વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીએ સાયન્સ સિટીમાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો છે. પીએમ મોદી અહીં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા જણાવ્યું છે કે 20 વર્ષ પહેલા એક નાનકડું બીજ વાવ્યું હતુ. આજે એ બીજ વિશાળ વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. 20 વર્ષની ઉજવણીમાં સામેલ થતા મને ખૂબ ખુશી છે.
ગણેશજીના સ્થાપના સાથે સાથે શહેરની શેરીઓ, મંડપો અને સંસ્થાઓ અલગ અલગ થીમો પર મંડપો તૈયાર કરીયા છે
સુરતમાં વેન્ચુરાના 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું છે. જેમાં લેન્ડિંગ કરતા વેન્ચુરાના વિમાનનું ટાયર ફાટ્યું છે. 6 યાત્રીના જીવ તાળવે ચોટ્યા હતા. જેમાં 2 કલાક રન-વે બંધ રહ્યો હતો. જેમાં ઇન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. તથા અન્ય એક ફ્લાઇટે 5 ચક્કાર માર્યા બાદ લેન્ડિંગ કર્યું હતુ.
અમદાવાદમાં ભારે વરસાદથી વાહનોની નંબર પ્લેટ નીકળી ગઇ હતી. જેમાં વરસાદમાં પડી ગયેલી નંબર પ્લેટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં નંબર પ્લેટનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં પાણી ઓસરતાં સેવાભાવીઓએ નંબર પ્લેટ ભેગી કરી છે. તેમાં 50થી વધુ નંબર પ્લેટને ગોદરેજ ગાર્ડન પાસે મૂકી છે.
ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થતા ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયું છે. જેને લીધે નાનપુરા નાવડી ઓવારે નદી કિનારે આવેલા તપતેશ્વર હનુમાન મંદિરમાં પાણી ફરી વળતા અહીંના ત્રણ પૂજારી ફસાઈ ગયા હતા.
સાબરમતી નદીમાં નર્મદા ડેમનું પાણી છોડાયું છે. જેમાં નર્મદા એસ્કેપમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. તેથી સાબરમતીમાં પાણીની આવકમાં વધારો થયો છે. આવક વધતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે. તેમજ દસક્રોઈના અનેક ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા છે.
નેત્રંગ ખાતે ભાજપના એક કાર્યક્રમમાં ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ ભાજપના નેતાઓને આડેહાથ લીધા હતા. ખોટા પ્રમાણપત્ર મુદ્દે સાંસદ વસાવાએ ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે સાંસદ મનસુખ વસાવાએ કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું હતું.
છેલ્લા થોડાં દિવસથી શરૂ થયેલા સાળંગપુરના કિંગ ઓફ સાળંગપુરના વિવાદ પર ચારે તરફ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે વડતાલના સ્વામિનારાયણ મંદિરના સાધુઓ તરફથી પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું કે, આવી નાની મોટી વાતનો જવાબ કોર્ટમાં મળશે. તેમજ સ્વામિનારાયણ એ ભગવાન છે.
ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં BBA, BCA અને MSW કોર્ષ ચલાવવાની મંજૂરી ન મળી. તેમજ UGCના ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરોએ મંજૂરી આપી નથી. યુનિવર્સિટીઓએ દર પાંચ વર્ષે મંજૂરી લેવાની હોય છે. તેમાં કાયમી સ્ટાફ ન હોવાથી એક સત્ર માટે મંજૂરી નહીં.
