ટીમ ઇન્ડિયા માટે હાલમાં ટી-20 વર્લ્ડકપ કોઇ ખરાબ સપનાથી ઓછૂ નથી. ટીમને સતત 2 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાને 10 વિકેટે હરાવ્યું હતું, ત્યાં જ ન્યૂઝીલેન્ડે 8 વિકેટે મ્હાત આપી. આજે ભારતનો મુકાબલો અફઘાનિસ્તાન સામે શરૂ થઇ ગયો છે. આ મેચથી ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપમાં પોતાના અભિયાનને પાટા ઉપર લાવવાના પ્રયાસ કરશે. કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ 2021માં સતત ત્રીજી વખત ટૉસ હાર્યો છે. આજની મેચમાં અફઘાનિસ્તાને ટૉસ જીતી ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.
ટી-20 વર્લ્ડકપના સુપર-12 રાઉન્ડમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં મુકાબલો રમાઈ રહ્યો છે. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. રોહિત શર્મા અને કેએલ રાહુલે ભારતીય ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. બંનેએ સાથે મળીને 5 ઓવરમાં સ્કોર 50 રનની પાર પહોંચાડ્યો હતો. આ પછી સદીની ભાગીદારી 11.4 ઓવરમાં પૂરી થઈ હતી. રોહિતે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. કેએલ રાહુલે તાબડતોડ બેટિંગ કરતા 48 બોલમાં 69 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 210 રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાનને 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા અફઘાનિસ્તાનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ પર 144 રન બનવ્યા હતા. આમ 66 રને ભારતનો વિજય થયો છે. આ સાથે જ ભારતે ટી-20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનને હરાવી જીતનું ખાતું ખોલાવ્યું છે.
રવિચંદ્રન અશ્વિનની વાપસી
ચાર વર્ષ બાદ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમનાર રવિચંદ્રન અશ્વિને અફઘાનિસ્તાન સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર 14 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેનો ઈકોનોમી રેટ 3.50 હતો.
ટીમ ઇન્ડિયા અફઘાનિસ્તાન સામે રમશે ત્યારે પ્લેઇંગ ઇલેવનની પસંદગી ભારતની મુખ્ય સમસ્યા રહેશે. પ્લેઇંગ ઇલેવનમાંથી સતત બહાર રાખવામાં આવતા સિનિયર ઓફ સ્પિનર અશ્વિનને સુકાની કોહલી તક આપે છે કે નહીં તે રસપ્રદ બનશે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે શરમજનક પરાજય બાદ ભારતીય ટીમ માટે સેમિફાઇનલનો માર્ગ અત્યંત કપરો બન્યો છે. બીજી તરફ અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ અને નામિબિયાને હરાવવા ઉપરાંત પાકિસ્તાનને પણ એક સમયે પરાજયના દ્વારે પહોંચાડી દીધું હતું. ભારતીય ટીમ અફઘાનિસ્તાનને કોઈ પણ રીતે હળવાશથી લઈ શકે તેમ નથી.
આજની મેચમાં ટીમ ઇન્ડિયામાં બે બદલાવ કરવામાં આવ્યા છે. આર અશ્વિન અને સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ જશે.
ક્રિકેટના સૌથી નાની ફોર્મેટમાં પોતાની છેલ્લી ત્રણ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરનાર કોહલી પાસેથી વધારે સારી પ્લેઇંગ ઇલેવનની પસંદગીની આશા રાખવામાં આવશે. અશ્વિન જેવા સિનિયર બોલરની ધીમી પિચ ઉપર સતત બહાર રાખવા અંગે પ્રશ્નાર્થ થઈ રહ્યા છે. વર્તમાન સમયના સૌથી સફળ ખેલાડીઓમાંના એકને છ મહિનાથી ટીમમાં સામેલ કરાયા બાદ એક પણ મેચ રમાડવામાં ના આવી હોય તેવું આજ સુધી વિશ્વ ક્રિકેટમાં સાંભળવા મળ્યું નથી.