બ્રિટિશ PM બોરિસ જોન્સન ગુજરાતના મહેમાન બન્યા છે. ત્યારે આજે સવારે બ્રિટિશ PMનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતુ. તથા હજારો લોકોએ રસ્તા પર બોરિસ જોન્સનનું અભિવાદન ઝીલ્યું હતુ. તેમજ બ્રિટિશ PMએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. જેમાં બોરિસ જોનસને ગાંધી આશ્રમમાં રેંટિયો કાંત્યો હતો. તથા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી.
યુકેના PMનું અમદાવાદમાં આગમન, મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા કરાયું સ્વાગત
બોરિસ જોનસને ગાંધી આશ્રમમાં રેંટિયો કાંત્યો
બ્રિટનના PM બોરિસ જોનસન આજે ગુજરાત પ્રવાસે છે. તેઓ અમદાવાદ પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ એરપોર્ટ પહોંચી તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રિજન્સી ગયા હતા. આ બાદ તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાતે પહોંચ્યા છે. આ પહેલા બ્રિટિશ PMનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાયો હતો. યુકેના PMનું અભિવાદન કરવા સુભાષબ્રિજ કલેકટર ઓફિસ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
જુઓ શું લખ્યું વિઝિટર બુકમાં:
ગુજરાત બાયોટેકનોલોજીની મુલાકાત લેશે યુકેના PM
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન તેમની ભારત મુલાકાતના કાર્યક્રમના ભાગરૂપે નિર્માણાધીન બીજીયુની મુલાકાત લેશે. ગુજરાત સરકારના ફ્લેગશિપ પ્રોજેક્ટ એવી ‘ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી’ આશરે રૂ.200 કરોડના ખર્ચે પ્રતિષ્ઠિત ગિફ્ટ-સિટી ખાતે આકાર લઇ રહી છે, જેમાં ઉત્પાદનોની નાવીન્યસભર વિચારને કેન્દ્રસ્થાને રાખીને દેશના યુવા માનસ સંશોધન કાર્યો કરશે.
UKના PM અમદાવાદના મહેમાન બન્યા, ગુજરાતને આપી શકે છે વિશેષ ભેટ