જામનગરમાં મહિલા નેતાઓ વચ્ચે બબાલ થઇ હતી. જેમાં રિવાબાએ સ્પષ્ટતા કરી જણાવ્યું છે કે કોર્પોરેશનનો કાર્યક્રમ 9 વાગ્યાનો હતો. ત્યારે 10.15 વાગ્યે પૂનમબેન કાર્યક્રમમાં આવ્યા હતા. શહીદ સ્મારકને શ્રદ્ધાંજલિના ભાગરુપે માળા ચઢવવાનો કાર્યક્રમ હતો. તેમાં સાંસદે સૌપ્રથમ ચપ્પલ પહેરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગુરુવારે સવારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં મોટી ઘટના બની છે. અમદાવાદના મણિનગરમાં ઈમારતની સીડી અચાનક ધરાશાયી થઈ હતી. ફાયર વિભાગની 5 ગાડીઓ સવારમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
વડોદરા શહેરમાં 7 સ્થળોએ ITના દરોડા પડ્યા છે. જેમાં ગોત્રીની કચ્છ ઇન્ડસ્ટ્રીમાં ITના દરોડા પડ્યા છે. તેમાં દરોડા દરમિયાન 3 બેગ ભરીને દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે. ગોરવાની પ્રકાશ કેમિકલની ઓફીસમાં પણ ITના દરોડા પડ્યા છે.
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં હાલ વાવાઝોડાની ઝડપ 5 કિમી પ્રતિ કલાકની છે. તથા વાવાઝોડુ દરિયાઈ સીમામાં ગુજરાત કોસ્ટની નજીક આવ્યું છે. હાલ વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આખરે આજે જાહેર થયું છે. જેમાં 73.27 ટકા પરિણામ રહ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં 13 ટકા જેટલું ઓછું રહ્યું છે. આ વર્ષે 3.49 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા, વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ રહ્યું છે.
અલ કાયદા સંગઠન સાથે જોડાયેલા વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગુજરાત ATSએ વધુ બે લોકોની ધરપકડ કરી છે. તેમાં બાંગ્લાદેશના મુન્નાખાન અને આકાશખાનની ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં રૂપિયા 2700 કરોડની મસમોટી GST ચોરીનો મુખ્ય સુત્રધાર સુફિયાનની ધરપકડ કરવામાં આવી છે. સુરત ઇકોસેલે સુફિયાન કાપડિયાની ધરપકડ કરી છે. અગાઉ 18 આરોપીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સુફિયાન 19મો આરોપી છે.
ગત સપ્તાહે એક સાથે છ કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીમાં ઝાડુ ફેરવી ભાજપના કેસરિયા કર્યા હતા. વધુ કેટલાક કોર્પોરેટરો ભગવો ધારણ કરવા માટે લાઈનમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ધારણા આજે સાચી પડી હતી. આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર કનુ ગેડિયા (વોર્ડ નંબર ત્રણ) અને અલ્પેશ પટેલ (વોર્ડ નંબર 2)એ આપ સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો.
રાજકોટ પ્રાણીઉદ્યાન દ્વારા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર અને રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના સાથે જુદા જુદા વન્યપ્રાણીઓની આપ-લે કરવામાં આવી રહી છે. રાજકોટ ખાતેથી સિંહ, દીપડા, જંગલી, કુતરા, અજગર, સાપ વગેરે પુના મોકલવામાં આવશે. જ્યારે, પુનાથી ઝરખ અને વરુ રાજકોટ લાવવામાં આવશે.
ગોલ્ડ પર લોનની લોભામણી સ્કીમ આપી કરોડોમાં ઉઠમણું કરનારી આઇબીવી ફાઇનાન્સના કારભારીઓ સામે આખરે ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે. પખવાડિયા પહેલાં વરાછા-પોદ્દાર આર્કેડ સ્થિત ઓફિસને તાળાં મારી કૌભાંડીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. 85 ગરીબ-મધ્યમવર્ગીય પરિવારના લોકોનું 11518 ગ્રામ વજનનું અને 2.95 કરોડની કિંમતના સોનાનાં ઘરેણાંની વાપસી સામે મસમોટો પ્રશ્નાર્થ સર્જાયો છે
વર્ષ 2018-19માં બોગસ રાજકીય પક્ષોને આપેલા દાન અંગે આવકવેરા (I-T) વિભાગે માર્ચના છેલ્લા સપ્તાહમાં લગભગ 3,500 કરદાતાઓને કારણદર્શક નોટિસો જારી કરી છે. રાજકીય પક્ષોને આપેલા દાન સાબિત કરવામાં કરદાતા નિષ્ફળ જાય તો 200 ટકા સુધીનો દંડ આવકવેરા વિભાગ લાદી શકે છે. નિષ્ણાતો કહે છે કે, જો આવા કરદાતાઓ સાબિત દાનની રકમ કરવામાં નિષ્ફ્ળ જાય તો 83 ટકા સુધીની કર અને દંડ ચૂકવવો પડશે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. સરકાર પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉચ્ચક રૂ.254 ટ્રાવેલ્સ અલાઉન્સ આપશે. નાણાં ઉમેદવારોના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા થશે. આજે 1 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઇ ગયું.
વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારા બાદ અજંપાભરી શાંતિ છે. જેમાં 5 મહિલા સહિત 24 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમજ CCTV અને બાતમીદારોની મદદથી અટકાયત કરવામાં આવી રહી છે. જેમાં ઘર્ષણમાં કેટલીક મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
IT નાં સૂત્રોએ જણાવ્યું હતું કે ફેરિયાએ એવું રટણ કર્યું હતું કે આટલો મોટો બિઝનેસ હોય તો રસ્તા પર બેસી ફેરી ફરી 100-200 રૂપિયાનું અત્તર, પરફ્યુમ શા માટે વેચું? રસ્તા પર કે મસ્જિદની બહાર અત્તર વેચી માંડ ગુજરાન ચલાવતા ચોકબજારના રહેવાસીને આકવવેરા વિભાગે રૂ.28 કરોડના ટ્રાન્ઝેક્શનની નોટિસ ફટકારતાં તેણે વકીલનો સંપર્ક કરી પોતે આ ટ્રાન્ઝેક્શન જ નહીં કર્યા હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત સહિત દેશભરના કેટલાંય રાજ્યોમાં કોરોના ફરીથી ડરાવી રહ્યો છે. કોરોના વાયરસના લીધે મોત થયાના સમાચાર સામે આવતા સામાન્ય પ્રજામાં ફફડાટ વ્યાપી ગયો છે. મહેસાણાના જોટાણામાં ત્રણ વર્ષના બાળકનું કોરોનાથી મોત થયું છે. કોરોનાથી મોતના લીધે પરિવારમાં માતમનો માહોલ સર્જાયો છે.
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન માટે મુખ્યમંત્રીએ સર્વે કરવા આદેશ આપ્યો છે. ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રશ્નોત્તરીમાં આ જાહેરાત કરી છે.
ભાવનગર ખાતે શ્રી કમળાઈ માતાજી ઉતાસણી પર્વ નિમિત્તે લોક ડાયરો યોજાયો હતો. જેમાં રાણો રાણાની રીતે લોકસાહિત્યકાર દેવાયત ખવડે જેલમાંથી છૂટ્યા બાદ રવિવારે ફરીથી લોક ડાયરો યોજાયો હતો. ત્યારે ફરી એક વખત સ્ટેજ પર રાણો રાણાની રીતે હોય તે જ પ્રકારના તેવર દેવાયત ખવડના જોવા મળ્યા હતા.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે બીજા દિવસે નાણામંત્રી કેનુભાઈ દેસાઈએ બજેટ રજુ કર્યું. ભુપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજીવાર નાણામંત્રી કનુભાઇ દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું. બજેટ 2023માં શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરાશે. પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજીવાર નાણામંત્રી કનુભાઇ દેસાઈ બજેટ રજૂ કરશે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના બેજટ પર આજે સૌ કોઈની નજર રહેશે.
વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા) વિધેયક રજુ કર્યું છે. તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે યુવાનો દેવ ભવ, યુવાનો શક્તિ દેવો ભવ.
સુરત શહેરમાં ખાનગી બસને પ્રવેશ નહીં કરવાના મુદ્દે હાલાકી થઇ રહી છે. જેમાં હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વહેલી સવારથી એક પણ બસનો સુરત સિટીમાં પ્રવેશ નહીં. તથા તમામ ખાનગી લકઝરી બસ માટે વાલક પાટિયા સ્ટોપ કરાયુ છે.
