પોતાનું ઘર હોયએ દરેક માનવીની દીલની ઈચ્છા હોય છે. તેના માટે તે આખી જીંદગી કમાય છે અને ત્યાં સુંદર યાદો બનાવે છે. દરેકની પસંદગી અલગ-અલગ હોય છે, કેટલાકને શહેરમાં રહેવું ગમે છે અને કેટલાકને શાંત વિસ્તારોમાં, જ્યાં ઘણા લોકો આવતા-જતા નથી. કેટલીકવાર ગમતી મિલકત શોધવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે. અત્યારે અમે તમને એવા ઘર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દુનિયાનું સૌથી એકલું ઘર છે. પરંતુ તેમ છતાં તે કરોડો રૂપિયામાં વેચાવાનું છે.
અમેરિકાના એક આઇલેન્ડ પર બન્યું છે આ ઘર
આ ઘર અમેરિકામાં વોહોઆ ખાડીના એક ટાપુ પર બનેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ઘરમાં એક જ બેડરૂમ છે. તે વિશ્વનું સૌથી એકલું ઘર હોવાનું કહેવાય છે. એટલે કે આ ઘરની નજીક કોઈ રહેતું નથી. જો કોઈ ફેન્સી જીવનશૈલી જીવવા માગે છે તો આ ઘર તેના માટે પરફેક્ટ છે.
આટલા એકરમાં ફેલાયેલું છે આ ઘર
આ ઘર 1.5 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ઘર સમુદ્રના કિનારે છે. આ એક બેડરૂમના ઘરની સામે રેતી અને પાણી સિવાય કંઈ જ નથી. હવે આ ઘર વેચાણ માટે તૈયાર છે. તેની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે. આ ઘરની કિંમત $339,000 (2.58 કરોડ) રાખવામાં આવી છે. આ ઘરની બહાર નીકળતાં જ કોઈ માણસ દેખાતો નથી, પણ માત્ર અને માત્ર પ્રકૃતિનો સાથ જ જોવા મળશે.
સુવિધાઓથી ભરપુર
આ ઘર વર્ષ 2009માં બનાવવામાં આવ્યું હતું. તેથી અત્યાર સુધી તેની સ્થિતિ સારી છે. કંઇ હોય કે ના હોય પરંતુ ત્યાં સરસ રીતે WiFi નેટવર્ક કામ કરે છે. આ ઘરમાં જરૂરી તમામ વસ્તુઓ હાજર છે. વુડનની દિવાલો બનાવવામાં આવી છે અને લાકડાની ફ્રેમ તેને વધુ સુંદર બનાવી છે.
પુર આવવાનો કોઇ ભય નથી
એવું નથી કે, દરિયા કિનારે હોવાને કારણે પૂરનો ભય છે. અહીં કોઈ પણ પ્રકારના પૂરનો ભય નથી. અહીં સમસ્યા માત્ર એ છે કે, ઘરની અંદર બાથરૂમ નથી. રાત્રિના સમયે અહીં દરિયાઈ જીવો અને ગીધનો ખૂબ અવાજ આવે છે. બોલ્ડ કોસ્ટ પ્રોપર્ટીઝના એજન્ટ બિલી મિલિકેન પાસે હાલમાં આ ઘર છે, તે તેને વેચવા માગે છે.