ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો જ્યૂસ, શેક, આઈસક્રીમ, રસીલા ફળનું સેવન કરે છે. ઉનાળામાં મળતા રસદાર અને ઠંડા ફળમાંથી એક છે તરબૂચ. આ ફળમાં 90 ટકા પાણી અને ગ્લૂકોઝ હોય છે જે શરીરને ઠંડક આપે છે. તેમાં વિટામિન, મિનરલ, ફાઈબર જેવા પોષક તત્વ પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે સારા સાબિત થાય છે. શોધમાં સાબિત થયું છે કે ઉનાળામાં રોજ તરબૂચ ખાવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે છે. કઈ કઈ છે આ બીમારીઓ ચાલો જાણી લો સૌથી પહેલા
આ ફળ, રાજાઓ દ્વારાયુવાની ને જાળવી રાખવા માટે ઉપયોગ કરવામાં આવે છે
હાઈપરટેન્શન
તરબૂચને પૂરક આહાર તરીકે રોજ ખાવું જોઈએ તેનાથી શરીરની સર્કુલેશન સિસ્ટમ સુધરે છે. ખાસ કરીને હાઈપરટેન્શનવાળા દર્દીઓને તરબૂચ ખૂબ લાભ કરે છે.
હૃદય
તરબૂચ લાઈકોપીનનો સારો સ્ત્રોત છે, તેનાથી તરબૂચ રોજ ખાવાથી હૃદયની બ્લોક આર્ટરી ખૂલે છે અને રક્તપરીભ્રમણ સુધરે છે. આ ઉપરાંત અનેક બીમારીઓ પણ થતી અટકે છે.
કેન્સર પર કાબૂ
તરબૂચમાં જે વિટામીન અને અન્ય તત્વ હોય છે તે કેન્સરની કોશિકાઓને વધતી અટકાવે છે. આ વાતને સાબિત નેશનલ કેન્સર ઈંસ્ટીટ્યૂટએ રીસર્ચ કરીને કરી છે.
શું તમે જાણો છો ? 19મી સદી પહેલાં ગુલાબી રંગ પુરુષોનો હતો, પ્રથમ વિશ્વયુદ્ધથી મહિલાઓનો થયો
કિડની
તરબૂચ જે પોષક તત્વોથી ભરપૂર હોય છે તે કિડની માટે પણ લાભકારી છે. કિડની બ્લડમાં હોય છે તે ઝેરી તત્વોનો શરીરમાંથી ફિલ્ટર કરી બહાર કાઢે છે. તરબૂચનું સેવન નિયમિત રીતે કરવાથી રક્ત પરીભ્રમણ સુધરે છે અને કિડની સારી રીતે કામ કરે છે.
ડિહાઈડ્રેશન
ઉનાળામાં શરીરમાં પાણીની ખામી સર્જાય તો ડીહાઈડ્રેશન થાય છે અને તેના કારણે હીટ સ્ટ્રોક પણ આવી શકે છે. તેવામાં તરબૂચનું સેવન તમને આ સમસ્યાથી બચાવી શકે છે. તરબૂચમાં વધારે પ્રમાણમાં પાણી હોવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે.
‘પતિ કરે છે ખેતી, પત્ની દોહે છે ભેંસો’, લંડનની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડાંમા વસ્યુ દંપતી
કબજિયાત
પાણી અને ફાયબરથી ભરપૂર તરબૂચ પાચનતંત્રને મજબૂત કરે છે અને કબજિયાતની ફરિયાદ દૂર કરે છે.
સોજા
તરબૂચમાં એલ સિટ્રનીલ અને એમીનો એસિડ હોય છે જે સ્નાયૂમાં સોજો હોય તેને દૂર કરે છે. આ ગુણના કારણે તરબૂચ હાર્ટ, ડાયાબિટીસ જેવી બીમારીમાં થતી સોજાની તકલીફને દૂર કરે છે. આ ઉપરાંત પગમાં થતી ધ્રૂજારીની તકલીફને પણ તે દૂર કરે છે.
ત્વચા અને વાળ માટે લાભકારી
તરબૂચમાં વિટામિન એ અને પાણી હોય છે જે વાળ અને ત્વચાને મોઈસ્ચરાઈઝ કરે છે. તરબૂચનું સેવન કરવાથી ત્વચા અને વાળની ચમક વધે છે. તરબૂચ ખાવાથી બોડીના ટીશ્યૂ વિકસિત થાય છે.
વજન ઘટાડવું
તરબૂચમાં કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. એટલે તમે ભરપેટ તરબૂચનું સેવન કરો તો પણ તમને વજન વધવાની ચિંતા કરવી પડશે નહીં. તેમાં રહેલા તત્વો શરીરમાં ચરબી જામવા દેતા નથી.
આંખ
તરબૂચમાં વિટામિન એ સહિત અન્ય પોષક તત્વો હોય છે જે આંખ માટે લાભકારી હોય છે જો તેનું સેવન નિયમિત કરો તો આંખમાં ઉનાળા દરમિયાન થતી સમસ્યાઓ દૂર થાય છે.