સુરત: સુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા મંદિર અને દરગાહનું ડિમોલિશન કરાયું છે. રીંગરોડ સહારા દરવાજા પાસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાએ કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રે 11.30 વાગ્યે મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલિશન કરાયું હતું. રિંગ રોડ પર આવેલા મંદિર, દરગાહને દૂર કરાયા છે.
મંદિર અને દરગાહનું ડિમોલિશન કરાયું
ગઇકાલે રાત્રે સુરત મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશન પ્રક્રિયામાં રેલવે સ્ટેશનથી કાપડ માર્કેટના દબાણ દૂર કરાયા હતા. અહીં ઓવરબ્રિજ પાસે જ કાળી માતાનું મંદિરનું હતું. બ્રિજ ચડવાના એપ્રોચ પર મંદિર હતું. જોકે, મનપાએ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ સુરત મનપાએ દબાણો દૂર કર્યા હતા. જાહેર રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરાયા હતા. મનપા કમિશનર શાલિની અગ્રવાલના માસ્ટર પ્લાન હેઠળ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
રાત્રે 11.30 કલાકે ડિમોલિશેન હાથ ધરાયું
સુરત મહાનગર પાલિકા પોલીસ સાથે મળીને મંદિર અને દરગાહ ડિમોલિશન કર્યું છે. સુરતના રીંગરોડ સહારા દરવાજા પાસે વર્ષો જૂની બીબી અમ્માની અને હાજી યુસુફની દરગાહ તેમજ મા કાળીનાં મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાત્રે 11.30 કલાકે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે દરગાહના મુજાવર અને મંદિરના સંચાલકોને ડિટેઇન કરીને મધ્યરાત્રિએ ડિમોલિશનની કામગીરી કરી હતી.
રસ્તો બનાવી પોલીસ ખડકી દેવાઇ
સુરતના રીંગરોડ સહારા દરવાજા પાસે વર્ષો જૂની દરગાહ અને મંદિરનું રાતોરાત ડિમોલિશન કરી ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ રસ્તો પણ બનાવી દીધો છે. મહાનગર પાલિકાએ પોલીસ સાથે મળીને મંદિર અને દરગાહ ડિમોલેશન કર્યું છે. સાથે જ તંત્ર દ્વારા રાતોરાત ડામરનો રોડ બનાવી પોલીસ ખડકી દેવામાં આવી છે.