સુરતના શેખપુરમાં ક્રિકેટ રમતા યુવકનું મોત થયુ છે. જેમાં ક્રિકેટ રમતો યુવક અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. તથા બેભાન થઈ ઢળી પડેલો યુવક મોતને ભેટ્યો છે. જેમાં કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ છે. ક્રિકેટ પ્રેમી યુવાનનું ક્રિકેટ રમતા અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ક્રિકેટ રમતી વેળા અચાનક બેભાન થઇ ઢળી પડેલો યુવક મોતને ભેટ્યો છે.
17 વર્ષની ઉમરે કેદારનાથ યોગ માટે આવેલી એક રશિયન યુવતી સનાતન ધર્મથી પ્રભાવિત બનીને મોક્ષ મેળવવા માટે સાધ્વી બની છે, અને ભવનાથમાં શિવરાત્રી મેળામાં પહેલીવાર આવીને તેણીએ ધૂણો લગાવ્યો છે.
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા 2023-24ના અંદાજપત્રમાં 1082 કરોડનાં વધારા સાથે 9482 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ડોર ટુ ડોર કલેશન જૂનો દર યથાવત્ રાખવામાં આવ્યો છે.
ગુજરાત પંચાયત સેવા મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડવાના કેસમાં મદદ કરનાર વડોદરાના દંપતિ ભાસ્કર ચૌધરી અને રિદ્ઘિ ચૌધરીની ATSએ અટકાયત કરી હતી. ATSએ વડોદરાના અટલાદરા વિસ્તારમાં પ્રમુખબજાર કોમ્પલેક્ષમાં આવેલ સ્ટેકવાઝ ટેકનોલોજીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા.
વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસે અમિત ચાવડાને વિપક્ષના નેતા બનાવ્યા છે. તેમજ કોંગ્રેસ હાઇકમાન્ડે અમિત ચાવડા પર પસંદગી ઉતારી છે. તથા શૈલેષ પરમારની ઉપનેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. શૈલેષ પરમાર દાણીલીમડાના MLA છે.
રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાના પાટણવાવ સ્થિત ઓસમ ડુંગર ખાતે “તૃતીય ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા 2022-23” નું આયોજન તા.12 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યું છે, ત્યારે આ સ્પર્ધાના સુચારૂ આયોજન માટે ધોરાજી પ્રાંત અધિકારી જયેશ લીખિયાના અધ્યક્ષસ્થાને ઓસમ ડુંગર તળેટી ખાતે બેઠક યોજાઈ હતી.
મોસ્કોથી ગોવા આવી રહેલી રશિયન એરલાઇન AZURની ફ્લાઈટમાં સોમવારે રાત્રે બોમ્બ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ ગુજરાતના જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ 236 મુસાફરો અને 8 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ગુજરાત પોલીસે પ્લેનની અંદર તપાસ કરી.
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આજે વહેલી સવારે 4.30 વાગ્યે વિકરાળ આગી લાગી હતી. આ આગમાં ત્રણ લોકોના મોત થયા છે. બાળક અને પતિ-પત્નીનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.
જુનાગઢમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. જેમાં કીર્તિ પટેલ સહિત 10 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમાં ભેસાણના જમન ભાયાણીએ ફરિયાદ નોંધાવી છે. તેમજ કીર્તિ પટેલ ગેરકાયદેસર મંડળી રચી ભેસાણ આવી હતી. તથા ભેસાણના યુવક સાથે સોશિયલ મીડિયામાં બબાલ થઈ હતી. તથા માથાકૂટ કરવા મંડળી રચી કીર્તિ પટેલ ભેસાણ પહોંચી હતી.
આગામી દિવસોમાં ગુજરાતવાસીઓએ હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. જેમાં આગામી મહિનામાં નવી ટ્રાફિક પોલીસી સરકાર જાહેર કરી શકે છે. તેમાં શહેરી વિસ્તારોમાં પણ ફરજીયાત હેલમેટ પહેરવા પડશે. તથા નિયમોના ભંગ બદલ સીધા ઘરે જ પહોચ આવશે. તેમજ બોડિવોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ/ટ્રાફિક પોલીસ રહેશે.
