આઝાદી બાદ અંગ્રેજાએ જ્યારે ભારત દેશને આઝાદ કરવાની સાથે તમામ નાના મોટા રઝવાડાઓને પણ આઝાદ કરી ભારત દેશ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય તેવી રાજકીય રમત રમી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલએ વિખરાયેલા રજવાડાઓને પોતાની આગવી કુનેહથી ભારત દેશમાં વિલીનીકરણ કરીને એક અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. એવા આપણા વલ્લભભાઇ જવેરભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ તેમનાં મોસાળમાં ખેડા જિલ્લાનાં નડિયાદમાં માતા લાડબાઈની કુખે થયો હતો. તેમના પિતા જવેરભાઈ ખેતી કામ કરતાં, માતા લાડબાઇ ઘરકામ તથા ખેતીકામ કરતાં, વલ્લભભાઇ તેમના ચોથા દીકરા હતા. સોમાભાઇ, નરશીભાઇ, વિઠ્ઠલભાઈ અને સૌથી નાના કાશીભાઇ હતા. તેમને એક નાના બહેન હતા તેમનું નામ ડાહીબા હતું. આમ પિતા જવેરભાઈ તથા માતા લાડબાઇના ચોથા સંતાનની જન્મ તારીખ પોતે પરિક્ષાના પેપરમાં નોંધાવેલી હતી. ત્યારથી તેમની જન્મ તારીખ 31 ઓક્ટોબર 1875 છે. તેમનો જન્મ નડિયાદમાં મામાને ઘરે થયો હતો.
વલ્લભભાઇનું પૈતૃક ગામ આણંદ જિલ્લાનું કરમસદ ગામ છે. સમય જતાં તેમના પિતાએ બાજુના ગામમાં રહેતા જવેરબા સાથે 18 વર્ષની ઉંમરે વલ્લભભાઈ પટેલનાં લગ્ન કરી દીધા. આમ લગ્ન પછી પોતાનું ભણતર પૂરું કરવા તે આગળ નડિયાદ, પેટલાદ, બોરસદમાં અભ્યાસ કર્યોને 22 વર્ષની ઉમરે તે મેટ્રિક પાસ થયા. આગળ તે વકીલાતનું ભણી પૈસા બચાવી તે ઇગ્લેંડમાં બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી. બે વર્ષના અભ્યાસ બાદ જવેરબાને તેડવામાં આવ્યા અને ગોધરામાં પોતાનું ગૃહસ્થ જીવનનો પ્રારંભ કર્યો. તેમને બે સંતાન થયા. 1904માં મણિબેન અને 1906માં ડાહ્યાભાઈ આમ તેને ગોધરા બોરસદ, આણંદમાં વકીલાત કરી. બેરીસ્ટરનો વધુ અભ્યાસ કરવા માટે પૈસા એકત્ર કર્યા હતા, પરંતુ એક સરખા નામનાં કારણે પાસપોર્ટ તેમનાં મોટાભાઈ વિઠ્ઠલભાઈનાં હાથમાં આવી જતા વિઠ્ઠલભાઈએ પોતે વિદેશ અભ્યાસ અર્થે જવાની ઈચ્છા વ્યકત કરતા નાના ભાઈ વલ્લભે મોટાભાઈને પોતાનો પાસપોર્ટ તેમજ પોતે ઈંગ્લેન્ડ જવા એકત્ર કરેલા નાણા મોટાભાઈ વિઠ્ઠલભાઈને આપી દઈ પોતે ઘરની જવાબદારી પણ સ્વિકારી લીધી હતી.
