રશિયા-યુક્રેન યુદ્ધનો (Russia Ukraine War) આજે 12મો દિવસ છે. વૈશ્વિક દબાણ અને તમામ આકરા પ્રતિબંધો છતાં રશિયાના હુમલાઓ તેજ થઈ રહ્યા છે. તે યુક્રેનના રહેણાંક વિસ્તારોને સતત નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે દુનિયાભરના દેશો લોકોને બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સકી (Volodymyr Zelenskyy) સાથે ફોન પર વાત કરશે. સમાચાર એજન્સી ANIએ સરકારી સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.
રશિયાએ 24 ફેબ્રુઆરીએ યૂક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ પીએમ મોદીએ 26 ફેબ્રુઆરીએ પહેલીવાર જેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનથી પોતાને દૂર રાખ્યા હતા. જેના કારણે જેલેન્સકીએ પીએમને કહ્યું કે ભારતે યૂક્રેનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સોંપવું જોઈએ.
જો કે ભારત આ મામલે કોઈ એક પક્ષને સમર્થન આપવાનું ટાળી રહ્યું છે. તેમણે યુદ્ધના ઉકેલ માટે કૂટનીતિને જરૂરી ગણાવી છે. ભારતે યૂક્રેન યુદ્ધની નિંદા કરી છે, સાથે જ રશિયા વિરુદ્ધ મતદાન કરવાથી પણ અંતર જાળવી રાખ્યુ છે.
સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું
યૂક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે ભારત સરકારતમામ પ્રયાસો કરી રહી છે. આ માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યુ છે. જેથી કરીને લોકોને યુદ્ધગ્રસ્ત દેશમાંથી પાછા લાવી શકાય. નાગરિકોની પરત ફરવાની ખાતરી કરવા માટે, સરકારે ચાર કેન્દ્રીય પ્રધાનોની પણ નિમણૂક કરી છે.
તેને પડોશી દેશોમાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સાથે, વિદેશ મંત્રાલયે યુદ્ધવિરામ માટે વિનંતી કરી છે, જેને રશિયા દ્વારા પસંદગીપૂર્વક લાગુ કરવામાં આવી છે.
ઇઝરાયલના પીએમએ પુતિન સાથે વાત કરી
આ પહેલા ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટે રવિવારે સાંજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. રશિયન યુક્રેન પર હુમલા વચ્ચે, બંને નેતાઓએ એક દિવસ અગાઉ મોસ્કોમાં વાતચીત કરી હતી.
વડા પ્રધાનના કાર્યાલયના જણાવ્યા અનુસાર, બેનેટે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ ફોન પર વાત કરી હતી. રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે મધ્યસ્થતાને ધ્યાનમાં રાખીને. બેનેટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેન્સકી સાથે ફોન પર ઘણી વખત વાત કરી છે.