5 મે 2019ના રોજ `વર્લ્ડ લાફ્ટર ડે' (વિશ્વ હાસ્ય દિવસ) ના સેલિબ્રેશનને 21 વર્ષ પૂર્ણ થયા છે. 1998માં પહેલી વખત ડો. મદન કટારિયાએ વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી શરૂ કરી હતી. મુંબઇ રહેવાસી વૈશ્વિક હાસ્ય યોગ આંદોલનના પ્રણેતા ડો. કટારિયા ઇચ્છે છે કે દુનિયાની દરેક વ્યક્તિ ખૂબ જ હસે. આજે ભારત સહિત દુનિયામાં 108 દેશોમાં લાફ્ટર ક્લબ ખૂલી છે. 25 હજારથી વધારે સ્ટુડન્ટ્સના ગુરુ ડો. કટારિયાની આ હસવાની પાઠશાળામાં તેઓ ફી લેતા નથી. તેમનું કહેવું છે કે, `તમે જે કામ કરી કહ્યાં છો, તે મોટું છે તો દુનિયામાં તમારુ નામ હંમેશાં રહેશે. હું તો દરેક વ્યક્તિને હસતી જોવા માગું છું. તેથી જ વિશ્વ હાસ્ય દિવસ પર અમે સારા સ્વાસ્થ્ય, મનની ખુશી અને વિશ્વ શાંતિની થીમને આગળ વધારીએ છીએ.'
ઈન્ટરવ્યૂમાં તમને પૂછયું કે અત્યારે ચુંટણીનો માહોલ છે, તો તમે કયા નેતાને હસાવા માગો છો? ડો. કટારિયાએ કહ્યું- `અત્યારના માહોલને જોઇને એક વખત મોદીજીને ખડખડાટ હસાવવા માગું છું. મેં જોયું છે કે અમારા પીએમ યોગ તો સારો કરે છે, પરંતુ ખૂલીને હસતા નથી, મને લાગે છે કે તેમનો પરિચય હાસ્ય યોગની શક્તિ સાથે કરાવો જોઇએ.'
હાર્ટના ડોક્ટર હાસ્ય ગુરુ કેવી રીતે બની ગયા?
ડો. કટારિયા: 1998ની વાત છે, જ્યારે હું મુંબઇ ખાતે લોખંડવાલામાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો, તે સાથે લોકોમાં સ્વાસ્થ માટે જાગૃતિ લાવવા 'મેરા ડૉક્ટર' નામનું મેગેઝિન ચલાવતો હતો. તે દિવસો મારા દિવસોમાં મારા જીવનમાં પણ ઘણા તણાવ અને સંઘર્ષ ચાલી રહ્યો હતો. તેથી મેં મેગેઝિનમાં તણાવ વિષયને ધ્યાનમાં રાખીને એક સિરીઝ શરૂ કરી હતી. એક દિવસ રાત્રીના સમયે મેં એક વિષય પર ખૂબ જ રિસર્ચ કર્યું, તે દ્વારા જાણવા મળ્યું કે, હાસ્ય તણાવ ઓછો કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે, અને
13-14 પેજનો આર્ટિકલ લખ્યો. બીજા દિવસે સવારે 4 વાગે ઊઠી ગયો અને વિચાર્યું કે હસવા માટે એક લાફ્ટર ખોલું? આ જ તે સમય હતો જ્યારે મને વિચાર આવ્યો જ્યારે મને લાફ્ટર થેરાપીનો વિચાર આવ્યો હતો. તે જ દિવસે મેં મારી પત્ની માધુરી અને મારા મોર્નિંગ વોકના મિત્રોની સાથે મળીને ઘર પાસે આવેલા ગાર્ડનમાં શરૂઆત કરી. પહેલાં મેં એક જોક કહ્યો ત્યારથી હસવાની સફર શરૂ થઈ ગઈ.
બીજા દિવસે 15-16 લોકો આવ્યાં અને અઠવાડિયામાં 50થી વધુ લોકો અમારી સાથે જોડાયા. પરંતુ સમય જતાં અમારી પાસે જોક્સનો સ્ટોક ખતમ થવા લાગ્યો હતો. લોકો પૂછવા લાગ્યા કે, હવે શું કરશો?, ક્લબ બંધ કરશો? તો મેં કહ્યું, ના મને એક દિવસનો સમય આપો. બીજા દિવસે મેં જોક્સ વિના ખોટું હસવાનો પ્રયોગ કર્યો.
ખોટું હસવાનો આઇડિયા મને એક રિસર્ચ દ્વારા મળ્યો કે,'તમે ખોટું હસો છો કે સાચું હસો છો તેનાથી તમારા શરીરને કોઇ ફરક પડતો નથી. ફક્ત તમને હસવાનું મન થઇ શકે છે. હાસ્ય ચેપી છે, જો એક વ્યક્તિ હસતી હોય તો બીજી વ્યક્તિ હસે જ છે.'
હાસ્ય એક અસરકારક દવા
ડો. કટારિયાઃ જ્યારે હું હાસ્ય પર રિસર્ચ કરી રહ્યો હતો, ત્યારે મને જાણવા મળ્યું કે, આપણે બે રીતે ખુશ થઇએ છીએ. એક અંદરથી અને બહારથી. આ બંનેમાં અંદરની ખુશી લાંબા ગાળાની હોય છે, તો તે જ ખુશીને હસીને વધારી શકાય છે. હું કહું છું- પીસ ઇનસાઇડ, પીસ આઉટસાઇડ.
