મિત્રો આજે લોકો જીવન માં ભય અને ડર નો સામનો કરે છે કદાચ બહુ ઓછા વ્યક્તિ એવી મળે કે જેને કોઈ પણ વસ્તુથી ડર ન લાગે. પણ તે એક સામાન્ય વાત છે અને દરેક માણસની અંડર કોઈને કોઈ ડર રહેલો હોય છે. ઘણા લોકો તો દર ના કારણે માંદા પણ પડી જતાં હોય છે. પરંતુ આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણ ના ભાગવત ગીતામાં કહેલી એક સત્ય વાર્તા દ્વારા તમારા ડર પર જીત કંઈ રીતે પ્રાપ્ત કરવી તેના વિશે જણાવિશુ.
જ્યારે મહાભારત વખતે અર્જુને યુદ્ધ કરવાની ના પાડી ત્યારે ક્રુષ્ણ એ અર્જુનનો હાથ પકડી ડર ને દૂર કર્યો હતો. કારણ કે અર્જુનને પોતાના પરિવાર અને પ્રિયજનોને ખોઈ બેસવાનો ડર હતો. પરંતુ ભગવાન કૃષ્ણે તેને એક સાચી હકીકત સમજાવીને યુદ્ધ માટે તૈયાર કર્યા હતા. આમ કરવા થી અર્જુને પોતાનો ડર દૂર કર્યો હતો. અને તેના પછી એ યુદ્ધમાં પણ વિજય પ્રાપ્તિ કરી. મિત્રો તમારો ડર દૂર કરવા માટે આજે અમે તમને એક વાર્તા દ્વારા સરળતાથી સમજાવિશુ.
એક માણસ દિવસના બકરી ચરાવવા જંગલમાં ગયો. સાંજ નો સમય થઈ ગયો હતો અને પાછા ફરતા એક બકરી અને તેના બચ્ચા જંગલમાં ભૂલ જાય છે. હવે જંગલમા રાત વાસો કરવો ખૂબ મુશ્કેત એટ્લે બકરી ખૂબ જ ગભરાઈ ગઈ, તેને ડર હતો કે આજની રાત્રે તે કોઈ સિંહનો શિકાર બની જશે. બકરીને પોતાની મોતનો ડર સતાવવા લાગે છે. માને ડરેલી જોઈ બકરીના બચ્ચા પણ ડરી જાય છે. પોતાના બચ્ચાને ઉદાસ અને ડરેલા જોઈ બકરી એક યુક્તિ બનાવે છે. તે બકરી પોતાના બચ્ચાને પોતાનો પ્લાન જણાવે છે. બચ્ચાઓને આ યુક્તિ જાણી થોડી નિરાત થઇ. જેવો સાંજે સિંહના શિકારનો સમય થઇ જાય છે ત્યારે સિંહ પોતાની ગુફામાંથી બહાર નીકળે છે અને શિકાર ગોતવા જાય છે. પરંતુ તે બકરી પોતાના બચ્ચાને લઇ તે સિંહની ગૂફામાં જઈને સંતાઈ જાય છે. પરંતુ ગુફાની સામે વૃક્ષ પર બેઠેલો વાંદરો આ બધું જોતો હતો.
બીજી બાજુ ભૂખ્યો શિકાર માટે ગયેલ સિંહ આખું જંગલ ફરી વળે છે પણ તેને કોઈ શિકાર મળતો નથી. અને સિંહ થાકીને ગૂફા તરફ પાછો આવી રહ્યો હોય છે ત્યાં વૃક્ષ પર બેઠેલો વાંદરો સિંહને જણાવે છે કે અંદર ગૂફામાં બકરી તેના બચ્ચાને લઈને સંતાઈને બેઠી છે. પરંતુ સિંહને આ વાત પર વિશ્વાસ નથી આવતો કે બકરીની ક્યારેય એટલી હિંમત થાય જ નહિ કે તે સિંહની ગૂફામાં સંતાઈ. પરંતુ વાંદરો તેને ખૂબ સમજાવે છે કે બકરી સાચે અંદર જ છે. આ વાત માનીને સિંહ વિચારે છે વાહ આજે તો તેને દાવત મળી જશે. ત્યાં અંદર બકરી અને બકરીના બચ્ચા સિંહને બહાર ઉભેલો જોઈ પહેલા તો ડરી જાય છે પરંતુ બકરી કહે છે કે ડરવાની જરૂર નથી પરંતુ આપણે જે યુક્તિ બનાવી છે તે પ્રમાણે ચાલવાનું છે.