વિધાનસભાનું એક દિવસીય સત્ર શરૂ થયુ છે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે. તથા CM ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષના નામનો પ્રસ્તાવ કર્યો હતો. તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. તેમજ નેતા વિપક્ષ વિના જ અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે.
સુરતમાં શહેર અને જિલ્લાની કુલ 16 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયા બાદ સ્વાભાવિક રીતે સુરતનાં વિજેતા ધારાસભ્યો પૈકી મંત્રી પદ માટે નક્કી કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના ફુલફ્લેજ્ડ મંત્રીમંડળની આજે બપોરે 2 વાગે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે, એ સાથે 1995થી સતત 7મી વાર ભાજપ સરકાર સત્તારૂઢ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહમાં ભાગ લેવા રવિવારે મોડી રાત્રે ગાંધીનગર આવી ચૂક્યા છે.
વરાછા રોડ વિધાનસભા બેઠક-161 પર કુલ મતદારો 215702 છે. જેમાં પુરૂષ મતદારો 120894 અને સ્ત્રી મતદારો 94803 છે. જેમાં 56.38 ટકા મતદાન થયું છે. આ બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે કુમાર કાનાણીને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ 2017માં 13998ના માર્જિનથી 68472 વોટ મેળવીને વિજેતા બન્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ પરિણામને લઈ દરેક લોકોમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરી સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતી 54 બેઠકો પર નજર કરીએ તો 61.55 ટકા જેટલું મતદાન થયું છે. બેલેટ પેપરની મત ગણતરીમાં ખંભાળિયા બેઠક પર આપનો મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા હતા પરંતુ બાદમાં પાછળ થઈ ગયા હતા પરંતુ હાલ ફરી આગળ ચાલી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની 182 બેઠકોના પરિણામ આજે જાહેર થશે. 182 બેઠક માટે 1621 ઉમેદવારોના પરિણામ જાહેર થશે. દરેક જિલ્લામાં કલેક્ટર જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે અને ડેપ્યુટી કલેક્ટરને ચૂંટણી અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. જે તેમના સંલગ્ન બેઠકોના પરિણામ જાહેર કરશે.
28 નવેમ્બરે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપીને એરપોર્ટ ઓથોરીટિ ઓફ ઇન્ડિયા (AAI)એ ટ્વિટ કર્યું હતું. ખરેખર આ ટ્વિટ ભૂલથી થયું હોવાની માહિતી ખુદ AAIએ એક RTIમાં આપી છે.
મહેસાણા જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારકો પણ મેદાને ઉતર્યા છે ત્યારે મહેસાણા ટાઉનહોલ ખાતે મહિલા સંમેલનમાં કલાકાર રહેલા એવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાજરી આપી ગુજરાતની આ ચૂંટણીને સરળતા થી ન લેવા બહેનોને અપીલ કરી હતી.
શાહે રેલીને સંબોધતા કહ્યુ કે 2024માં નરેન્દ્ર ભાઈને ફરીવાર પ્રધાનમંત્રી બનાવીશું. આ મત માત્ર 2022 નહીં પરંતુ 2024 માટે પણ છે. કોંગ્રેસનાં રાજમાં ઉત્તર ગુજરાત ડાર્ક ઝોન હતુ. ભાજપે ખોરંભે ચઢેલી નર્મદા યોજના હાથમાં લીધી હતી.
ભાવનગરમાં એસજીએસટી વિભાગના મોબાઈલ સ્કવૉડમાં ફરજ બજાવતા પ્રિતેશ દુધાતની ધરપકડ થતા જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ છે. પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ કબૂલાતમાં હજી કેટલાના નામ ખુલશે તેવી ચર્ચા ચાલી રહી છે. જ્યારે બીજી બાજુ જીએસટીના ઉચ્ચ અધિકારીઓ અંદરખાને પોલીસથી ખૂબ નારાજ થઈ ગયા છે.