રશિયાએ યુક્રેન પર આજે વહેલી સવારે હુમલો કરીને દુનિયા આખીને સફાળી જગાડી દીધી. જ્યાં જુઓ ત્યાં ચારેયકોર રશિયા અને યુક્રેનની ચર્ચા ચાલી રહી હતી. અમેરિકા અને યુરોપના દેશો ફલાણી તારીખે હુમલો કરશે તેવી જાહેરાતો કરી હતી પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દુનિયા આખીને ઉલ્લું બનાવી અને અમેરિકા સહિત આખી દુનિયા મોંઢું વકાસીને જોતી રહી ગઇ.
રશિયાએ યુક્રેન પર હુમલો કરવાનો ખેલ તો ગયા સોમવારે જ પાડી દીધો હતો. રશિયાએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. આ અંગેનો ભાંડાફોડ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટિંગ કરતાં ફોરેસ્ટ રોજર્સ (Forrest Rogers) એ કર્યો છે. તેમણે ધડાધડ એક પછી એક પાંચ ટ્વીટ કરીને પુતિનની ચોરીને પકડી પાડી છે. પૂર્વ યુક્રેનના બે પ્રાંત ડોનેત્સ્ક અને લુહાંસ્કને અલગ દેશ તરીકે જાહેર કર્યાની તો દુનિયાને મોડી જાણ થઇ હતી. બાકી માસ્ટર પ્લાન તો પહેલાં જ તૈયાર થઇ ગયો હતો.
પુતિને સોમવારના રોજ મોસ્કોમાં પોતાની સિક્યોરિટી કાઉન્સિલની બેઠક બોલાવી હતી. આ મીટિંગનું પ્રસારણ સાંજે પાંચ વાગ્યે કરાયું હતું. પરંતુ વાસ્તવમાં આ બેઠક વહેલાં આયોજીત કરાઇ હતી? આવો આ મીટિંગમાં ભાગ લેનાર કેટલાંક લોકોની ઘડિયાળને જોઇએ. સર્ગેઇ શોઇગુ અને સર્ગેઇ લાવરોવ 11:45 વાગ્યે બેઠકમાં ભાગ લેતા દેખાયા.
ત્યારબાદ અમને મોસ્કોના મેયર સર્ગેઇ સોબયાનિનની ઘડિયાળ દેખાઇ જેમાં બરાબર 12:10 વાગ્યા હતા
ત્યારબાદ તમે રશિયાના ડિફેન્સ સેક્રેટરી સર્ગેઇ શોઇગુની ઘડિયાળને જોઇ શકો છો બપોરના 12:46 વાગ્યા હતા
આ બેઠક એટલા માટે બોલાવી હતી કે શું રશિયા પૂર્વ યુક્રેનના બે પ્રાંતને દેશ તરીકે માન્યતા આપશે. જો આમ થશે તો ‘મહત્વપૂર્ણ’ બેઠક બાદ એક સમજૂતી હસ્તાક્ષર કરાશે. હકીકતમાં પુતિને લગભગ બે કલાક પહેલાં જ સવારે 10.15 વાગ્યે સમજૂતી પર હસ્તાક્ષર કરી દીધા હતા.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સવારે 10:15 થી 10:17ની વચ્ચે યુક્રેનના બે પ્રાંત ડોનેત્સ્ક અને લુહાંસ્કના નેતાઓની હાજરીમાં દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા. ત્યારે તેમની ઘડિયા��માં કેટલાંય વાગ્યા હતા? તે તમે જોઇ શકો છો.