ઇંગ્લેન્ડના ઓપનર જોસ બટલરે શ્રીલંકા સામેટી20 વર્લ્ડ કપના સુપર–12ની 29મી લીગ મેચમાં છેલ્લા બોલે સિક્સર ફટકારીને સદી પૂરી કરતા વર્તમાન વર્લ્ડ કપની પ્રથમ સદી નોંધાઇ હતી. બટલરે 67 બોલની ઇનિંગમાં છ સિક્સર અને છ બાઉન્ડ્રી વડે અણનમ 100 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 150.75નો રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી આઇસીસીની મેગા ઇવેન્ટમાં કોઇ પણ ખેલાડી તરફથી પ્રથમ સદી નોંધાઇ છે.
ટી20માં 1000 રન પૂરા કરનાર ફાસ્ટેસ્ટ ઓપનર
જોસ બટલરે ટી20 ઇન્ટરનેશનલમાં એક હજાર રન પૂરા કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ઓપનર તરીકે તેણે ફાસ્ટેસ્ટ હજાર રન પૂરા કર્યા છે અને તેણે એલેક્સ હાલેસનો રેકોર્ડ તોડયો હતો. ઇંગ્લેન્ડના ટોપ–3 બેટ્સમેન
જોસ બટલર : 26 ઇનિંગ્સ
એલેક્સ હાલેસ : 32 ઇનિંગ્સ
જેસન રોય : 42 ઇનિંગ્સ
ફાસ્ટેસ્ટ 2000 રન, ઇંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન
ઇંગ્લેન્ડ તરફથી ટી20 ઇન્ટરનેશનલમાં બટલર ફાસ્ટેસ્ટ બે હજાર રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે 78 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવીને ઇયોન મોર્ગનનો (83 ઇનિંગ્સ) રેકોર્ડ તોડી નાખ્યો હતો. ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ તરફથી સદી નોંધાવનાર બીજો ખેલાડી પણ બન્યો છે. આ પહેલાં એલેક્સ હાલેસે સદી નોંધાવી હતી.
પ્રત્યેક ટી20માં પ્રથમ સદી
ક્રિસ ગેઇલ (વિન્ડીઝ) : 2007
એક પણ સદી નોંધાઇ નહોતી : 2009
સુરેશ રૈના (ભારત) : 2010
બ્રેન્ડન મેક્કુલમ (ન્યૂઝી.) : 2012
એલેક્સ હાલેસ (ઇંગ્લેન્ડ) : 2014
તમિમ ઇકબાલ (બાંગ્લાદેશ) : 2016
જોસ બટલર (ઇંગ્લેન્ડ) : 2021*