રંગોનો તહેવાર ખુબ જ નજીક આવી રહ્યો છે અને આવામાં હરદોઇના સાંડી વિકાસ ખંડના ફિરોઝપુર ગામના એક પરિવાર સાથે એવું કંઇ થયુ છે કે ખુશીઓના રંગ જળહળી રહ્યા છે. 14 વર્ષ બાદ હોળી પર પુત્ર ઘરે આવતા ઘરમાં ખુશીઓનો માહોલ છે. સૈતિયાપુરના ફિરોઝપુર નિવાસી સરજૂ ખેતી કરે છે. તેમની પત્ની સીતા ઘરેલૂ મહિલા છે. હવે તે લગભગ 14 વર્ષ પહેલા સરજૂ અને સીતાનો પુત્ર રિંકૂ ઘરથી કંઇ પણ કહ્યા વગર ચાલ્યો ગયો હતો. લાપતા પુત્ર રિંકૂને શોધમાં પરિવારે ખુબ જ મહેનત કરી પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ હારી ગયા હતા.
નીતિન પટેલની જીભ લપસી, આદિવાસી સમાજને ઉતારી પાડતાં શબ્દોથી વિધાનસભામાં હોબાળો
શનિવારની રાત્રે રિંકૂ નામ બદલી અને વેશભૂષાની સાથે ગામમાં આવ્યો તો તેની માતાએ તેને એક ઝાટકે જ ઓળખી લીધો અને તેને ગળે લગાવી ખુબ જ રડવા લાગી હતી. રિંકૂ છેલ્લા 14 વર્ષથી પંજાબમાં હતો અને તેને કેટલાક ટ્રક પણ ખરીદ્યા હતા. તેની એક ટ્રક ધનબાદમાં દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગતી. તેથી તે પોતાની કારમાં સવાર થઇ ત્યાં જઇ રહ્યો હતો અને રસ્તામાં હરદોઇ આવતા તેની જૂની યાદો તાજી થઇ ગઇ. જોકે તે પોતાના પિતાનું નામ યાદ કરી શક્યો ન હતો પરંતુ તેને ગામમાં એક સૂરત યાદવ નામ યાદ હતું. ગામમાં પહોંચી તે સૂરત પાસે ગયો તો સૂરતે પણ તેને તરત જ ઓળખી લીધો અને પછી તેના ઘરે લઇ ગયો.
અનુસૂચિત જાતિથી સંબંધ ધરાવતો રિંકૂ હવે ગુરૂપ્રીત સિંહ બની ગયો છે. તેની રહેણીકરણી પણ સરદારો જેવી છે. માથે પાઘડી બાંધે છે. ગોરખપુરનો એક પરિવાર લુધિયાણામાં જ રહેતો હતો. તે પરિવારની દીકરી સાથે રિંકૂ ઉર્ફે ગુરૂપ્રીતના લગ્ન પણ થઇ ચૂક્યા છે. સરજૂ અને સીતાને લગ્નની જાણ થતા તેઓ વધારે ખુશ થઇ ગયા હતા.
રિંકૂ ઉર્ફે ગુરૂપ્રીતની કહાની ખુબ જ ફિલ્મી છે. રિંકૂનું કહેવું છે કે, અભ્યાસમાં ઠપકો મળતા તે નવા કપડા ઉપર જૂના કપડા પહેરી ઘરેથી ચાલ્યો ગયો હતો. એક ટ્રેનમાં બેસીને તે લુધિયાણા પહોંચી ગયો હતો. ત્યાં તેને એક સરદારજી મળ્યા હતા. આ સરદારે તેને પોતોની ટ્રાંન્સપોર્ટ કંપનીમાં કામ આપ્યું. અહિંયા કામ કરતા-કરતા તે ટ્રક ચલાવતા શીખી ગયો અને ધીરેધીરે તે કેટલાક ટ્રકનો માલિક પણ બની ગયો.
26 વર્ષનો રિંકૂ ઉર્ફે ગુરૂપ્રીતને તેની માતા સિતા ગળે લગાવીને કહે છે કે, ભલે જે કામ કરે પરંતુ હવે અમને છોડીને જતો નહીં. ગુરૂપ્રીત પણ આટલા વર્ષો બાદ ઘરે પહોંચ્યો તો કામધંધો છોડી રોકાઇ ગયો. જોકે કામધંધાની મજબૂરીઓના કારણે તેને રાત્રે મોડા નિકળવું પડ્યું. ગુરૂપ્રીત પણ પોતાના માતા-પિતાને મળી ખુબ જ ખુશ છે. તે પોતાના માતા-પિતા સાથે રહેવાની પણ આશા વ્યક્ત કરી રહ્યો છે.