આજે રાજકોટમાં વધુ એક યુવાનનું મોત
રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં ક્રિકેટ રમતા 35 વર્ષના જિગ્નેશ ચૌહાણ નામના યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. યુવાન માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમી રહ્યો હતો ત્યારે ઘટના બની હતી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે.
સુરતમાં કિશન પટેલનું હાર્ટએટેકથી મોત
સુરતના શેખપુરમાં ક્રિકેટ રમતા યુવકનું મોત થયુ છે. જેમાં ક્રિકેટ રમતો યુવક અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. તથા બેભાન થઈ ઢળી પડેલો યુવક મોતને ભેટ્યો છે. જેમાં કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ છે. ક્રિકેટ પ્રેમી યુવાનનું ક્રિકેટ રમતા અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ક્રિકેટ રમતી વેળા અચાનક બેભાન થઇ ઢળી પડેલો યુવક મોતને ભેટ્યો છે. શેખપુરનો યુવક સેલૂટ ગામના મેદાનમાં રમવા ગયો હતો. મૃતક યુવકનું નામ કિશન પટેલ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી. તાજેતરમાં જ રાજકોટમાં બે યુવકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. શહેરની બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોનું હાર્ટઍટેકના કારણે મોત થયાનું સામે આવ્યું હતુ.
સુરતમાં ક્રિકેટ રમીને આવેલા વરાછાના યુવકનું મોત
સુરતના વરાછા વિસ્તારમાં પણ ક્રિકેટ રમીને પરત આવેલા યુવકને છાતીમાં દુઃખાવો થયો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. અહીં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું. 27 વર્ષના પ્રશાંત ભરોલીયાને છાતીમાં બળતરા સાથે દુઃખાવો ઉપડ્યો હતો. જ્યાં ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તબિયત વધુ બગડતા સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યુ. યુવક કેનેડામાં એન્જીનયરીંગનો અભ્યાસ કરતો હતો અને હાલમાં યુવકના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છે.
રાજકોટમાં હાર્ટઍટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું
એક ઘટનામાં એક યુવકને રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમત દરમ્યાન ટેનિસ બોલ છાતીના ભાગે વાગ્યો હતો. જે બાદમાં યુવકે રનર રાખીને મેચ રમવાનું ચાલુ રાખ્યું અને બાદમાં કારમાં જઈ બેસી ગયા બાદ તેને હાર્ટઍટેક આવતા તેનું મોત થયું હતું. તો બીજી ઘટનામાં ફૂટબોલ રમતી વખતે હાર્ટઍટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્ય��ં હોવાનું સામે આવ્યું છે. રેસકોર્સમાં રમતી વખતે જિંદગીની ઇનિંગ પૂરી થતા પરિવાર અને મિત્રોમાં કાળો કલપાન્ત સર્જાયો છે. રવિ બેટિંગમાં આવ્યો ત્યારે તેને ટેનિસનો બોલ લાગતાં તે ઘાયલ થયો હતો અને શ્વાસ ચડવા લાગતાં તેણે રનર રાખ્યો હતો. ઇજા થવા છતાં બેટિંગ કરીને 22 રન બનાવીને તે આઉટ થયો હતો. આઉટ થતાં જ પોતાની ટીમના અન્ય સભ્યો સાથે બેઠો હતો. ત્યારે અચાનક તેને છાતીમાં સહેજ દુખાવો ઉપડતાં તે બાજુમાં પાર્ક કરેલી પોતાની કારમાં જઇને બેઠો હતો અને મેચ જોતો હતો. અચાનક જ રવિ કારમાંથી નીચે ફંગોળાયો હતો અને બેભાન થઇ ગયો હતો. આ દૃશ્ય જોઇ તેના મિત્રો મેચ અટકાવી તેની પાસે દોડી ગયા હતા અને છાતીમાં પમ્પિંગ શરૂ કરી તેને કારમાં જ હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.
નાની ઉંમરે વધતા હાર્ટ એટેકના કારણો પણ જાણો