ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે તેમના મંત્રીમંડળ સાથે ફિલ્મ “સમ્રાટ પૃથ્વીરાજ”નું સ્ક્રિનિંગ જોયા બાદ મૂવીને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મનું સ્ક્રિનિંગ લોકભવનમાં કરવામાં આવ્યો હતો. જ્યાં બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર, અભિનેત્રી માનુસી ચિલ્લર પણ હાજર હતા. બંને એક્ટર્સે ફિલ્મમાં મૂખ્યપાત્રો ભજવ્યા છે.
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ – રામનાથ કોવિંદનું શુક્રવારે કાર્યક્રમ હોવાથી યોગી આદિત્યનાથ કાર્યક્રમના ઓયજનનું તાગ મેળવવા કાનપુર દેહાત ગયા હતા અને પરત આવ્યા બાદ ફિલ્મના સ્કિનિંગમાં હાજરી આપી હતી. યોગી આદિત્યનાથે ફિલ્મનું સ્કિનિંગ જોયા બાદ કહ્યું કે આ ફિલ્મમાં ઈતિહાસ અને મનોરંજન દર્શાવવામાં આવ્યો છે. આ એક પારીવારિક ફિલ્મ છે. આપણે ભૂલથી શિખ્યા છીએ અને પાછલા 75 વર્ષમાં થયેલી ભૂલોને સુધારી રહ્યાં છીએ. વડાપ્રધાન મોદી દેશને આગામી 25 વર્ષમાં આગળ લઈ જવાની વિઝન છે. ફિલ્મમાં અભિનય અને નિર્દેશન માટે યોગીએ અક્ષય કુમાર અને દ્વિવેદીની પ્રશંસા કરી હતી.
ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યાએ કહ્યું કે અગાઉ મુઘલો પર ફિલ્મો બનાવવામાં આવતી હતી અને હવે પ્રતિષ્ઠિત વ્યકિતઓ બનાવવામાં આવી રહી છે. અગાઉ ઈતિહાસને છુપાવવામાં આવતો હતો જોકે હવે તેને જાણી શકાય છે. ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ 3 જૂનના રોજ રિલીઝ થશે.