ટી-20 વર્લ્ડકપને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. ટીમ ઇન્ડિયા ટી 20 વર્લ્ડ કપની પ્રથમ મેચની તૈયારીમાં વ્યસ્ત છે. ટીમે 24 ઓક્ટોબરે પાકિસ્તાનનો સામનો કરવાનો છે. આ બંને ટીમોની ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ છે. આ મેચ માટે પાકિસ્તાને 12 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. ટીમ ત્રણ ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરશે. આ સિવાય 4 ઓલરાઉન્ડરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે કુલ 7 બોલરો મેચમાં રમશે. ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ક્યારેય ટીમ ઇન્ડિયાને હરાવી શકી નથી. આવી સ્થિતિમાં કેપ્ટન બાબર આઝમ સહિત સમગ્ર ટીમ ભારતને હરાવવા માટે નવી નવી રણનીતિ ઘડી રહ્યા છે.
પાકિસ્તાને 12 સભ્યોની ટીમ કરી જાહેર
બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, આસિફ અલી, શાદાબ ખાન, ઇમાદ વસીમ, શાહીન શાહ આફ્રિદી, હસન હાલી અને હરીસ રઉફ, હૈદર અલી.
Pakistan's 12 for their #T20WorldCup opener against India.#WeHaveWeWill pic.twitter.com/vC0czmlGNO
— Pakistan Cricket (@TheRealPCB) October 23, 2021
T20 વર્લ્ડ કપમાં ભારત સાથેની શાનદાર મેચ માટે પાકિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી છે. બંને ટીમો 24 ઓક્ટોબર એટલે કે રવિવારે સાંજે 7.30 વાગ્યે સામ -સામે હશે. પાકિસ્તાને 24 કલાક પહેલા પોતાના 12 ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે, જેમાંથી પ્લેઈંગ-11ની પસંદગી કરવામાં આવશે.પાકિસ્તાનની ટીમ મેચમાં વરિષ્ઠ અને અનુભવી ખેલાડીઓ સાથે રમશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રેક્ટિસ મેચમાં બાબરે અડધી સદી ફટકારી હતી. જ્યારે ફખારે 46 રનની આક્રમક ઈનિંગ રમી હતી. સૂત્રએ જણાવ્યું કે શાદાબ ખાન અને ઇમાદ વસીમ ઓલરાઉન્ડર તરીકે રમશે. વાઇસ કેપ્ટન અને લેગ સ્પિનર શાદાબ ખાને વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ઓવરમાં 7 રન આપ્યા હતા. બીજી બાજુ ડાબા હાથના સ્પિનર ઇમાદે 3 ઓવરમાં માત્ર 6 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી હતી. શાહીન શાહ આફ્રિદી, હસન હાલી અને હરીસ રઉફ આ ત્રણેય ઝડપી બોલર છે. ત્રણેય ઝડપી બોલરોએ વેસ્ટ ઇન્ડીઝ સામે 2-2 વિકેટ લીધી હતી.
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (wk), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
The Squad is Out! 🙌
— BCCI (@BCCI) September 8, 2021
What do you make of #TeamIndia for ICC Men's T20 World Cup❓ pic.twitter.com/1ySvJsvbLw
ભારતની મેચોનો કાર્યક્રમ