વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા) વિધેયક રજુ કર્યું છે. તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે યુવાનો દેવ ભવ, યુવાનો શક્તિ દેવો ભવ.
વધુ બોલવા કરતા વધુ સાંભળવાની તૈયારી - હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ વિધાનસભાના બજેટ સત્રમાં જણાવ્યું છે કે વધુ બોલવા કરતા વધુ સાંભળવાની તૈયારી સાથે હુ આવ્યો છું. બિલ રજુ થતા સાથે જ વિધાનસભા અધ્યક્ષનુ ગૃહમાં નિવેદન શરૂ થયુ હતુ. જેમાં રાજ્ય સરકારે ઈનિશિયેટીવ લઈને બિલ બનાવ્યું છે. કોઈ તૃટી હોય તો આક્ષેપ પ્રતિ આક્ષેપ ના બદલે સુધારો સુચવે. તથા રાજ્ય સરકારને વિનંતી છે કે વિપક્ષમાંથી આવ્યું છે એટલે ન લેવું એવું ન કરી સ્વીકૃતી રાખવામાં આવે. પ્રજાના હીત માટે કાયદો છે.
આ પેપર નથી ફુટતુ આ માણસ અને નિતિ ફુટે છે
સંઘવીએ વધુમાં જણાવ્યું હતુ કે કડક કાયદો લાવવો આજના સમયની માંગ છે. સમયે સમયે પરીક્ષામાં ફેરફાર લાવવો જરુરી બન્યો છે. રાજ્સ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના કાયદાઓનું પણ અભ્યાસ કરાયો છે. વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને અતિશયોક્તિ ન થાય તે જોયુ છે. ભરતીના પેપર ફુટવાના અને ગેરરીતિના કારણે લાખો યુવાનો નિરાશ થાય છે. તેમના માતાપિતા પણ નિરાશ થાય છે. એમનુ સપનુ હોય છે કે મારા સંતાનો મોટા થઈને સરકારી નોકરી મળે. કેટલાક લેભાગુ અને અસામાજીક તત્વો વિકાસ વિરોધી તત્વો ગેરરીતિ કરે છે. આસુરી પ્રવૃતિના કારણે ઠેસ પહોંચાડે છે આવા લોકો. આ પેપર નથી ફુટતુ આ માણસ અને નિતિ ફુટે છે. શોર્ટકટ અપનાવી અને નોકરી લેવા આવુ કરે છે.
હું છટકવા માટે કોઈ વાત નથી કરતો
રાત દિવસ મહેનત એક કરી પોલીસે આરોપીઓ પકડ્યા અને તેમની સામે ગુનો નોધી ચાર્જશીટ કરાઈ છે. પરંતુ પરીક્ષાઓ અંગેનો કોઈ કાયદો ન હોવાથી તેમને છટકબારી મળે છે. કડક કાયદો બનાવી તેનુ અમલીકરણ કરાવવાની અમારી જવાબદારી છે. પેપર ફુટેલુ એની કોઇ પરીક્ષાર્થીઓએ ફરીયાદ નથી કરી. ગુજરાત પોલીસને સુચના આપવામાં આવી હતી કે કોઈ પણ દુષણખોરો હોય તે રીતે તેમના પર ધ્યાન રાખો. પહેલી કેબિનેટમાં મુખ્યમંત્રીએ અમને સુચના આપી હતી. પેપર લેવાનો નિર્ણય થયો ત્યારે જ અધ્યક્ષ અને બોર્ડ દ્વારા મહેનત કરી તૈયારીઓ કરાઈ હતી. હું છટકવા માટે કોઈ વાત નથી કરતો. બરોડામા ત્રણ દિવસ પહેલાથી રાજ્યના કોચિંગ ક્લાસ પર એટીએસ અને પોલીસ વોચ રાખતી હતી. ત્રણ દિવસ પહેલા વાત પોલીસ પાસે આવી કે પેપર ક્યાકથી આવે છે.
તરત જ એમણે પરીક્ષા રદ કરવા સુચના આપી
પેપર ફોડનાર વ્યક્તિ હરીયાણાનુ પેપર લેવા ગયો હતો અને ગુજરાતનુ પેપર આવી ગયુ હતું. ફોડનારને ગુજરાતમાં કોઈ મળ્યુ નહી એટલે એણે બીજા કોચિંગ ક્લાસમાં પેપર આપ્યુ અને તેનુ ટ્રાન્સલેશન કરી વડોદરા મોકલવાનુ નક્કી થયુ. કોઈ આવ્યુ નહી એટલે લાગ્યુ કે અફવા છે. ત્યાં મારા ફોન પર મિસકોલ આવવા લાગ્યા એટલે લાગ્યુ કે પેપર લીક થયુ છે. પેપર લેવા બેસેલા વિદ્યાથીઓને અમે જીપીએસસી વાળા બેલ્ટ પહેરાવીને બેસાડ્યા હતા. પેપર આવતાની સાથે તેને મેચ કરતા પેપર ફુટયુ હોવાનુ સામે આવ્યું હતુ. અડધી રાતે મુખ્યમંત્રીને કહ્યુ ત્યારે તરત જ એમણે પરીક્ષા રદ કરવા સુચના આપી હતી.