ઈશ્વરે હજુ માણસ જાત પર વિશ્વાસ ખોયો નથી, એટલે જ પૃથ્વી પર હજુ જીવન છે. એવું આપણે કેટલાય લોકોના મોઢેથી સાંભળીએ છીએ, પરંતુ, શહેરમાં રાવલવાડી ટાંકા પાસે ગુરુવારે સવારે બનેલી ઘટનાએ માનવતાનાં પ્રત્યેક્ષ દર્શન કરાવ્યાં હતાં, જેમાં એક મુસ્લિમ વૃદ્ધ પોતાના ટૂ-વ્હીકલથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેણે શારીરિક સમસ્યાને કારણે સંતુલન ખોરવાઈ ગયું, જેથી ચાલતી ગાડીએ પડી ગયા. જે જોઈ આસપાસના રહેવાસીઓ અને રાહદારીઓ પણ મદદે પહોંચવા થંભી ગયા, જેમાંથી પૂજાપાઠ કરવા જતી એક હિન્દુ વ્યક્તિએ પળના પણ વિલંબ વિના મુસ્લિમ વૃદ્ધની ધીમી પડેલી શ્વાસોશ્વાસની પ્રક્રિયા પમ્પિંગથી નિયમિત કરી દીધી અને વૃદ્ધને વધુ સારવાર માટે વ્યાયામ શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચતા કર્યા હતા.
મુસ્લિમ ધડાકાભેર નીચે પડ્યાં
સવારે 10.15 વાગ્યાની આસપાસ ઘટના બની ત્યારે સાૈ કોઈ મોઢે માસ્ક પહેરી પોતપોતાના કામના સ્થળે જવાની ઉતાવળમાં હતા. કેમ કે, શહેરમાં વધતા કોરોના પોઝિટિવ કેસ અને દર્દીઓનાં મોતની સ્થિતિ ઉપર અંકુશ મેળવવા ગુરુવાર સાંજથી છેક સોમવાર સવાર સુધી સ્વૈચ્છિક લોડ ડાઉનનું એલાન કરાયું હતું. આસપાસના રહેણાક વિસ્તારની મહિલાઓ પણ બપોરનું ભોજન બનાવવા વ્યસ્ત હતી, ત્યારે અચાનક પડવાનો આવાજ થયો, જેથી સાૈ કોઈએ ધડાકાની દિશામાં જોયું તો પોતાના ટુ-વ્હીલરથી પસાર થતા મુસ્લિમ વૃદ્ધ ધડાકાભેર રોડ ઉપરથી ફૂટપાથ ઉપર પટકાયા હતા. તમામ લોકો પોતપોતાની વ્યસ્તતા ભૂલીને મુસ્લિમ વૃદ્ધની મદદે દોડી ગયા.
પ્રાથમિક સારવાર આપતાં વૃદ્ધ ભાનમાં આવ્યા
વૃદ્ધ બેભાન અવસ્થામાં હતો. જે જોઈ પૂજાપાઠના વસ્ત્રો પહેલો અન્ય એક હિન્દુ વૃદ્ધ નીચે નમ્યા અને મુસ્લિમ વૃદ્ધના શ્વાસોશ્વાસની ગતિ ધીમી પડેલી જોઈ તેની છાતિએ પમ્પિંગ શરૂ કરી દીધું. કોઈકે મુસ્લિમ વૃદ્ધના ચહેરા ઉપર પાણી છાંટ્યું. જે પ્રાથમિક સારવારને કારણે મુસ્લિમ વૃદ્ધે અાંખ ખોલી. એ દરમિયાન એક યુવાને 108ને કોલ કર્યો. 108ના કોલ ઓપરેટરે કહ્યું કે, ઘટના સ્થળે વાહન મોકલતા એકાદ કલાક લાગશે. બીજી બાજુ મુસ્લિમ વૃદ્ધના ખિસ્સામાંથી ઓળખકાર્ડ અને મોબાઈલ કાઢી તેમના સગા સંબંધીનો સંપર્ક કરાયો. ત્યારબાદ નજીકના વ્યાયામ શાળા સ્થિત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વધુ સારવાર માટે ખસેડાયા હતા.
હોસ્પિટલેથી ડાયાલીસીસ કરાવી પરત ફર્યા હતા
વૃદ્ધ થોડા ભાનમાં આવ્યા એટલે તેના પાસે��ી જાણવા મળ્યું કે, એ ડાયાલીસીસ કરાવીને પરત ફરી રહ્યા હતા. અહીં એક ટિપ્પણી કરવી જરૂરી છે કે, કોઈ વૃદ્ધને હોસ્પિટલમાં સારવાર માટે એકલા ન મોકલવા જોઈએ. એની સાથે ઘર પરિવારના કોઈને કોઈ સભ્યએ સાથે જવું જોઈએ. દર્દીએ પણ છેવટે મિત્ર વર્તુળમાંથી કોઈને પણ સાથ લઈ જવા જોઈએ.