ભારતે પોતાના નાગરિકોને યુક્રેન છોડવાની સલાહ આપી છે. કિવમાં ભારતીય એમ્બેસીએ ભારતીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવા કહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ તણાવ યુદ્ધમાં ફેરવાઈ જવાની સંભાવનાને કારણે આ સલાહ આપવામાં આવી છે. આ તણાવના કારણે અમેરિકા, બ્રિટન, નોર્વે, જાપાન, લાતવિયા અને ડેનમાર્કે પહેલેથી જ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા જણાવ્યું છે.
યુક્રેન પર રશિયાનાં હુમલાના વધતા જોખમની અસર ભારત પર પણ થઈ રહી છે. યુક્રેન ખાતેની ભારતીય એમ્બેસીએ ભારતીયોને આપીલ કરી છે કે તેઓ દેશ છોડીને નીકળી જાય. એમ્બેસી તરફથી જાહેર કરવામાં આવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે ખાસ કરીને એ વિદ્યાર્થીઓ ભારત પરત જતા રહે , જેમનું યુક્રેનમાં રોકાવું બહું જરુરી નથી. આ ઉપરાંત ભારતીય નાગરિકોને યુક્રેનના પ્રવાસે ન જવાની પણ સલાહ આપવામાં આવી છે.
આ ઉપરાંત ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યુ છે કે તેઓ યુક્રેનમાં પોતાની સ્થિતિ બાબતની જાણ કરે. નાગરિકો કોઈપણ પ્રકારની મદદની સ્થિતિમાં સંપર્ક કરે જેથી તેમના સુધી પહોંચી શકાય. એટલું જ નહીં, એમ્બેસીએ તે પણ સ્પષ્ટ કર્યુ છે કે જો કે, યુક્રેનમાં તેમનું કામ સામાન્ય રીતે ચાલી રહ્યુ છે. ભારત પહેલા પણ અમેરિકા, બ્રિટન સહીત અનેક દેશોએ પોતાના નાગરિકોને યુક્રેન છોડી દેવાની સલાહ આપી હતી. એટલું જ ન���ીં, કેટલાક દેશોએ પોતાની એમ્બેસીના વધારાના સ્ટાફને પરત બોલાવી લેવાનું પણ શરુ કરી દીધુ છે. જો કે યુક્રેનમાં યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યુ છે અને રશિયાએ એક લાખથી વધુ સૈનિકોને મોટા પ્રમાણમાં હથિયારો સાથે તહેનાત કરી દીધા છે.
એમ્બેસી અનેક સપ્તાહથી ભારતીયોનાં સંપર્કમાં
ભારતીય એમ્બેસી તરફથી છેલ્લા ઘણાં દિવસોથી યુક્રેનમાં ભારતીયો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. એમ્બેસી દ્વારા તે લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, જેમને કોઈપણ પ્રકારની મદદની જરુર પડી શકે છે. ભારતીય એમ્બેસીએ સતર્કતા દાખવતા લોકોને અપીલ કરી છે કે જો જરુરી ન હોય તો તેઓ યુક્રેનમાંથી બહાર નીકળી જાય. યુક્રેનના ટેરનોપિલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી શિવમ દુબેએ જણાવ્યુ હતુ કે, ત્રણ સપ્તાહ પહેલા ભારતીય એમ્બેસીએ અમને ઈમેલ કરીને સંપર્ક કર્યો હતો અને એક ફોર્મ મોકલ્યુ હતુ. તે ફોર્મમાં અમને યુક્રેનમાં આમારું લોકેશન અને અન્ય માહીતી માંગવામાં આવી હતી, જેથી બચાવ કામગીરીની સ્થિતિમાં તાત્કાલિક સંપર્ક કરી શકાય છે.
India asks its citizens to leave Kiev temporarily amid Ukraine-Russia tensions
— ANI Digital (@ani_digital) February 15, 2022
Read @ANI Story | https://t.co/NeHE1gxHsw#UkraineCrisis pic.twitter.com/ppaJ44jhjo
યુક્રેનમાં 20 હજાર ભારતીયો હાજર, સુરક્ષાને લઈને ચિંતા
યુક્રેનમાં ભારતના લગભગ 20,000 લોકો છે, જેમાંથી 18,000 જેટલા વિદ્યાર્થીઓ છે. ઘણા વિદ્યાર્થીઓએ ટીવી ચેનલો સાથેની વાતચીતમાં યુક્રેન અંગે ચિંતા વ્યક્ત કરી છે. એક તરફ ભારતે તેના નાગરિકોને યુક્રેન છોડવાની અપીલ કરી છે, જ્યારે બીજી તરફ રશિયા વિશે હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે યુક્રેન વિવાદમાં ભારત કોઈનો પણ પક્ષ લેવાને બદલે તટસ્થ રહેવાનું યોગ્ય સમજી રહ્યુ છે.
સેટેલાઇટ તસવીરોમાં દેખાય છે બેલારુસ અને ક્રિમીઆમાં તહેનાત રશિયન ફાઇટર પ્લેન
અમેરિકન કંપની દ્વારા લેવામાં આવેલા લેટેસ્ટ સેટેલાઇટ ફોટોમાં જાણવા મળ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા 48 કલાકમાં રશિયાએ બેલારુસ, ક્રિમિયા અને તેની પશ્ચિમી સરહદ
પર મોટા પાયે ફાઈટર એરક્રાફ્ટને તહેનાત કર્યા છે.
યુદ્ધ ટાળવાના ઈરાદા સાથે અમેરિકા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સતત સંપર્કમાં છે. રાષ્ટ્રપતિ બાઈડેને પોતે પુતિન સાથે લાંબી ચર્ચા કરી છે. બાઈડેન વહીવટીતંત્ર અનુસાર જો પુતિનનું વલણ સકારાત્મક રહે છે તો આ સપ્તાહના અંત સુધીમાં રાજદ્વારી પ્રયાસોની સફળતાના સમાચાર મળી શકે છે. જો કે હજુ પણ સ્થિતિ ચિંતાજનક છે. યુક્રેન સરહદ પર ભારે રશિયન સેનાની તહેનાતીને કારણે રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે તેવો ભય પણ વધી રહ્યો છે. ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિએ 16 ફેબ્રુઆરીએ રશિયા દ્વારા હુમલાની શક્યતા વ્યક્ત કરી છે.
Łaskમાં 8 F15 ફાઇટર પ્લેન લેન્ડ કરાયા
નાટો એર પોલીસ મિશનના ભાગ રૂપે, 8 F15 ફાઇટર પ્લેન ગઈકાલે Łaskમાં બેઝ પર લેન્ડ કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે પોલેન્ડ આવેલા કાફલામાં આ 8 F15નો સમાવેશ કરવામાં આવશે. Łask મધ્ય પોલેન્ડનું એક શહેર છે. તે કાઉન્ટીની રાજધાની છે.
યુક્રેન પર રશિયાના હુમલાની શક્યતા: બ્રિટન
બ્રિટનના વિદેશ સચિવ લિઝ ટ્રુસે મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના હ���મલાની ખૂબ જ શક્યતાઓ જણાઈ રહી છે, રશિયા અને યુક્રેનની સરહદ પર તણાવ ચાલુ છે. રશિયાએ યુક્રેનની સરહદે મોટી સંખ્યામાં હથિયારો અને સૈનિકો તૈનાત કર્યા છે.