ભારતીય કંપની Freshworksનું અમેરિકન શેર એક્સચેન્જમાં Nasdaq પર શાનદાર લિસ્ટિંગ થયું છે. આ લિસ્ટિંગથી કંપનીના સેંકડો કર્મચારી રાતોરાત કરોડપતિ બની ગયા છે. તેમાં અંદાજે 70 કર્મચારી 30 વર્ષથી પણ નાની ઉંમરના છે.
ત્રિચી જેવા નાનકડા શહેરથી શરૂ થઇ કંપની અમેરિકામાં એકત્ર કર્યા 1 અબજ ડોલર
બિઝનેસ સોફટવેર બનાવતી ભારતીય કંપની Freshworksની અમેરિકન શેર બજાર નાસ્ડેક પર શાનદાર લિસ્ટિંગ થયું છે. આ લિસ્ટિંગથી કંપનીએ 1 અબજ ડોલરથી વધુ (અંદાજે 7500 કરોડ રૂપિયા) એકત્રિત કર્યા છ, તેનાથી તેના સેંકડો કર્મચારીઓ અચાનક જ કરોડપતિ બની ગયા છે.
તેના ફાઉન્ડરે ગિરીશ માત્રુબુથમ ‘રજનીકાંતની જેમ કમાલ’ કરી દેખાડી છે. તામિલનાડુના નાનકડા શહેર ત્રિચીમાં 700 વર્ગફૂટનું ગોડાઉન શરૂ કરનાર તેમની કંપનીએ આજે અમેરિકાના દિગ્ગજ સ્ટોક એક્સચેન્જ નાસ્ડેકમાં લિસ્ટ થઇ અંદાજે 1.3 અબજ ડોલર એકત્ર કરી ચૂકયા છે. એટલું જ નહીં કંપનીએ 500થી વધુ કર્મચારીઓને કરોડપતિ બનાવી દીધા છે. તેમાં અંદાજે 70 કર્મચારી 30 વર્ષથી પણ ઓછી ઉંમરના છે અને કેટલાંયે તાજેતરના વર્ષોમાં કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ કંપની જોઇન કરી હતી.
તામિલનાડુથી શરૂઆત
ઉલ્લેખનીય છે કે કંપનીની ઓફિસ ચેન્નાઇ અને અમેરિકાના San Mateoમાં છે. આ સોફટવેર એઝ અ સર્વિસ (SaaS) કંપની છે. કંપનીએ આ આઇપીઓમાંથી Nasdaq પર એક અબજ ડોલરથી વધુ એકત્રિત કર્યા છે. તેના ફાઉન્ડર અને સીઇઓ ગિરિશ માત્રુબુથમ અને શરૂઆતના ઇન્વેસ્ટર્સ એક્સેલ અને સિકોઇયાના આઇપીઓના લિસ્ટિંગથી ઘણો ફાયદો મળ્યો છે. તેની સાથે જ કંપનીના ઘણા કર્મચારી પણ હવે મિલિયોનર બની ગાય છે. ગિરિશ માત્રુબુથમ રજનીકાંતના ખૂબ જ મોટા ફેન છએ અને તેમને પોતાના રોલ મોડલ માને છે.
Freshworks નો શેર બુધવારના રોજ નાસ્ડેક પર 43.5 ડોલરના પ્રતિ શેરપ્રાઇઝ પર વેપાર શરૂ કર્યો, જે કંપનીના શેરદીઠ 36 ડોલર લિસ્ટિંગ પ્રાઇસથી 21 ટકા વધુ હતી. તેના લીધી કંપનીની માર્કેટ કેપ 12.3 અબજ ડોલર થઇ ગઇ છે.
કેવી રીતે કર્મચારી બન્યા કરોડપતિ
વાત એમ છે કે કંપનીના 76 ટકા કર્મચારીની પાસે તેના શેર છે. કેટલાંય યુવા કર્મચારીઓએ કેટલાંક વર્ષ પહેલાં કોલેજમાંથી ડિગ્રી મેળવી લીધી હતી અને પોતાની મહેનતથી તેમણે કંપનીમાં શેર પ્રાપ્ત કર્યા. Freshworks એ બે વર્ષ પહેલાં 3.5 અબજ ડોલરના વેલ્યુએશન પર સિકોઇયા કેપિટલ અને એક્સેલ જેવા ઇન્વેસ્ટર્સ પાસેથી 15.4 કરોડ ડોલરનું ફંડ એકત્રિત કર્યું હતું.