ઘણીવાર સુપરમાર્કેટ કે મોલની અંદર તમે એવોકાડો જોયું હશે. જેને froot તેમજ વેજીટેબલ એમ બંને તરીકે વાપરી શકાય છે. સામાન્ય રીતે એવોકાડો એ સાઉથ અમેરિકા ,મેક્સિકો અને સ્પેઇન માં જોવા મળે છે. તે ઝાડ પર ઉગે છે. બહારની બાજુએ ઘાટા લીલા કલરની ચામડી આવેલી હોય છે. જે ખરબચડી હોય છે. મગરની ચામડી જેવી બહાર તેની છાલ હોવાથી તેને એલિગેટર ફ્રૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ભારતમાં તેને માખણ ફળ તરીકે ઓળખવામાં આવે છે. અંદરની બાજુએ તેમાં કડક ગોટલી આવેલી હોય છે. તે સ્વાદે હલકુ કડવું અને ખટાશ પડતું હોય છે.
સાંધા ના દુખાવા કેમ થાય છે ? સાંધા બદલવાની કેમ જરૂર પડે જાણો સંપૂણ માહિતી…
એવોકાડો ની અંદર રહેલા વિટામિન્સ અને ન્યુટ્રિશન્સ એટલે કે પોષક તત્વો:
એવોકાડો ની અંદર વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-કે, વિટામીન-ઈ તેમજ વિટામિન-બી કોમ્પ્લેક્સ આવેલા હોય છે. તદઉપરાંત તેમા ફોલેટ , મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયર્ન, ઝિન્ક વગેરે પણ ભરપૂર માત્રામાં આવેલા છે. એવોકાડો ની અંદર ફાઇબર્સ બહું પણ પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે. તેમજ એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-એજીંગ, એન્ટી-ઇનફ્લામેટરી તેમાં સમાયેલા છે.
ઉપર જણાવેલા તત્વોને કારણે એવોકાડો એ શરીરના વિવિધ અંગો માટે તેમજ વિવિધ બિમારીઓ માટે ખૂબ જ ફાયદાકારક બને છે જેની માહિતી નીચે મુજબ છે
પાચન : એવોકાડો ની અંદર ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં હોવાને લીધે પાચનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. કબજિયાત રહેતો નથી આંતરડા સાફ રહે છે. તેમજ તેમાં પાચક તત્વો આવેલા હોવાથી અપચાની તકલીફ દૂર રહે છે. લીવર મજબૂત થાય છે. અને લીવર સંબંધી સમસ્યાઓમાં પણ રાહત મળે છે.
એવોકાડો મોંમાં આવતી દુર્ગંધ દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. પાચન સંબંધી તકલીફને લીધે મો ની અંદર કે શ્વાસ ની અંદર ઘણી વખત દુર્ગંધ આવતી હોય છે. એવોકાડો રેગ્યુલર પણ એ લેવાથી પાચન સરળતાથી થાય છે. અને શ્વાસ ની અંદર આવતી દુર્ગંધ દુર થાય છે.
એવોકાડો ની અંદર વિટામિન-સી અને વિટામિન-ઈ આવેલા હોવાથી ચામડી અને વાળ એમ બંને માટે તે પોષક તત્વો પૂરા પાડે છે. તદુપરાંત વધારે પડતા તડકા ની અંદર ચામડી બળેલી હોય એવે સમયે એવોકાડો નો ઉપયોગ કરવાથી સનબર્ન સામે રક્ષણ મળે છે. તેમજ વાળ ખરતા ઓછા થાય છે. અને વાળ લાંબા બને છે.
કિડનીની બીમારીના આ 12 લક્ષણો અને નેચરલ ઉપાય.
એવોકાડો ની અંદર વિટામિન-એ અને અન્ય જરૂરી પોષક તત્વો આવેલા હોવાથી તે આંખની દ્રષ્ટિ સુધારે છે. અને મોતિયા સામે રક્ષણ આપે છે.
એવોકાડો ની અંદર omega-3 અને ગુડ કોલેસ્ટ્રોલ આવેલું હોવાથી તે લોહીનું પરિભ્રમણ વધારે છે. અને હૃદય સંબંધી સમસ્યાઓ દૂર કરે છે. તેમજ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. અને હાર્ટએટેકનું સંકટ ઘટે છે.
તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ મેંગેનીઝ, કેલ્શિયમ જેવા પોષક તત્વો આવેલા હોવાથી તે કિડનીની કાર્યક્ષમતા પણ વધારે છે.બ્લડ પ્રેશર કંટ્રોલ માં રાખે છે. તેમજ હદય ના ધબકારાને પણ કંટ્રોલ કરે છે.
સગર્ભા સ્ત્રીને સગર્ભાવસ્થા દરમિયાન સવારના સમયે ઊલટી-ઊબકા થતા હોય છે. એવે સમયે એવોકાડો ફ્રુટ લેવાથી ઉલટી-ઉબકા નું પ્રમાણ ઘટે છે.આમ મોર્નિંગસિકનેસ માં પણ તે ફાયદા કારક છે.
એવોકાડો ની અંદર એન્ટી-ઇનફ્લામેટરી પ્રોપર્ટી હોવાના કારણે શરીરમાં જુદા જુદા અંગો ની અંદર સોજોઆવેલો હોય તો તે ઘટે છે. સાંધાના દુખાવા પણ મટાડે છે. આમ આર્થરાઇટિસ એટલે કે ‘વા’ની તકલીફમાં પણ એવોકાડો પણ ઉત્તમ સાબિત થાય છે.
ઉપર જણાવ્યા અનુસાર ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો અને વિટામિન્સ આવેલા હોવાથી તે કેન્સર જેવી ગંભીર બીમારી સામે પણ રક્ષણ આપે છે.
ડાયાબિટીસના દર્દીઓ એવોકાડો ના પાન નો અર્ક બનાવીને રેગ્યુલર પણ એ તેનો ઉપયોગ કરે તો શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. સારી પાચનશક્તિ અને વધારે માત્રામાં ફાયબર હોવાના કારણે તે વજન ઘટાડવા માટે પણ ફાયદાકા���ક છે.
એવોકાડો નો ઉપયોગ ખોરાક માં કેવી રીતે કરી શકાય :
સામાન્ય ફ્રુટ ની જેમ એવોકાડો ને પણ સિધુ કાપી ને ખોરાકમાં લઈ શકાય છે. તેની બહારની ઘાટી લીલા રંગની છાલ હાથ વડે દૂર કરો ફ્રુટ ને ખોરાકમાં લઈ શકાય છે.
ઉપર જણાવેલી માહિતી તમને કામ ની લાગી હોય તો share કરજો અને અન્ય લોકો સવ્સ્થ જળવાય રહે તે માટે વધુ માં વધુ લોકો સુધી મહી ટી પોહચાડો. આવી અવનવી સવાસ્થ સંબંધી માહિતી મેળવાવ માટે અમારું ફેસબુક પેજ like કરો જેની લિંક નીચે મુજબ છે.
https://www.facebook.com/GujjuKathiyawadis