પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ લખીમપુર ખીરીમાં મૌન વ્રત અને ઉપવાસ પર બેઠા છે. સિદ્ધુ મૃતક ખેડૂત લવપ્રીતના ઘરે ગયા હતા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી હું મૌન વ્રતથી ભૂખ હડતાળ પર બેસી રહીશ.
જ્યારે, સુપ્રીમ કોર્ટના ઠપકો પછી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ કહ્યું કે પુત્ર આશિષ આજે (શનિવારે) હાજર થશે. પોલીસને પણ સહકાર આપશે. ખરેખર, આરોપી આશિષની ધરપકડ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં ખુદ અજય મિશ્રાએ મીડિયા સામે આવીને આ નિવેદન આપ્યું છે.
ત્રીજી વખત ઇન્ટરનેટ સેવાઓ થઈ બંધ
3 ઓક્ટોબરના રોજ પ્રથમ વખત ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ 5 ઓક્ટોબરના રોજ 3 જિલ્લા લખીમપુર ખીરી, સીતાપુર અને બહરાઈચમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. લખીમપુર ખીરીમાં ઇન્ટરનેટ સેવા શુક્રવારે 48 કલાક બાદ પુન શરૂ કરવામાં આવી હતી.
આશિષ મિશ્રાને ક્રાઇમ બ્રાન્ચે આજે 11 વાગે હાજર થવા માટે ફરીથી બોલાવ્યો
કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાનો પુત્ર અને તિકુનિયા કાંડનો મુખી આરોપી આશિષ મિશ્રા શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો ન હતો. ચાર કલાક બાદ પોલીસે તેને બીજી નોટિસ ફટકારી હતી. જેમાં આશિષ મિશ્રાને ક્રાઇમ બ્રાચ સમક્ષ નિવેદન નોંધાવવા માટે આજે શનિવારે સવારે 11 વાગે બોલાવવામાં આવ્યો છે.
મારો દીકરો ભાગ્યો નથી: અજય મિશ્રા
અજય મિશ્રાએ કહ્યું કે મારો દીકરો ક્યાંય ભાગ્યો નથી. તે નિર્દોષ છે, આજે તેની તબિયત સારી નહોતી, આજે તે પુરાવા સાથે તપાસ એજન્સી સમક્ષ હાજર થશે. તપાસ થવા દો, સત્ય બધાની સામે આવશે. આ સિવાય રાજીનામાની માંગ અંગે અજય મિશ્રાએ કહ્યું કે વિપક્ષનું કામ રાજીનામાની માંગ કરવાનું છે.
તેણે કહ્યું કે મારો પુત્ર તે ઘટનામાં સામેલ નથી. કોઈપણ વીડિયોમાં તેનો ઉલ્લેખ નથી. તે માત્ર સંચાલન કરતો હતો. ખેડૂતોના વેશમાં બદમાશો લોકોને માર મારતા હતા, જો મારો પુત્ર સ્થળ પર હોત તો તે પણ માર્યો ગયો હોત.
અજય મિશ્રાએ આગળ વધુમાં કહ્યું હતું કે મારો પુત્ર મારે ઘરે બેઠો છે. જેને પણ મળવું હોય, તે જઈને મળી શકે છે, અમે નોટિસનો જવાબ આપ્યો છે. આગળ પણ જે પ્રક્રિયા થશે, તેમાં પૂરો સહકાર આપીશું. હું મંત્રી રહેવા છતાં પણ મારા પુત્ર સામે FIR થઈ છે. ભાજપની સરકારમાં ન્યાય મળે છે. મારા સ્થાને કોઈ અન્ય હોત તો ફરિયાદ દાખલ જ ન થઈ હોત.