સમસ્ત લેઉઆ પટેલ સમાજના આત્મ ગૌરવ અને આસ્થાના પ્રતિક સમાન રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતા આજે પંચવર્ષીય પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી થઇ રહી છે. આ મહોત્સવમાં લાખો ભાવિકો ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ કોરોનાની સ્થિતિને જોતા હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવણી થશે.
10008થી વધુ જગ્યાએ એલઈડી અને ટીવી સ્ક્રીન
મહાયજ્ઞ, મહાઆરથી, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોને દેશ-વિદેશમાં લોકો નિહાળી શકે તે માટે 10008થી વધુ જગ્યાએ એલઈડી અને ટીવી સ્ક્રીન મુકાશે. કોરોના ઈફેક્ટ ના હોત તો આ પાટોત્સક્ષવમાં જંગી જનમેદની સર્જાવાની હતી. હવે કોરોના કેસો વધતા સમાજે માર્ગદર્શિકાને અનુસરી વર્ચ્યુઅલ આયોજનો ઘડયા છે. આમ છતાં લેઉઆ પટેલ સમાજમાં ભારે ઉત્સાહ છે, ઘરે-ઘરે રંગોળી કરવામાં આવી છે.
ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મહાયજ્ઞનું આયોજન
તેમજ ધ્વજારોહણ, મહાઆરતી, નક્ષેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવ્યો છે. જે મહાસભાનું આયોજન કરેલ છે તે મહાસભા હાલ મોકૂફ રાખેલ છે. જેની નવી તારીખ, સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008 થી વધુ સ્થળે મા ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ચેન્નાઈ, બેંગલોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરવામાં આવશે.
મા ખોડલની સાથે 20 દેવી-દેવતાઓની સ્થાપના થઈ
આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્ટ્રેલીયા, સીંગાપુર, કેન્યા, ઝામ્બિયા, આફ્રીકાના દેશોમાં પણ મા ખોડલની આરતીનું આયોજન કરાવ્યું છે. શ્રી પંચવર્ષીય પાટોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે 1000થી વધુ જગ્યાએ એલઈડી સ્ક્રીન અને અન્ય જગ્યાએ ટીવી સ્ક્રીન મૂકવામાં આવી છે. તથા મંદિરના દ્વારે રાષ્ટ્રધ્વજ, ટોચ પર 6 ટનનો સુવર્ણજડીત કળશ- મંદિરના પ્રવેશદ્વારે રાષ્ટ્રધ્વજ ખોડલધામ મંદિરમાં મા ખોડલની સાથે 20 દેવી-દેવતાઓની સ્થાપના થઈ છે.
40 ફૂટ ઊંચા ધ્વજદંડ પર બાવનગજની ધ્વજા
મંડોવરથી શિખર સુધી 650 મૂર્તિઓ કંડારાયેલી છે. વિશ્વનું પ્રથમ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી નિર્માણ થયુ છે. તથા જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ, 1 ઈંચ, ટોચ પર 14 ફૂટ ઊંચો 6 ટનનો સુવર્ણજડીત કળશ છે. તથા કળશ પાસે 40 ફૂટ ઊંચા ધ્વજદંડ પર બાવનગજની ધ્વજા લહેરાય છે.