1909 માં તેમના પત્ની ઝવેરબાને કેન્સરની સારવાર માટે મુંબઇની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન ઝવેરબાનું મોત નિપજયું હતું. જેથી પત્ની ઝવેરબાની મૃત્યુનાં સમાચાર આપવા માટે મુંબઈથી તેઓને ટેલીગ્રામ કરી પત્નીનાં મૃત્યુનાં સમાચાર આપવામાં આવ્યા. આ ટેલીગ્રામ જ્યારે બોરસદ સરદાર પટેલ પાસે પહોંચ્યો ત્યારે સમયે વલ્લભભાઇ બોરસદની ફોજદારી કોર્ટમાં મહત્વનો ખુન કેસ લડી રહ્યા હતા. અને દલીલો ચાલી રહી હતી ત્યારે જ કોર્ટનાં પટાવાળાએ આવીને તેઓનાં હાથમાં ટેલીગ્રામ આપ્યો ત્યારે તેઓએ ટેલીગ્રામ વાંચીને તેને ખીસ્સામાં મુકી દીધો અને હત્યા કેસમાં પોતાનાં અસીલને બચાવવા માટે તેઓએ ધારદાર દલીલો કરી અને અંતે કોર્ટએ તેમનાં અસીલને નિર્દોષ ઠરાવીને છોડી મુકયો, ત્યારબાદ અન્ય વકીલો અને ન્યાયધીશે પણ તે ટેલીગ્રામ વિશે પુછપરછ કરતા તેમણે પોતાની પત્નીનાં નિધનનાં સમાચાર બધાને સંભળાવ્યા હતા.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ. સૌપ્રથમ 1917માં અમદાવાદમાં સ્વચ્છતા વિભાગના અધિકારી તરીકે ચુંટાયા હતા. ત્યાર બાદ ગાંધીજીને મળ્યા અને અંગ્રેજો પાસેથી સ્વરાજની માંગણી કરતી અરજીમાં સહભાગી બન્યા. 1920માં તે નવ રચિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ચુટાણા હતા. 1922, 1924 અને 1927માં અમદાવાદના સુધરાઈના પ્રમુખ પદે ચુંટાયા. 23 ઓક્ટોબર 1947ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કર���યો અને ભારતના ભાગલા વખતે લગભગ 562 રજવાડાને એક કરવામાં સરદાર સાહેબનો અનન્ય ફાળો છે.
સરદાર પટેલ જાતિવાદના વિરોધી હતા. તેમણે ગુજરાતમાં દારૂબંધી, જાતિવાદ, અસ્પૃશ્યતા અને મહિલા સશક્તિકરણના નોંધપાત્ર કાર્ય કર્યા હતા. સરદાર પટેલ ભણવામાં અંત્યંત તીવ્ર બુદ્ધિ શાળી હતા. સરદાર પટેલે ઇંગ્લેન્ડમાં પોતાનો વકીલાતનો કોર્ષ તેઓએ 36 મહિનાનો હતો તેને 30 મહિનામાં પૂર્ણ કર્યો હતો. સરદાર પટેલે 562 રજવાડાનું એકીકરણ કર્યું હોવાથી તેમના જન્મદિનને રાષ્ટ્રીય એકતાનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલનું દેહાંત થયું ત્યારે તેમનું બેંક બેલેન્સ માત્ર 216 રૂપિયા હતું. તેઓ પોતાનું જીવન ખુબ જ સાદગી ભર્યું જીવન જીવતા હતા. એક વાર સરદાર વલ્લભભાઈ પટેલને બગલમાં ગૂમડું થયું હતું. ત્યારે વાળંદના હાથમાંથી ધગધગતો સરીયો લઇ ગુમડા પર મૂકી દીધો હતો, વાળંદ પણ એ વખતે થરથરી ગયો હતો. આવા નિડર હતા સરદાર.
29 માર્ચ 1949ના રોજ સરદાર તેમના પુત્રી મણિબહેન તેમજ પટીયાલાના મહારાજા સાથે વિમાન પ્રવાસે હતા. જે સમયે વિમાન ખરાબ થવાથી રાજસ્થાનના રણમાં ઊતારવું પડ્યું તે સમયે સરદાર નજીકના ગામ સુધી ચાલીને ગયા હતા. દિલ્હી પહોચ્યા ત્યારે સાંસદમાં તેમનું લાંબા સમય સુધી તાલીથી સન્માન કર્યું. આમ તેમની તબિયત નાજુક થતાં તે 12 ડિસેમ્બરના રોજ પોતાના દીકરા ડાહ્યાભાઇને ત્યાં આરામ કરવા ગયા. આમ 15 મી ડિસેમ્બર 1950ના રોજ હ્રદયરોગનાં હુમલામાં તેમનું મોત નિપજયું હતું.