સાઉથની ફિલ્મોની સફળતાનો સર્વત્ર દબદબો રહ્યો છે. આ સફળતાના કારણે હવે ભાષાને લઈને વિવાદ ઉભો થયો છે. કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપના ટ્વિટથી શરૂ થયેલો આ મામલો સમગ્ર દક્ષિણ અને ઉત્તર ઉદ્યોગ વચ્ચે ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગયો છે.અજય દેવગને કિચ્ચા સુદીપના ટ્વિટ પર હિન્દીને રાષ્ટ્રભાષા ન ગણવા પર સવાલ ઉઠાવ્યા હતા. બંને કલાકારોના ટ્વિટર યુદ્ધ બાદ હવે જાણીતા નિર્દેશક રામ ગોપાલ વર્માની પ્રતિક્રિયા આવી છે.
રામ ગોપાલે કિચ્ચા સુદીપનો લીધો પક્ષ
બે સ્ટાર્સ વચ્ચેની લડાઈમાં રામ ગોપાલ વર્માએ સાઉથ એક્ટર કિચ્ચા સુદીપને સપોર્ટ કર્યો છે. કિચ્ચાના વખાણ કરતા ડિરેક્ટરે અજય દેવગણ પર સવાલ ઉઠાવ્યા છે. એક ટ્વિટમાં કીચ્ચાએ પોતાનો ખુલાસો આપતા કહ્યું કે તેઓએ હિન્દી શીખી લીધી છે. તેઓ આ ભાષાને માન આપે છે. પરંતુ જો તેણે પોતાનું ટ્વિટ કન્નડમાં લખ્યું હોત તો?
કોઈ ઉત્તર-દક્ષિણ નથી અને ભારત એક છે: રામગોપાલ
અભિનેતાના આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા રામ ગોપાલ વર્માએ લખ્યું – આ મુદ્દાને તમારા આ પ્રશ્ન કરતાં વધુ સારી રીતે સમજાવી શકાય તેમ નથી. જો તમે અજય દેવગનના હિન્દી ટ્વિટનો કન્નડમાં જવાબ આપ્યો હોત તો? તમારા વખાણ કરવા જરૂરી છે. મને ઉમ્મીદ છે કે દરેક લોકોને સમજણ પડી ગઈ હશે કે કોઈ ઉત્તર દક્ષિણ નથી અને ભારત એક છે.
અજય દેવગનના ટ્વીટનો શું જવાબ મળ્યો?
આ પછી રામ ગોપાલ વર્માએ અજય દેવગનના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી જેમાં તેણે ગેરસમજ દૂર કરવા માટે કિચ્ચા સુદીપનો આભાર માન્યો. કહેવાય છે કે ઇન્ડસ્ટ્રી એક છે. તમામ ભાષાઓનું સન્માન કરવું જોઈએ. આ સાથે અજય એ પણ લખે છે કે કદાચ અનુવાદમાં કંઈક ખોવાઈ ગયું હતું. અજયના આ ટ્વિટ પર રામ ગોપાલ વર્માએ લખ્યું- મને અજય પર વિશ્વાસ છે. હું તેને લાંબા સમયથી ઓળખું છું, હું જાણું છું કે તરા શબ્દોનો અર્થ કેટલાક લોકો સમજી શક્યા નથી. ભાષાઓ પ્રાદેશિક અને સાંસ્કૃતિક સગવડતાથી વિકસિત થઈ છે અને હંમેશા જોડવાનું કામ કરે છે તોડવાનું નહી.
રામગોપાલનું મોટું નિવેદન
રામગોપાલ વર્માએ કિચ્ચા સુદીપની હિંદી રાષ્ટ્રભાષા ના હોવાની ટ્વીટની પ્રશંસા કરી હતી. અને કહ્યું કે કિચ્ચાએ મુખ્ય મુદ્દો બધા સામે રાખ્યો છે. બોલીવૂડ અને ટોલીવૂડ વચ્ચે અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ડાયરેક્ટરે પોતાના ટ્વીટમાં સ્પષ્ટપણે કહ્યું છે કે બોલીવુડના સ્ટાર્સ દક્ષિણના સ્ટાર્સથી અસુરક્ષિત અનુભવી રહ્યા છે. કેમ કે કન્નડ ફિલ્મ KGFએ ઓપનીંગ ડે પર 50 કરોડની કમાણી કરી.એટલું જ નહી રામગોપાલ વર્માએ અજય દેવગનની આવનારી ફિલ્મ રનવે 34ના કલેક્શનને પણ પડકાર ફેક્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે રન વે 34નું કલેક્શન સાબિત કરશે કે હિંદી વર્ઝન કન્નડમાં કેટલું ગોલ્ડ સાબિત થશે.