દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આતંકવાદીઓ દ્વારા લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જમ્મુ–કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા મંગળવારે બપોરે શ્રીનગર ખાતે ગ્રેનેડ એટેક કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક પોલીસ કર્મી, બે મહિલાઓ અને એક પુરુષ સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હરિ સિંહ હાઈ સ્ટ્રીટ ખાતે અંદાજે બપોરે 3.30 કલાકે રસ્તા ઉપર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. એસીબીમાં કામ કરતા પોલિસ ઈન્સપેક્ટર તનવીર હુસૈન તથા મોહમ્મદ શફિ તેમની પત્ની તનવીરા તતા એક મહિલા અસમત આ હુમલામાં ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. તમામની તબિયત સ્થિર છે. આ હુમલા બાદ સમગ્ર જમ્મુ–કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવમાં આવી હતી. તે ઉપરાંત હુમલાખોરોની શોધ કરાઈ રહી છે.
દિલ્હીમાં પોલીસ અને તંત્ર દ્વારા દિલ્હીમાં હાઈટેક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં હાજરી આપનારા દરેક લોકો માટે હોટસ્પોટ્સ સિસ્ટમ દ્વારા વોચ રાખવામાં આવશે. આ ઉપરાંત એક ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. લોકોની મર્યાદિત એન્ટ્રી રાખવામાં આવી છે. તેના માટે છ પોઈન્ટ બનાવાયા છે. તે ઉપરાંત 16 બ્રિજ ઉપર 30 જેટલી ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ લગાવવામાં આવી છે જેથી આવનારી દરેક વ્યક્તિનો ચહેરો જોઈ શકાય અને રિસ્ક હોય તો જાણી શકાય.