વાંદરની આ વાત સાંભળીને સિંહ ગૂફા બાજુ જવા નિકાળે છે. પણ બકરીએ કરેલી યુક્તિ મુ���બ બકરીના બચ્ચા બકરીને કેહવા લાગે છે કે માં માં અમને ખૂબ ભૂખ લાગી છે. અને બકરી કહે છે હંમણા જ સિંહ મામા આવશે આપણે તેનો શિકાર કરી તેને ખાઈ લેશું. આ સાંભળી સિંહ પાછો વાંદરા પાસે આવે છે અને કહે છે કે સાચું બોલ અંદર કોણ છે ? વાંદરો કહે છે કે અંદર બકરી અને તેના બચ્ચા જ છે. પરંતુ આ વાત સિંહ માનતો જ નથી અને તેને એવો ડર લાગે છે કે તેનાથી પણ વધારે તાકાતવર પ્રાણી અંદર છે માટે તે વાંદરાને કહે છે કે ચાલ તો તું પણ ગૂફામાં તો માનું કે બકરી છે અંદર. એટલું જ નહિ મિત્રો સિંહને ખૂબ જ બીક લાગતી હતી તેથી તે ઉંધો ફરીને જતો હતો જેથી કોઈ મુશીબત સર્જાઈ તો તે તરત જ ભાગી શકે અને તેણે વાંદરાને પણ પકડી રાખ્યો હોય છે.
વાંદરા પર સિંહ વિસ્વાસ મૂકીને બંને ગુફા તરફ જવા માટે નીકળે છે પણ જેવા થોડા આગળ વધે છે ત્યાં ચ્ચા બોલે છે માં માં ખૂબ ભૂખ લાગી છે હવે મારાથી સહન નથી થતી ભૂખ, ત્યારે બકરી કહે છે ધીરજ રાખો હંમણા વાંદરા ભાઈ સિંહને લઈને આવતા જ હશે પછી આપણે સિંહનો શિકાર કરીને ખાઈ લેશું. આ સાંભળી સિંહ વિચારે છે કે વાંદરાએ આ જાળ બિછાવી છે તેનો શિકાર બનાવવા માટે અને તે ડરીને ભાગી જાય છે. અને તેની સાથે વાંદરો પણ ભાગી જાય છે. આ રીતે બકરીની યુક્તિથી બકરી અને તેના બચ્ચા બચી ગયા.
મિત્રો આ નાની વાર્તા આપણે ઘણું બધુ શીખવી જાઈ છે. અંહી સિંહને ડર હતો કે તેની ગૂફામાં તેનાથી પણ વધારે તાકાતવર પ્રાણી છે જે તેને ખાઈ જશે અને તે ડરથી ભાગી જાય છે. તેજ રીતે અર્જુનને પણ ડર હતો પોતાના પરિવાર જનો અને સગા સંબંધીઓને ખોઈ બેસવાનો. પરંતુ અર્જુને પોતાનો ડરનો સામનો કર્યો અને ડર પર જીત મેળવી. પરંતુ વાત કરીએ સિંહની તો સિંહ માટે જે પરિસ્થિતિ એકદમ નવી હતી.
દોસ્તો આપણી હાલત પણ અત્યારે સિંહ જેવીજ છે. પણ આપણને આપણી અંદર છુપાયેલી શક્તિનો અંદાજો નથી. કારણ કે આપણા તે જ્ઞાને અજ્ઞાનતાની ચાદર ઓઢેલી છે માટે આપણે આપણી અંદર છૂપાયેલી શક્તિને ઓળખી શક્તા જ નથી. તેનું કારણ છે અજ્ઞાન. અર્જુનની અજ્ઞાનતા ભગવાને દૂર કરી. ભગવાન કૃષ્ણ ના સમજાવ્યા પછી અર્જુન પોતાના comfort zone ની બહાર આવીને લડાઈ કરે છે અને અંતે તેનો વિજય થાઈ છે.