મારો અનુભવ કહે છે કે હાસ્ય અસરકારક દવા છે. હકીકતમાં હાસ્ય અને સ્વાસ્થ સાથે જોડાયેલી એક વાત કરું, આંધ્રપ્રદેશમાં વિશ્વમોહન નામના એક વ્યક્તિ હતા. તે હાસ્ય યોગથી જોડાયા પહેલાં તેમને લગભગ દરેક પ્રકારની બીમારી હતી, અને તે હસનાર વ્યક્તિઓથી ખૂબ જ ચીડાતા હતા. એક વખત મારા લાફ્ટર ક્લબના મેમ્બરે તેમને અમારા ક્લબમાં બોલાવ્યા, તો તે શરૂઆતમાં તો મન વિના આવતા હતા, પરંતુ ક્લબમાં આવ્યાં બાદ છેલ્લાં 20 વર્ષમાં જે બદલાવ ન આવ્યો તે બદલાવ છ
મહિનામાં જ દેખાવા લાગ્યો. તેમની હેલ્થ વધુ સારી થતી ગઇ. તે રોજ ઘણી દવાઓ લેતા હતા, પરંતુ છેલ્લા છ મહિના બાદ તેમની દવાઓની સંખ્યામાં ઘટાડો થતો ગયો.
એક કિસ્સો અમેરિકાનો હતો, એક મહિલા દર મહિને 28 હજાર રૂપિયાની એન્ટી-ડિપ્રેશનની ગોળીઓ ખાઈ રહી હતી. હાસ્ય રોગ નિયમિત રીતે કર્યા બાદ 3 મહિનામાં જ બધી ગોળીઓ બંધ કરી.
હાસ્યને યોગ સાથે જોડવાનો વિચાર કેવી રીતે આવ્યો?
ડો. કટારિયાઃ જ્યારે આપણું હાસ્ય બનાવટીથી અસલી હાસ્ય સુધીનો પ્રયોગ સફળ થઇ જાય ત્યારે અમે હાસ્યના વ્યાયામ બનાવાનું શરૂ કર્યું. હકીકતમાં હાસ્ય એક બ્રીધિંગ એક્સર્સાઇઝ છે. યોગગુરુ અનુસાર, આસન કરતી વખતે હવા અંદર જાય છે, તેનાથી બમણાં પ્રમાણમાં બહાર નીકળે છે, કારણ કે આપણા ફેફસાંમાં રેસિડ્યુઅલ હવા પણ હોય છે.
અમે શ્વાસ અને હાસ્યનો પ્રયોગ શરૂ કર્યો. લાંબા શ્વાસને ભાગ કરીને વચ્ચે વચ્ચે વિચિત્ર ચહેરા બનાવ્યાં હતાં. ઘણા પ્રાણીઓની નકલ કરી અને રસપ્રદ નામ પણ આપ્યાં જેમ કે- સાઇલેન્ટ હાસ્ય, કોકટેલ હાસ્ય, સિંહનું હાસ્ય, બાળકનું હાસ્ય, રસગુલ્લા હાસ્ય, એક મીટર હાસ્ય વગેરે...રોજ 15થી 40 મિનિટ સુઘી હાસ્ય આસન કરવાથી હાસ્ય પ્રાણાયમ બની જાય છે. અમે એક મહિનામાં મુંબઇ ખાતે 16 ક્લબ શરૂ કર્યાં છે. ત્યાર બાદ આવનારા 5 વર્ષ દેશભરમાં પ્રવાસ કરીશું અને ત્યાં પણ લાફ્ટર ક્લબ શરૂ કરીશું.
1999માં અમેરિકા અને યુરોપમાં લાફ્ટર ક્લબ શરૂ કર્યા, પરંતુ ફક્ત ભારતમાં જ 10 હજારથી વધુ લાફ્ટર ક્લબ સારી રીતે ચાલી રહ્યાં છે.
આપણે જો દિવસ દરમિયાન ન હસીએ તો નુકસાન થાય?
ડો કટારિયાઃ હાં, આ ફક્ત વિચાર છે કે આપણે હસી શકતા નથી અને તેથી જ હાસ્ય યોગની ઉપયોગ કરવાની જરૂર પડે છે. તણાવ આપણા હાસ્યને હણી લે છે. લગભગ 70 ટકા લોકો ન હસવાના કારણે તણાવના શિકાર બને છે. તેથી જ હું કહું છું કે જ્યારે પણ લાહવો મળે ત્યારે મન ભરીને હસી લેવું જોઇએ. હું મારા અનુભવ પરથી કહું છું કે, નિયમિત હસવાના કારણે મારા શરીરમાં ગજબની ઇમ્યૂનિટી વધી છે, મને છેલ્લાં 25 વર્ષથી ખાંસી- ઉધરસ થઇ નથી.
હસવાનું દરેકને ગમે છે, પરંતુ કોઇ એવી સિસ્ટમ નથી કે હસવા માટે તેને એક્ટિવ કરવી પડે! તમારે ફક્ત 30 મિનિટ અલગ-અલગ રીતે હસવાનું છે, તમે જોશો કે દિવસ દરમિયાન તમારી એનર્જીમાં વધારો થશે.