ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ ગયા છે. ત્યારે ગુજરાત સરકારે 079-23251900 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. હાલમાં ત્યાંની સરકાર દ્વારા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યા બાદ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત ઉત્તરાખંડના સીએમના પુષ્કર ધામીના સંપર્કમાં છે.
Gujarat CM Bhupendra Patel had a telephonic conversation with Uttarakhand CM Pushkar Singh Dhami to provide necessary assistance to the pilgrims from Gujarat who are stranded there due to natural calamity and rains in Uttarakhand: Gujarat CMO
— ANI (@ANI) October 19, 2021
(File photos) pic.twitter.com/uj3604LYNf
ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અટવાઇ ગયા છે. હજુ પણ ઉત્તરાખંડમાં આવતા ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને રોકી દેવાઇ છે.
મળતી માહિતી પ્રમાણે ગંગોત્રીમાં ભારે વરસાદના લીધે હજારો ગાડીઓ અટકાવી દેવામાં આવી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે કેટલાંય યાત્રીઓ રસ્તામાં જ ફસાઇ ગયા છે. ભારે વરસાદના કારણે યાત્રીઓ જે જગ્યા પર છે ત્યાં જ તેમને અટકાવી દેવાયા છે.
ચારધામ યાત્રાને હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે અને દર્શન માટે પહોંચેલા યાત્રાળુઓને વચ્ચેથી જ પાછા મોકલવામાં આવી રહ્યા છે. હરિદ્વાર અને ઋષિકેશમાં ચારધામ યાત્રા માટે પહોંચેલા યાત્રાળુઓને આગળ ન વધવાની ચેતવણી આપવામાં આવી હતી. અહીંના ચારભાગા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો અને મુસાફરોને પાછા વાળવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રુમની મુલાકાત લીધી