ઉર્ફી જાવેદ તેની નવી નવી અને ખાસ કરીને વિયર્ડ ફેશન સેન્સથી સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થતી હોય છે. તેણી જાહેરમાં તેના ખૂબ જ બોલ્ડ લૂક માટે જાણીતી છે. તેના આઉટફિટ્સને લઈને ફેશનિસ્ટા હંમેશાં સવાલ ઉઠાવતા રહે છે. ઉર્ફી જાવેદનો તાજેતરમાં એક ખૂબ જ બોલ્ડ લૂક સામે આવ્યો છે. જેમાં તેણીએ ફ્રન્ટ કટ અને બેક કટ એમ બન્ને બાજુએથી કટ કરેલો ડ્રેસ પહેર્યો છે. અને આ જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર ફરીથી તેને ટ્રોલ કરી રહ્યા છે.
ઉર્ફી ક્યારેય વિચાર્યું ના હોય તેવા અંતરંગી લૂક્સ ટ્રાય કરતી રહે છે અને તેના ફેન્સને ચોંકાવતી રહે છે. તાજેતરમાં ફ્રન્ટ કટ આઉટલૂકમાં, ઉર્ફી જાવેદ ક્રિસ ક્રોસ ડિઝાઇનના શોર્ટ ડ્રેસમાં કેમેરા સામે ખૂબ જ આકર્ષક પોઝ આપતી જોવા મળી રહી છે. આ લૂક માટે ઉર્ફીએ તેના વાળને સોફ્ટ કર્લ લૂક આપ્યો છે અને મેકઅપ માટે તેણીએ ગ્લોસી પિચ લિપ્સિટક લૂક પપ પોતાની પસંદગી ઉતારી હતી.
ઉર્ફીના આ વિયર્ડ લૂક માટે નેટિઝન્સ તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. અનેક લોકોએ તેને પૂછયું છે કે, હવે, તે આ શું પહેરી લીધું? જ્યારે બીજાએ લખ્યું કે, તમારા આવા કપડાં કોઈ ડિઝાઇન કરે છે? જ્યારે ત્રીજા યૂઝરે લખ્યું કે, હમ નહીં સુધરેંગે. આ તમામ ટ્રોલ્સની જોકે ઉર્ફી જાવેદ પર કોઈ જ અસર થઈ રહી નથી. તેણી અવાર નવાર આવા અંતરંગી લૂક્સ સાથે જાહેરમાં જોવા મળતી રહે છે.