ફળ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. પરંતુ ખરાબ ફળ ખાવાથી ઘણા ગેરલાભ પણ થાય છે. ઘણા લોકો ફળોને તાજા રાખવા માટે ફ્રિજમાં મુકતા હોય છે. જેથી લાભ સમય સુધી ફળ ખરાબ ના થાય. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અમુક ફળો છે જેને ફ્રિજમાં રાખવાથી નુકસાન થઇ શકે છે. ચાલો જણાવીએ તમને કે આ ફળ કયા છે અને કેમ તેને ફ્રિજમાં ના મુકવા જોઈએ.
કેળા
કેળું એક એવું ફળ છે જેને ક્યારે પણ ફ્રિજમાં ના મુકાવું જોઈએ. કેમ કે આ ફળ ફ્રિજમાં જલ્દી કાળું પડી જાતું હોય છે. ઠંડા વાતાવરણમાં કેળાની દાંડીમાંથી ઇથિલિન ગેસ છૂટે છે, જેના કારણે અન્ય ફળો પણ ઝડપથી પાકે છે, તેથી કેળાને ક્યારેય ફ્રિજમાં અથવા અન્ય ફળો સાથે રાખવી જોઈએ નહીં.
તરબૂચ
ઉનાળાનું પ્રિય ફળ એટલે તરબૂચ. તરબૂચ ઉનાળામાં ખુબ ખવાય છે. ઘણા લોકો તેને કાપીને ઠંડુ થવા માટે ફ્રિજમાં મૂકી દે છે. પરંતુ આ કરવું હાનીકારક નીવડી શકે છે. જી હા તરબૂચને ફ્રિજમાં રાખવાથી તેમના એન્ટીઓકિસડન્ટોનો નાશ થાય છે. હા, તમે તેને ખાતા પહેલા થોડા સમય માટે ફ્રિજમાં રાખી શકો છો. પરંતુ લાંબા સમય માટે તરબૂચને ફ્રિજમાં નાં રાખવું જોઈએ.
સફરજન
સફરજન સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે. પરંતુ તેને ફ્રિજમાં રાખવાથી તે જલ્દીથી પાકી જાય છે. સફરજનમાં મળતા એક્ટિવ એન્જાઈમ્સ તેને જલ્દી પકવવામાં મદદ કરે છે. અને ફ્રિજમાં મુકવાથી આ પ્રક્રિયા જડપી થાય છે. જો તમારે લાંબા સમય સુધી સફરજનને તાજું રાખવું છે તો તેને કાગળમાં વીંટીને તેને ફ્રિજમાં મૂકી શકો છો. આ સિવાય બીજવાળા ફળો પણ ફ્રિજમાં ન રાખવા જોઈએ.
કેરી
ફળોનો રાજા એટલે કે કેરી. પરતું કેરીને ક્યારેય ફ્રિજમાં ના રાખવી જોઈએ. કારણકે ફ્રિજમાં કેરીમાં હાજર એન્ટીઓકિસડન્ટો ઘટવાનું શરૂ કરે છે. જેને કારણે કેરીના પોષક તત્વોનો પણ નાશ થાય છે. કેરીને કર્બાઇડથી પકવવામાં આવે છે જે પાણી સાથે મળીને કેરીને ઝડપથી બગાડે છે.
લીચી
ઉનાળામાં સ્વાદિષ્ટ લાગનારી લીચીને પણ ભૂલથી ફ્રિજમાં ના રાખવી જોઈએ. લીચીને ફ્રિજમાં રાખવાથી ઉપરથી તો તેવી જ રહે છે પરંતુ તેની અંદર ખરાબ થવા લાગે છે.