Home Remedies for High Blood Sugar: ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ અચાનક વધી જાય તો તે ચિંતાજનક સ્થિતિ હોય છે. બ્લડ સુગર વધી જાય તો ડાયાબિટીસના દર્દીઓને ઘણી બધી સમસ્યા થઈ શકે છે. આહારમાં ફેરફાર થવાના કારણે ઘણી વખત બ્લડ સુગર વધી જતું હોય છે. આ સ્થિતિમાં તમે ઘરે કેટલાક સરળ ઉપાય કરીને ડાયાબિટીસમાં બ્લડ સુગરને કંટ્રોલ કરી શકો છો.
સ્પોર્ટ્સ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે જો ડાયાબિટીસના દર્દીઓ લંચ કે ડિનર કર્યા પછી 5 મિનિટ ચાલે તો તેમનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જમ્યા પછી લાંબો સમય બેસી રહેવાને બદલે ઊભા રહેવા અને ચાલવા જેવી હળવી શારીરિક પ્રવૃત્તિઓ શરીરમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધારે છે, જેના કારણે બ્લડ સુગર લેવલ હંમેશા નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત જમ્યા પછી ચાલવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે, સાથે જ તે આપણા હૃદયને પણ સ્વસ્થ રાખે છે.
બ્લડ શુગર જો વધી ગયું હોય તો વ્યક્તિને અચાનક થાક લાગે છે અને માથાનો દુખાવો થવા લાગે છે. આ સિવાય ધૂંધળું દેખાય છે અને શ્વાસની સમસ્યાઓ પણ થાય છે. આવા લક્ષણ જણાય તો તુરંત જ બ્લડ શુગર ચેક કરવું જોઈએ અને જો શુગર વધારે હોય તો આ પ્રકારના ઉપાય કરી શકાય છે.
એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન સી થી ભરપુર આમળાનું જ્યુસ પીવાથી ડાયાબિટીસમાં બ્લડ શુગરને મેનેજ કરવું સરળ થાય છે આમળાનું જ્યુસ પી લેવાથી બ્લડ સુગર કંટ્રોલમાં આવી શકે છે
જો કોઈ વ્યક્તિનું બ્લડ શુગર લેવલ નિયમિત રીતે વધારે રહેતું હોય તો તેને સવારના સમયે ખાલી પેટ મેથીનું પાણી પીવું જોઈએ મેથીનું પાણી પીવાથી કંટ્રોલ રાખવામાં મદદ મળે છે
ઘણી વખત બ્લડ શુગર લેવલ વધી જવાનું કારણ હોય છે કે યોગ્ય સમયે દવા લેવામાં ન આવે. ડાયાબિટીસ હોય તેમણે દવા અથવા તો ઇન્સ્યુલિન સમયે સમયે લઈ લેવા જોઈએ. આવું કરવાથી બ્લડ સુગર સ્પાઇક થતું નથી.