એક વર્ષમાં એક મિલિયનથી પણ વધુ 18થી 20 વર્ષના યુવાનોને તબીબોએ માનસિક આરોગ્યની ગોળીઓ આપી હોવાના અહેવાલ છે. એન્ટિ ડિપ્રેશનના યુવાન દર્દીઓમાં વીસ ટકાનો વધારો નોંધાયો છે. આ વય જૂથમાંથી નવમાંથી એક અસ્વસ્થતા અથવા બાય પોલારની સારવાર માટે દવાઓ લઈ રહ્યા છે. જેમાંના મોટાભાગના યુવાનોને સૌથી વધારે આત્મહત્યાના વિચારો આવતા હોવાની ફરિયાદ છે.
બ્રિટિશ દસ્તાવેજી ચેનલ 4ના અહેવાલ મુજબ ગયા વર્ષે 18થી વીસ વર્ષની વયના દસ મિલિયનથી વધારે યુવાનોને એન્ટિ ડિપ્રેશનની સારવારનું સૂચન કરાયું હતું. સરકારી આંકડા મુજબ ત્રણ વર્ષમાં આ દવા લેનારાઓની સંખ્યામાં વીસ ટકાનો વધારો નોંધાયો છે. આ વય જૂથમાંના નવ વ્યક્તિમાંની એકને ચિંતા અને બાય-પોલાર ડિસઓર્ડર જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
મોટાભાગના દરદીઓને એન્ટિ ડિપ્રેશનની દવાની સકારાત્મક અસર થઈ રહી છે પણ જ્યારે આત્મહત્યાના આવતા વિચારો માટે અપાતી દવાથી યુવાનોને ભારે માત્રામાં અપાતા ડોઝને પગલે મૃત્યુનું જોખમ તોળાઈ રહ્યું છે. સંશોધક કર્તા તબીબ એસ જેમ્સ ડેવિસ મુજબ એન્ટિ ડિપ્રેશનની દવાઓ યુવાનો માટે સકારાત્મક તેમજ ઉંમર સાથે વિપરીત પરિણામો આપી શકે એમ છે. તેના લક્ષણો ગંભીર છે. 30 વર્ષથી ઓછી વયના યુવાનોમાં માનસિક બીમારીની ઘટનાઓ પાંચમાંથી એકને થઈ રહી છે. જે ચિંતાજનક વાત હોવાનું ડેવિસે જણાવ્યું હતું.