એમ્સ પ્રમુખ ગુલેરિયાની લોકોને ચેતવણી
કોરોના વાયરસ પ્રદૂષણમાં વધુ સમય રહે છે: ગુલેરિયા
બાળકો પર વાયુ પ્રદૂષણની સૌથી વધુ અસર
દિવાળી બાદ રાજધાનીમાં વધતા પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્યની ચિંતા પણ વધી છે. જેમને પહેલાથી જ શ્વાસના કે ફેફસા સંબંધી રોગો છે તેઓને વધુ જાગૃત થવાની જરૂર છે. AIIMSના ચીફ રણદીપ ગુલેરિયાએ દિલ્હી-NCRમાં વધી રહેલા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી છે. ગુલેરિયાએ જણાવ્યુ હતુ કે કોરોના વાયરસ પ્રદૂષણમાં લાંબા સમય સુધી ટકી રહે છે.
ગુલેરિયાએ કહ્યું કે કેટલાક ડેટા અનુસાર, કોરોના વાયરસ લાંબા સમય સુધી પ્રદૂષણમાં ટકી રહે છે. જ્યાં પ્રદૂષણ વધારે છે તેવા વિસ્તારોમાં કોરોના વાયરસની પરિસ્થિતિ ગંભીર બની શકે છે. AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે દિલ્હીનું વાયુ પ્રદૂષણ શ્વસન સંબંધી રોગો, ખાસ કરીને ફેફસાના રોગો સાથે જોડાયેલું છે.
અસ્થમાથી પીડિત લોકો પર તેની ખરાબ અસર પડે છે. AIIMSના પ્રમુખે કહ્યું કે પ્રદૂષણ કોવિડના વધુ ગંભીર કેસ તરફ દોરી શકે છે, આ માટે લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. માસ્ક દ્વારા કોરોના અને પ્રદૂષણ બંને સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. સાથે જ અન્ય તબીબોનું પણ કહેવું છે કે વધતા પ્રદૂષણથી વૃદ્ધો, બાળકો અને ફેફસાં-હૃદયની સમસ્યાવાળા લોકોમાં વધારો થઈ રહ્યો છે.
ખુબજ જોખમી છે આ પ્રદૂષણ
દિવાળીના બીજા દિવસે દિલ્હીમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તા નોંધાઈ હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા મુજબ ફટાકડા ફોડવાની અને પરાલી સળગાવવાની ઘટનાઓને કારણે છેલ્લા 24 કલાકમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 462 નોંધાયો હતો જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે.