
WPL પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ત્રણ મેચમાં ત્રણ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સ ટોપ પર છે જ્યારે ચાર મેચમાં ત્રણ જીત અને એક હાર સાથે દિલ્હી કેપિટલ્સની બીજા સ્થાને છે. યુપી વોરિયર્સ બે જીત અને એક હાર સાથે ત્રીજા ક્રમે છે. ગુજરાત એક જીત સાથે ચોથા ક્રમે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાલત સૌથી ખરાબ છે અને ચાર મેચમાં ચાર હાર સાથે ટીમ છેલ્લા એટલે કે પાંચમાં ક્રમે છે.
બંને ટીમની પ્લેઇંગ 11:
યુપી વોરિયર્સ:
દેવિકા વૈદ્ય, એલિસા હીલી (કેપ્ટન અને વિકેટકીપર), શ્વેતા સેહરાવત, કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, સિમરન શેખ, સોફી એક્લેસ્ટોન, શબનીમ ઈસ્માઈલ, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ
મુંબઈ ઇન્ડિયન્સ :
યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ધારા ગુર્જર, એમેલિયા કેર, ઇસી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઇશાક