ભાવનગર ખાતે શ્રી કમળાઈ માતાજી ઉતાસણી પર્વ નિમિત્તે લોક ડાયરો યોજાયો હતો. જેમાં રાણો રાણાની રીતે લોકસાહિત્યકાર દેવાયત ખવડે જેલમાંથી છૂટ્યા બાદ રવિવારે ફરીથી લોક ડાયરો યોજાયો હતો. ત્યારે ફરી એક વખત સ્ટેજ પર રાણો રાણાની રીતે હોય તે જ પ્રકારના તેવર દેવાયત ખવડના જોવા મળ્યા હતા. સ્ટેજ પરથી દેવાયત ખવડે કહ્યું હતું કે, જેલમાંથી છૂટ્યા બાદ મારો આ પ્રથમ લોકડાયરો છે. ત્યારે હજુ પણ એ જ કહું છું, 'ઝુકેંગા નહીં સાલા'
જાણો સમગ્ર ઘટના:
ગત સપ્તાહે દેવાયત ખવડને હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવતા તેની જેલ મુક્તિ થઈ હતી. છ માસ સુધી રાજકોટમાં પ્રવેશ નહીં કરવાની શરત સાથે હાઇકોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા છે. ત્યારે રવિવારના રોજ ભાવનગર ખાતે આવેલા કોલંબા ધામ ખાતે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જે લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી અને દેવાયત ખવડ સહિતના કલાકારો હાજર રહ્યા હતા.
ત્યારે આખરે દેવાયત ખવડ જેલમાંથી છૂટ્યા બાદ પોતાનો પ્રથમ લોક ડાયરામાં પોતાના ચાહક વર્ગને કહ્યું હતું કે, જેલમાંથી છૂટ્યા બાદનો મારો પ્રથમ લોકડાયરો છે. હજુ પણ કહું છું ઝૂકેંગા નહીં સાલા. જેલમાંથી છૂટ્યા બાદનો પ્રથમ લોકડાયરો હોય જેના કારણે ગુજરાત આખું જોઈ રહ્યું છે કે, આ શું બોલશે. પરંતુ વાયડાઈ નહીં પરંતુ વ્યવહારથી વાત થશે. વાયડાઈ ક્યારે જીતી નથી પરંતુ વ્યવહાર હર હંમેશ માટે જીતી જાય છે. તો સાથે જ દેવાયત ખવડ સ્ટેજ પરથી કહ્યું હતું કે, જ્યારે મારા જામીન રિજેક્ટ થતા હતા ત્યારે કેટલાક લોકો હસતા પણ હતા.